મનુષ્યના દૈનિક જીવનમાં અનેક મુશ્કેલીઓ અને સંકટો આવતાં રહે છે અને તેમાંથી બહાર નીકળવા માટે તે અનેક માર્ગો શોધતો રહે છે. પરંતુ જો સદ્‌ગુરુની કૃપાદૃષ્ટિ તેની સાથે હોય, તો શ્રદ્ધાવાનને કોઈક ને કોઈક માર્ગ અવશ્ય મળે છે.

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અનુસાર ૪ ઑક્ટોબર ૧૯૯૮નાં રોજ જુઈનગરમાં સ્થાપિત ‘ગુરુકુળ’ નામનાં આ પવિત્ર ક્ષેત્રમાં શ્રીગણેશ યાગ, શ્રીદત્તયાગ, શ્રીવ્યંકટેશ યાગ, શ્રીદત્તતારક આરાધના તથા શ્રીશિવસહપરિવાર પૂજન અને શ્રીલલિતાઅંબિકા પૂજન માત્ર અમાસના દિવસને બાદ કરતાં કરવામાં આવે છે. સદ્‌ગુરુના સંકલ્પ અનુસાર આ પૂજન અથવા યાગ કરવાથી આવનારા અથવા આવી ચૂકેલા સંકટોમાંથી બહાર નીકળવા માટે આવશ્યક આધ્યાત્મિક બળ શ્રદ્ધાવાનોને મળતું રહે છે.

જુઈનગર સ્થિત ગુરુકુળનું સ્થાન માહાત્મ્ય

૪ ઑક્ટોબર ૧૯૯૮ના રોજ આ સ્થળનું ભૂમિપૂજન થયું. ૨૮ અને ૨૯ એપ્રિલ ૧૯૯૯ના રોજ વૈશાખ પૂર્ણિમાના અત્યંત પાવન અવસરે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ આ તીર્થક્ષેત્રના ગર્ભગૃહમાં મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, શ્રીમંગેશ અને શ્રીશાંતાદુર્ગાની મૂર્તિઓની સ્થાપના કરી. આ બે દિવસના કાર્યક્રમમાં અત્યંત પવિત્ર મંત્રોનું અખંડ પઠન કરવામાં આવ્યું. દેવતાઓની મૂર્તિઓ ગંગા નદીની પવિત્ર સહાયક નદી ગંડકીના પાત્રમાંથી પ્રાપ્ત પવિત્ર કાળા પાષાણમાંથી બનાવવામાં આવી છે. દરરોજ પ્રાતઃકાળે આ ગર્ભગૃહ ખોલવામાં આવે છે અને આ મૂર્તિઓનું ષોડશોપચાર પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ મૂર્તિઓને ઉત્તમ વસ્ત્રો અને આભૂષણોથી શણગારવામાં આવે છે.

અહીં ગર્ભગૃહમાં સ્થાપિત પંચપુરુષાર્થ દેવતાઓમાં ‘મહાકાલી’ ‘કામ’ અર્થાત ઇચ્છાના પુરુષાર્થનું, અર્થાત ઇચ્છાશક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. એ અસુરોને ભયભીત કરે છે અને ભક્તોનું રક્ષણ કરે છે. ‘મહાલક્ષ્મી’ ‘અર્થ’ પુરુષાર્થનું પ્રતિનિધિત્વ કરે છે અને તમામ સંકટોનો નાશ કરે છે. ‘મહાસરસ્વતી’ ‘ધર્મ’ એટલે કે ધાર્મિકતાના પુરુષાર્થનું પ્રતિનિધિત્વ કરે છે. એ વિવિધ રોગો અને બીમારીઓને ભક્તોથી દૂર રાખે છે તથા તેમને સ્વસ્થ બનાવે છે. એ જ રીતે શાંતાદુર્ગા ‘મોક્ષ’ પુરુષાર્થનું પ્રતિનિધિત્વ કરે છે અને મંગેશ પાંચમા પુરુષાર્થ અર્થાત ‘ભક્તિ’નું પ્રતિનિધિત્વ કરે છે.

મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી - આ ત્રણ મૂર્તિઓની સામે પંચધાતુથી નિર્મિત બે સિંહ સ્થાપિત છે. આ સિંહોનાં નામ ‘આલ્હાદ’ અર્થાત આનંદદાયક હર્ષ અને ‘સંતોષ’ અર્થાત સમાધાન છે.

