પરમ પૂજ્ય સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ ‘શ્રીમદ્‌પુરુષાર્થ ગ્રંથરાજ’નાં દ્વિતીય ખંડ ‘પ્રેમપ્રવાસ’માં અતુલિત બલના ધામ એવા શ્રીરામદૂત હનુમાનજીનાં અદ્‌ભુત સામર્થ્ય વિશે કહે છે -

‘મર્યાદિતથી અમર્યાદ અનંતત્વ’, ‘ભક્તથી ઈશ્વરત્વ’ની યાત્રા કરનારા એકમાત્ર, અદ્વિતીય મર્યાદારક્ષક અર્થાત મારા (સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધનાં) ‘રક્ષકગુરુ’ શ્રીહનુમાનજી.

ગ્રંથરાજમાં બાપુ એ પણ સમજાવે છે -

‘મહાપ્રાણ હનુમાનજી (મહારુદ્ર) આજ્ઞાચક્રનાં સ્વામી છે. આજ્ઞાચક્રને ‘ભક્તિચક્ર’ પણ કહેવામાં આવે છે. જેટલી ભક્તિ, એટલી જ ભક્તિચક્રની સક્રિયતા.’

પ્રત્યેક શ્રદ્ધાવાનનાં જીવનમાં આ ભક્તિચક્ર સક્રિય થાય અને તેને આવશ્યક બળ પ્રાપ્ત થાય, એ માટે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ હનુમાનજીની ભક્તિ અને ઉપાસનાનાં વિવિધ વિકલ્પો ઉપલબ્ધ કરાવ્યા છે. ભક્તિમાર્ગ પર ચાલનારા શ્રદ્ધાવાનોના આધાર, માર્ગદર્શક અને આદર્શ તથા અતુલિત બલથી સંપન્ન હનુમાનજીનું ભક્તો માટેનું એક શ્રદ્ધાસ્થાન છે - સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના સંકલ્પ અનુસાર રત્નાગિરી (મહારાષ્ટ્ર)માં સ્થાપિત ‘અતુલિતબલધામ’.

ભગવાન શ્રીપરશુરામની પાવન ભૂમિ અર્થાત કોંકણના રત્નાગિરીમાં ૬ જાન્યુઆરી ૨૦૦૨ના રોજ આ ભવનના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ દોઢ વર્ષના સમયગાળામાં તેનું નિર્માણ પણ પૂર્ણ થયું અને ૮ થી ૧૦ જુલાઈ ૨૦૦૩ દરમિયાન ‘શ્રીઅતુલિતબલધામ’ નામનાં આ આધ્યાત્મિક સ્થાન (શક્તિપીઠ)ની વિધિવત્ સ્થાપના કરવામાં આવી.

અહીં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના સંકલ્પ અનુસાર પૂજ્ય સમીરદાદાનાં હસ્તે ૧૮ જૂન ૨૦૦૯નાં રોજ શ્રીપંચમુખ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. આ મૂર્તિ એ પહેલાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના નિવાસસ્થાને બિરાજમાન હતી. આ સાથે જ સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના કૃપાશીર્વાદથી રત્નાગિરી નિવાસી શ્રી વિજયસિંહ ભિંગાર્ડેને પ્રાપ્ત થયેલી ‘દિગ્વિજય પાદુકાઓ’ની સ્થાપના પણ અતુલિતબલધામમાં કરવામાં આવી છે.

૧૧ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ રાત્રે ૮ વાગ્યે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ ભગવાન શ્રીકિરાતરુદ્રની અને મંગળવાર, ૧૩ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ માતા શિવગંગાગૌરીની સ્થાપના શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં કરી. ત્યારબાદ સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના જ સંકલ્પથી ૧૪ વર્ષ પછી ભગવાન કિરાતરુદ્ર અને માતા શિવગંગાગૌરીને પ્રતિષ્ઠાપૂર્વક શ્રીઅતુલિતબલધામ, રત્નાગિરી ખાતે સ્થાનાંતરિત કરીને બુધવાર, ૨૬ માર્ચ ૨૦૨૫ના રોજ ત્યાં તેમની સ્થાપના કરવામાં આવી.

