આજના દોડધામ અને અસ્થિરતાથી ભરેલા સમયમાં મનુષ્યને આધાર, શાંતિ અને સ્થિરતાની સૌથી વધુ જરૂર હોય છે. જ્યારે મન થાકી જાય, વિચારો ગૂંચવાઈ જાય અને એવું લાગે કે જાણે કોઈ માર્ગ મળી રહ્યો નથી, ત્યારે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે કોઈ એવું સ્થાન હોય, જે કશું કહ્યા વિના તેને ધીરજ આપે અને આત્મીયતાથી તેને પોતાની પાસે લઈ લે. સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુની અકારણ કરુણા અને પ્રેમથી વર્તમાન સમયમાં અનેક સ્થળોએ શ્રી ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટર્સ (શ્રી ત્રિવિક્રમ મઠ - શ્રી ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ ક્લબ) સ્થાપિત થઈ રહ્યાં છે, જ્યાં શ્રદ્ધાવાનોને નિરંતર આનંદ, સ્થિરતા, શાંતિ અને સંતોષ પ્રાપ્ત થતા રહેશે.

આ શ્રી ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટર્સમાં બેસીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો જપ અથવા આધ્યાત્મિક વાંચન કરી શકે છે. પરંતુ અહીં અન્ય કોઈ પ્રકારના વાંચનની પરવાનગી નથી. શ્રી ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટર્સમાં રામનામની વહી લખવાની પરવાનગી છે. સાથે જ ડિજિટલ રામનામની વહી લખવી અથવા ડિજિટલ માધ્યમ (મોબાઇલ કે ટૅબ્લેટ) દ્વારા આધ્યાત્મિક વાંચન કરવું પણ સ્વીકાર્ય છે.

Sadguru Aniruddha Bapu immersed in the Bhakti of Dattaguru
શ્રી ત્રિવિક્રમ મઠની વ્યવસ્થા

શ્રી ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટર્સમાં ભક્તિનો અનુભવ

શ્રી અનિરુદ્ધગુરુક્ષેત્રમ્ તથા શ્રી ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટર્સમાં શ્રદ્ધાવાનો માનતા માની શકે છે. ‘યજ્ઞેન દાનેન તપસા’ આ ઉક્તિ અનુસાર શ્રદ્ધાવાનો પોતાની ઇચ્છા અને સામર્થ્ય પ્રમાણે ‘ક્ષેમદક્ષિણા’ આપીને પોતાની માનતા પૂર્ણ કરે છે. જે શ્રદ્ધાવાનો માટે સેવા કરવી શક્ય નથી, તેઓ સંસ્થાના કાર્ય માટે રામનામ વહી લખે છે અથવા ઉપાસના કરવી, સુદીપ પ્રજ્વલિત કરવા, યાગ અને પૂજન કરવાં જેવી આધ્યાત્મિક સેવાઓ કરે છે. શ્રી ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટર્સમાં અનેક શ્રદ્ધાવાનો પોતાનાં નાનાં બાળકોને પણ સાથે લઈને આવે છે. તેમનો વિશ્વાસ હોય છે કે નાની વયમાં જ આ ક્ષેત્રમાં લાવવાથી બાળકોનો સંબંધ સહજતાથી આ પવિત્ર ક્ષેત્ર સાથે બંધાઇ જશે.

Sadguru Aniruddha Bapu immersed in the Bhakti of Dattaguru
શ્રી ત્રિવિક્રમ મઠમાં શ્રદ્ધાવાનો દ્વારા કરવામાં આવતી ઉપાસના

શ્રી ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટર્સની સિદ્ધ પાદુકાઓ

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના સંકલ્પ અનુસાર, શ્રી ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટરની સ્થાપનાનાં ત્રણ વર્ષ પૂર્ણ થયા પછી એ સ્પિરિચ્યુઅલ સેન્ટર ‘સિદ્ધ પાદુકાઓ’ પ્રાપ્ત કરવા યોગ્ય બને છે. આ પાદુકાઓની સ્થાપના સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં શ્રી ત્રિવિક્રમનાં ફોટા પાસે કરવામાં આવે છે. શ્રદ્ધાવાનો શ્રી ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટર્સમાં ઉપલબ્ધ સુગંધિત જળથી આ પાદુકાઓનો અભિષેક કરી શકે છે. હાલમાં પુણે, વડોદરા, રત્નાગિરી, મિરજ-સાંગલી અને મુંબઈના પશ્ચિમી ઉપનગર બોરીવલીમાં સિદ્ધ પાદુકાઓ પ્રદાન કરવામાં આવી છે.