શ્રીક્ષેત્ર સદ્‌ગુરુ નિવાસ ગુરુકુળ, જુઈનગરનું ભૂમિપૂજન
શ્રીક્ષેત્ર સદ્‌ગુરુ નિવાસ ગુરુકુળ, જુઈનગરનું ભૂમિપૂજન

ભારતીય પ્રાચીન બલવિદ્યા પ્રશિક્ષણ

આ ભવનમાં પરમ પૂજ્ય સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ પ્રથમ બલાચાર્ય શ્રી રવિન્દ્ર માંજરેકરને દીક્ષા આપીને ભારતીય પ્રાચીન બલવિદ્યાનું પ્રાયોગિક પ્રશિક્ષણ આપ્યું હતું. તેમની સાથે અન્ય ચાર શિષ્યોને પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.

મહાયોગપીઠ સ્વરૂપાધ્યાસ

શ્રીશાંતાદુર્ગાની સામે ઊભા રહીએ ત્યારે જમણી બાજુના સ્તંભમાં એક કળશ છે. આ કળશમાં સમગ્ર ભારતનાં ૩૦ શક્તિપીઠો અને ધર્મપીઠોની માટી રાખવામાં આવી છે. આ તમામ વિશેષતાઓને કારણે ‘ગુરુકુળ’ એક અત્યંત પવિત્ર સ્થાન છે.

ધર્મચક્ર

૨૯ એપ્રિલ ૧૯૯૯ના રોજ સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના નિત્યગુરુની ઉપસ્થિતિમાં આ સ્થળે ધર્મચક્રની સ્થાપના થઈ. આ ચક્ર ધાતુથી નિર્મિત છે અને તેમાં ૨૪ આરા છે. આ ધર્મચક્રને બાવન ભક્તોના ઘરોમાં સિદ્ધ કરવામાં આવ્યું. આ માટે દરેક ભક્તના ઘરમાં ત્રણ દિવસ સુધી ‘ॐ साई श्री साई, जय जय साईराम’ (ૐ સાઈ શ્રી સાઈ, જય જય સાઈરામ) આ પવિત્ર મંત્રનો અખંડ જપ કરીને આ ચક્રને સિદ્ધ કરવામાં આવ્યું.

ધર્મચક્ર
ધર્મચક્ર

શ્રીવિદ્યામકરંદ ગોપીનાથશાસ્ત્રી પાધ્યે અધ્યયન કક્ષ

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં પરદાદા ‘શ્રીવિદ્યામકરંદ ગોપીનાથશાસ્ત્રી પાધ્યેજી’ કુશાગ્ર બુદ્ધિના ધની અને સમગ્ર વેદશાસ્ત્રોમાં પારંગત હતા. તેથી તેમની સ્મૃતિમાં અહીં એક અધ્યયન કક્ષ બનાવવામાં આવ્યો હતો અને આ કક્ષને તેમનું નામ આપવામાં આવ્યું હતું.

તેઓ શ્રીસાઈનાથ અને શ્રીવિઠ્ઠલના પરમ ભક્ત હતા, તેથી આ અધ્યયન કક્ષમાં ભક્તિને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું. આરંભિક સમયમાં આ કક્ષનું નિર્માણ મંત્રપાઠ, નામસ્મરણ, પવિત્ર ગ્રંથોના વાચન અને ધ્યાન માટે કરવામાં આવ્યું હતું. પરંતુ સમય જતાં આ ભવનમાં અન્ય અનેક ભક્તિ-ઉપક્રમો શરૂ થવાને કારણે હવે આ પ્રકારની સાધના અને ઉપાસનાની વ્યવસ્થા વિવિધ સ્થળોએ સ્થાપિત ત્રિવિક્રમ મઠ (ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટર)માં કરવામાં આવી છે.

ત્યાં શ્રદ્ધાવાનો મંત્રપાઠ, નામસ્મરણ, પવિત્ર ગ્રંથોનું વાચન તથા ધ્યાન કરી શકે છે.

વિશ્વલોચન ચક્રરાજ

‘વિશ્વલોચન ચક્રરાજ’ એક અભૂતપૂર્વ યંત્ર છે, જેની રચના અને સ્થાપના સ્વયં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ આ ભવનમાં કરી. આ ‘વિશ્વલોચન ચક્રરાજ’ મહાપ્રાણનું સ્થાન છે.