શ્રીઅતુલિતબલધામમાં દર્શન માટે આવતા શ્રદ્ધાવાનો શ્રીપંચમુખ હનુમાનજીની સામે પ્રાકારમાં બેસીને સ્તોત્રપાઠ, જપ અને વાંચન કરી શકે છે. સાથે જ ‘અન્નપૂર્ણા પ્રસાદમ્’ અંતર્ગત ધવલદાન - અર્થાત સફેદ રંગના અનાજનું એટલે કે ચોખાનું દાન કરી શકે છે. અહીં શ્રદ્ધાવાનો માટે સુદીપ પ્રજ્વલિત કરવાની અને અગ્નિહોત્રમાં ઉદ અર્પણ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ભગવાન કિરાતરુદ્રને શ્રદ્ધાવાનો ધોતી, શ્વેત વસ્ત્ર અને શ્રીફળ તથા માતા શિવગંગાગૌરીને પીળા રંગની સાડી અને શ્રીફળ અર્પણ કરી શકે છે. આ ઉપરાંત ગર્ભગૃહની સામેના પ્રાકારમાં ભગવાન કિરાતરુદ્રની સામે પીડાનાશક સુદીપ અને માતા શિવગંગાગૌરીની સામે બાધાનિવારક સુદીપ પ્રજ્વલિત કરી શકે છે.

આ કલિયુગમાં આવનારા ભીષણ સમયનો સમર્થતાપૂર્વક સામનો કરવા માટે શ્રીહનુમાનજીની ઉપાસનાનું મહત્ત્વ સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ આપણને સમજાવ્યું છે. બાપુએ શ્રદ્ધાવાનોને પોતાની નિત્ય ઉપાસનાઓની સાથે-સાથે ‘શ્રીપંચમુખ હનુમત્કવચ’નો વધુમાં વધુ પાઠ કરવા માટે પણ કહ્યું છે.

Shree Atulit Baldham
શ્રીઅતુલિતબલધામ

શ્રીઅતુલિતબલધામમાં થનારા દૈનિક વિધિ વિધાન

  1. ૧) પ્રાતઃ ૬.૩૦થી ૮.૦૦ વાગ્યા દરમિયાન શ્રીપંચમુખ હનુમાનજીનું વિધિવત્ પૂજન કરવામાં આવે છે. આ દરમિયાન ત્રણ વાર શ્રીપંચમુખહનુમત્કવચનો પાઠ થાય છે અને સાથે જ શ્રીહનુમાનજીનાં ચરણોમાં સિંદૂર લગાવવામાં આવે છે. આ સાથે ભગવાન કિરાતરુદ્ર અને માતા શિવગંગાગૌરીનું પણ વિધિપૂર્વક પૂજન કરવામાં આવે છે તથા સર્વ દેવતાઓને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે.
  2. ૨) બપોરે ૧.૦૦ વાગ્યે શ્રીહનુમાનજી, ભગવાન કિરાતરુદ્ર અને માતા શિવગંગાગૌરીને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ આરતી થાય છે, જેમાં શ્રદ્ધાવાનો સહભાગી થઈ શકે છે.
  3. ૩) એ જ રીતે રાત્રે ૭.૪૫ વાગ્યે પણ શ્રીહનુમાનજી, ભગવાન કિરાતરુદ્ર અને માતા શિવગંગાગૌરીને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ સંધ્યા આરતી થાય છે. આરતી પછી શ્રીહનુમાનચલીસા, શ્રીઅનિરુદ્ધચલીસા અને શ્રીગુરુક્ષેત્રમ્ મંત્રનો એક એક વાર પાઠ કરવામાં આવે છે, જેમાં બધા શ્રદ્ધાવાનો સહભાગી થઈ શકે છે.
  4. ૪) દરરોજ સાંજે ૪.૦૦થી ૬.૦૦ વાગ્યા સુધી ‘દિગ્વિજય પાદુકાઓ’નું મંત્રોચ્ચાર સહિત પૂજન સંપન્ન થાય છે.