આવનારા સમય અનુસાર નીચેના સ્થળોએ સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અને માર્ગદર્શન અનુસાર ક્રમશઃ પરિવર્તનો થતા રહી શકે છે -

  1. શ્રી અનિરુદ્ધગુરુક્ષેત્રમ્ - સર્વોચ્ચ તીર્થક્ષેત્ર
  2. શ્રીપુરુષાર્થ અનિરુદ્ધ ધામ - ડુડુલગાંવ, પુણે
  3. શ્રી ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટર્સ / શ્રી અનિરુદ્ધ ઉપાસના કેન્દ્ર
ત્રિવિક્રમ મઠ (પુણે અને રત્નાગિરી)ના શ્રદ્ધાવાનો સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુની સિદ્ધ પાદુકાઓ ગ્રહણ કરતાં

ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ ક્લબ

બાપુએ આ શ્રી ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટર્સ સાથે જોડાયેલી એક અનોખી સંકલ્પના રજૂ કરી, જેનું નામ છે ‘શ્રી ત્રિવિક્રમ આધ્યાત્મિક ક્લબ’ (Shree Trivikram Spiritual Club). સમાન વિચારધારા ધરાવતા સારા લોકો (શ્રદ્ધાવાનો) માટે આનંદ વ્યક્ત કરવા માટે એકસાથે આવવાનું સ્થાન એટલે સ્પિરિચ્યુઅલ ક્લબ. સામાન્ય માણસ માટે નિરંતર ઉપાસના કરતા રહેવું મુશ્કેલ હોઈ શકે છે. સારી રીતે આનંદ પ્રાપ્ત કરવા માટે બાપુએ તેમને આપેલો વિકલ્પ છે - સ્પિરિચ્યુઅલ ક્લબ.

ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ ક્લબમાં નીચેની સુવિધાઓનો સમાવેશ કરવાની સંકલ્પના છે -

  1. ૧. ઑડિયો-વિઝ્યુઅલ રૂમ (Audio-Visual Room): પ્રવચન, અભંગ, અનુભવ, અનુભવસંકીર્તન અને કેટલાક વિશેષ કાર્યક્રમોની ક્લિપિંગ્સ.
  2. ૨. ભજન અને ગજર કરવા (સાંભળવા) માટે એક કક્ષ (રિક્રિએશન રૂમ - Recreation Room): આ કક્ષમાં શ્રદ્ધાવાનો કાનમાં ઇયરફોન લગાવીને ભજન અથવા ગજર સાંભળતાં નૃત્ય કરી શકશે.

શ્રી ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટર્સની બહાર ખુલ્લી જગ્યામાં શ્રદ્ધાવાનોને બેસવા માટે બૅન્ચ હશે, જેના પર બેસીને શ્રદ્ધાવાનો પરસ્પર વાતચીત કરી શકશે અથવા ખુલ્લી જગ્યામાં ચાલતાં-ચાલતાં પાઠ/જપ કરી શકશે.

બાપુએ આ ક્લબ વિશે પોતાના પ્રવચનમાં કહ્યું હતું -

“येथे पण गजरावर नाचायचे आहे, सुमिरन करायचे आहे, पठण करायचे आहे, आरामात बसायचे आहे. हळूहळू हा स्पिरिच्युअल क्लब इतका डेव्हलप होईल की विविध वयोगटातील अनेक श्रद्धावानांना तेथे यावेसे वाटेल आणि ते तेथे येत राहतील.”

(યેથે પણ ગજરાવર નાચાયચે આહે, સુમિરન કરાયચે આહે, પઠણ કરાયચે આહે, આરામાત બસાયચે આહે. હળૂહળૂ હા સ્પિરિચ્યુઅલ ક્લબ ઇતકા ડેવ્હલપ હોઈલ કી વિવિધ વયોગટાતીલ અનેક શ્રદ્ધાવાનાંના તેથે યાવેસે વાટેલ આણિ તે તેથે યેત રાહતીલ)

અર્થ - ("અહીં પણ ગજર પર નૃત્ય કરવાનું છે, સુમિરન કરવાનું છે, પઠણ કરવાનું છે અને આરામથી બેસવાનું છે. ધીમે ધીમે આ સ્પિરિચ્યુઅલ ક્લબ એટલું વિકસિત થઈ જશે કે વિવિધ વયજૂથના અનેક શ્રદ્ધાવાનોને ત્યાં આવવાનું મન થશે અને તેઓ ત્યાં આવતા રહેશે.”)

શ્રી ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટર્સ - આધ્યાત્મિક શાંતિનું પવિત્ર ધામ

શ્રી ત્રિવિક્રમ મઠ માટે આધ્યાત્મિક સામગ્રી વિતરણનો સમારોહ