પવિત્ર અગ્નિ (ધૂણી)

૨૮ સપ્ટેમ્બર ૨૦૦૦ના રોજ સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ આ સ્થળે પ્રથમ વાર ધૂણીની સ્થાપના કરીને પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કર્યો હતો અને તેમાંથી બનતી ઉદી શ્રદ્ધાવાનોને નિઃશુલ્ક વિતરિત કરવામાં આવતી હતી. ત્યારબાદ સમય જતાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં જ સંકલ્પથી આ ધૂણીને ગોવિદ્યાપીઠમ્, કર્જત ખાતે સ્થાનાંતરિત કરવામાં આવી.

પંચપુરુષાર્થ ઉપાસના

ગુરુકુળના ભવનમાં શ્રદ્ધાવાનો પાસે આ ઉપાસના કરાવવામાં આવે છે, જેમાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુની એક વિશિષ્ટ તસવીર સામે રાખવામાં આવે છે.

પ્રથમ ઉપાસના આ ભવનમાં કરવી આવશ્યક છે. ત્યારબાદ ઉપાસનામાં રાખવામાં આવેલી મોટી તસવીરની નાની પ્રતિકૃતિ અને ઉપાસના પુસ્તિકા ખરીદીને દરેક શ્રદ્ધાવાન પોતાના ઘરમાં તસવીર સ્થાપિત કરીને તેની સામે આ ઉપાસના કરી શકે છે.

આ ઉપાસનાથી દસ ઇન્દ્રિયો, અગિયારમા મન અને સપ્તચક્રોમાં ઉત્પન્ન થયેલા દોષો દૂર થાય છે અને તેના કારણે એ દોષોમાંથી ઊભી થતી મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે, એવી શ્રદ્ધાવાનોની ભાવના છે.

આદ્યપિપા (પૂજ્ય સુરેશચંદ્ર વૈદ્ય) સમાધિ

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અનુસાર ૧૯ એપ્રિલ ૨૦૦૭ના રોજ અહીં આદ્યપિપાની સમાધિ સ્થાપિત કરવામાં આવી. સ્વયં સદ્‌ગુરુ શ્રીસાઈનાથ દ્વારા આપવામાં આવેલી ઉદી અને આદ્યપિપાના પાર્થિવ દેહની રાખ યુક્ત કળશ સમાધિસ્થળે રાખવામાં આવ્યો છે.

સમાધિમાં છ પગથિયાં છે. તેમાં પ્રથમ પાંચ પગથિયાં પાંચ પુરુષાર્થો - ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને સૌથી ઉપરનું છઠ્ઠું પગથિયું ‘મર્યાદા પુરુષાર્થ’નું પ્રતિનિધિત્વ કરે છે, જેને સ્વયં બાપુએ સિદ્ધ કર્યું છે. આ છ પગથિયાંની ઉપર શ્રીસાઈસચ્ચરિત્રની એ પ્રત રાખવામાં આવી છે, જેનું આદ્યપિપા નિયમિત રીતે પાઠ કરતા હતા.

દર વર્ષે શ્રાવણ મહિનાનાં શનિવારે આ ગુરુકુળમાં ‘અશ્વત્થ મારુતિ પૂજન’ કરવામાં આવે છે. આસો નવરાત્રિમાં ‘લલિતા પંચમી ઉત્સવ’ અને માર્ગશીર્ષ મહિનામાં ‘વૈભવલક્ષ્મી ઉત્સવ’ ઊજવવામાં આવે છે.

આદ્યપિપા (પૂજ્ય સુરેશચંદ્ર વૈદ્ય)ની સમાધિ
આદ્યપિપા (પૂજ્ય સુરેશચંદ્ર વૈદ્ય)ની સમાધિ

સરનામું

સદ્‌ગુરુ નિવાસ, ગુરુકુળ, સેક્ટર ૨૩, જુઈનગર, નવી મુંબઈ, મહારાષ્ટ્ર – ૪૦૦૭૦૬

સમય

સવારે ૮.૦૦ વાગ્યા થી

Photo Gallery

Lalita Panchami festival is celebrated at Gurukul Juinagar during Ashwin Navratri

Shraddhavans performing Panchakumbhaabhishek at Gurukul, Juinagar on the occasion of Ashwattha Maruti Poojan
Shraddhavans performing Panchakumbhaabhishek at Gurukul, Juinagar on the occasion of Ashwattha Maruti Poojan
Shree Panchamukh Hanumant at Gurukul, Juinagar.
Shree Panchamukh Hanumant at Gurukul, Juinagar.
Every year, on Saturdays, in the month of Shravan, Ashwattha Maruti Pujan is performed at Gurukul, Juinagar.