શ્રીઅતુલિતબલધામમાં થનારા વિશેષ સાપ્તાહિક અને વાર્ષિક કાર્યક્રમો/ઉત્સવો

દૈનિક પૂજનની સાથે સાથે અતુલિતબલધામમાં નીચે મુજબના વિશેષ સાપ્તાહિક અને વાર્ષિક કાર્યક્રમો/ઉત્સવો પણ ઉજવવામાં આવે છે.

  1. ૧) દર રવિવારે પ્રાતઃ ૯.૩૦ વાગ્યે ‘ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્ર’નો ૧૦૮ વાર પાઠ કરવામાં આવે છે.
  2. ૨) વર્ષમાં ત્રણ વાર એટલે કે આષાઢી એકાદશી, શ્રીરામનવમી અને શ્રીવિજયાદશમીના દિવસે ‘શ્રીરામરક્ષા સ્તોત્રમંત્ર’નો ૧૦૮ વાર પાઠ કરવામાં આવે છે.
  3. ૩) આ સાથે જ દર વર્ષે આષાઢી એકાદશી (વર્ધાપન દિવસ), ગુરુપૂર્ણિમા, અનિરુદ્ધપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને ચૈત્ર માસમાં હનુમાનપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

દર વર્ષે ચૈત્ર શુક્લ પૂર્ણિમાના દિવસે શ્રીઅતુલિતબલધામમાં ‘શ્રીહનુમાન પૂર્ણિમા ઉત્સવ’ ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવે છે. આ આખા દિવસના કાર્યક્રમની વિશેષતા એ છે કે શ્રીપંચમુખ હનુમાનજીની મૂર્તિ પર ‘પંચકુંભાભિષેક’ કરવામાં આવે છે. આ ઉત્સવના સમયે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ દ્વારા સ્વયં કોતરણી કરીને બનાવેલી શ્રીહનુમાનજીની શિલા ગુરુકુલ (જુઈનગર)થી વિશેષરૂપે લાવવામાં આવે છે. શેરડીથી સુશોભિત મખરમાં એ શિલાની સ્થાપના કરીને તેનું પૂજન કરવામાં આવે છે. અહીં ઇચ્છુક શ્રદ્ધાવાનો માટે ‘પંચકુંભાભિષેક’ કરવાની વ્યવસ્થા હોય છે.

આ ‘પંચકુંભાભિષેક’ માટે શ્રદ્ધાવાનોને એક લિંકના માધ્યમથી એક મહિના પહેલાં આગોતરી નોંધણી કરવાની તક પણ આપવામાં આવે છે. જે શ્રદ્ધાવાનો સ્વયં ઉપસ્થિત રહી શકતા નથી, તેમના માટે શ્રદ્ધાવાન પૂજન અંતર્ગત પંચકુંભાભિષેક કરાવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ ઉત્સવનાં સમગ્ર દિવસ દરમિયાન

‘ૐ શ્રીરામદૂતાય હનુમંતાય મહાપ્રાણાય મહાબલાય નમો નમઃ’

શ્રીહનુમાનજીનાં આ મહામંત્રનો અખંડ જપ ચાલતો રહે છે. સાથે જ ‘સંકટમોચન શ્રીહનુમાન સ્તોત્ર’ અને ‘પંચમુખહનુમત્કવચમ્’નો પણ નિશ્ચિત સમયાંતરે સમગ્ર દિવસ દરમિયાન પાઠ કરવામાં આવે છે. રાત્રે ૧૦.૦૦ વાગ્યે પૂર્ણાહુતિ સાથે કાર્યક્રમ સંપન્ન થાય છે.

Shree Hanumanta Pournima celebrations ate Shree Atulitabaladham
શ્રીઅતુલિતબલધામમાં શ્રી હનુમાન પૂર્ણિમા ઉત્સવ

શ્રીઅતુલિતબલધામ સ્થિત શ્રીત્રિવિક્રમ મઠ

૧૬ મે ૨૦૧૬ના રોજ શ્રીઅતુલિતબલધામ ભવનના પહેલા માળે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના સંકલ્પ અનુસાર ‘ત્રિવિક્રમ સ્પિરિચ્યુઅલ સેન્ટર’ અર્થાત શ્રીત્રિવિક્રમ મઠનો શુભારંભ થયો. જીવનમાં સ્થિરતા અને શાંતિ પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધાવાનો આ મઠમાં બેસીને કોઈ પણ જપ, સ્તોત્રપાઠ અથવા આધ્યાત્મિક વાંચન કરી શકે છે. બાપુનાં સંકલ્પ અનુસાર આ મઠમાં એક વાર ઉપાસના, સ્તોત્રપાઠ અથવા મંત્રપાઠ કરવાથી ૫૪ વાર પાઠ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે - એ આ મઠનું સ્થાનમાહાત્મ્ય છે.

પ્રાતઃ ૮.૦૦ વાગ્યે શ્રીત્રિવિક્રમ મઠનું કાર્ય શરૂ થાય છે અને પ્રાતઃકાલીન નિત્ય પૂજન કરવામાં આવે છે. શ્રીત્રિવિક્રમ મઠમાં શ્રદ્ધાવાનો પુષ્પસેવા કરી શકે છે. આ મઠને સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુની સિદ્ધ પાદુકાઓ પણ પ્રદાન કરવામાં આવી છે, જેના પર શ્રદ્ધાવાનો સુગંધિત જળથી અભિષેક કરી શકે છે. સંધ્યા આરતી પછી લગભગ રાત્રે ૮.૦૦ વાગ્યે મઠ બંધ કરવામાં આવે છે.

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના સંકલ્પ અનુસાર શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં દરરોજ રાત્રે થતી શ્રીરામરસાયન પઠન સેવાની જેમ જ શ્રદ્ધાવાનો શ્રીત્રિવિક્રમ મઠમાં પણ શુભંકરા અને અશુભનાશિની નવરાત્ર દરમિયાન રાત્રે પઠન કરી શકે છે.

આપણાં રક્ષક શ્રીહનુમાનજી

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ શ્રીહનુમાનજીની ઉપાસના માટે ‘શ્રીહનુમાનચલીસા’ સ્તોત્રનું મહત્ત્વ સર્વ શ્રદ્ધાવાનોને સમજાવ્યું છે. ઘણા શ્રદ્ધાવાનો શ્રીગુરુચરણમાસમાં એટલે કે વટપૂર્ણિમાથી ગુરુપૂર્ણિમાના સમયગાળા દરમિયાન હનુમાનચાલીસાનો અધિકાધિક પાઠ કરે છે. શનિની સાડેસાતીનું કષ્ટ ન થાય, એ માટે હનુમાનજીની ઉપાસના કરવાની પરંપરા પણ અનેક સ્થળોએ પ્રચલિત છે.

‘ભૂત પિશાચ નિકટ નહીં આવૈ... મહાવીર જબ નામ સુનાવૈ...’

જ્યાં મહાવીર શ્રીહનુમાનજીનાં નામનું સ્મરણ કરવામાં આવે છે, ત્યાં ભૂત-પિશાચ અને દુષ્ટ શક્તિઓ નજીક પણ ફરકતી નથી. આવો મહિમા ધરાવતા આ શ્રીહનુમાનજી ભગવદ્‌ભક્તોનાં જીવનને સહજ, સુંદર અને આનંદમય બનાવનારા છે.

મહાન સંત શ્રીતુલસીદાસજી દ્વારા રચિત ‘શ્રીરામચરિતમાનસ’ ગ્રંથના જે ભાગમાં હનુમાનજીનાં પરાક્રમનું વર્ણન જોવા મળે છે, એ સુંદરકાંડ પર સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુએ દૈનિક ‘પ્રત્યક્ષ’ માં ૧૬૪૪ અગ્રલેખોની લેખમાળા લખી. આ સાથે જ તેમણે પોતાના પ્રવચનો અને લેખન દ્વારા અનેક વાર સુંદરકાંડના પાઠનું મહત્ત્વ પણ સમજાવ્યું છે.

Atulitbaladham as a Place for Strengthening Bhakti and Maryada
શ્રીઅતુલિતબલધામમાં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનું પૂજન કરતાં શ્રદ્ધાવાનો

Photo Gallery

Hanumanta, who is the support, guide, and ideal for Shraddhavans on the path of Bhakti and is endowed with incomparable strength, is 'Atulitbaladham' in Ratnagiri (Maharashtra), established according to the Sankalpa of Sadguru Shree Aniruddha.