શ્રદ્ધાવાનો માટે ઉદી એક રામબાણ ઉપાય છે; શ્રદ્ધાવાનો માટે ઉદીનો અર્થ છે - મુશ્કેલીનાં સમયે સૌથી પહેલાં યાદ આવતો આશ્વાસન આપનારો સહારો. સમસ્યા શારીરિક હોય, ભૌતિક હોય કે આધ્યાત્મિક, ઉદી કપાળ પર (આજ્ઞાચક્રનાં સ્થાને) અને ગળા પર (વિશુદ્ધચક્રનાં સ્થાને) લગાવવી જોઈએ તથા ઉદીનું સેવન કરવું જોઈએ અને પોતાનાં સદ્‌ગુરુ બધુ સંભાળી લેશે - એવો શ્રદ્ધાવાનોનો દૃઢ વિશ્વાસ હોય છે.

વર્ષ ૨૦૦૯માં શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્‌માં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ દ્વારા શ્રદ્ધાવાનોને ઉદીનું વિતરણ

ઉદીના અસંખ્ય અનુભવો

કોઈ પણ સમસ્યાનું માનવીય સ્તરે નિરાકરણ લાવવા માટે કરવામાં આવતા પ્રયત્નોને ઉદી લગાવવાથી આધ્યાત્મિક બળ મળે છે - એવો શ્રદ્ધાવાનોનો દૃઢ વિશ્વાસ અને અનુભવ છે.

અનેક શ્રદ્ધાવાનોએ આ પવિત્ર ઉદી પર અતૂટ શ્રદ્ધા રાખીને તેને લગાવવાથી અથવા ગ્રહણ કરવાથી બીમારીમાં રાહત મળવાનો, સંકટથી રક્ષણ થવાનો, મનનો ભ્રમ દૂર થવાનો અને દુઃખનાં સમયે સહારો મળવાનો અનુભવ કર્યો છે. ઉદીને કપાળ પર અને ગળા પર કંઠકૂપ પાસે લગાવવાનું વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ છે.

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ શ્રદ્ધાવાનોને હંમેશાં કહે છે કે ઘરની બહાર નીકળતા સમયે અથવા પ્રવાસ દરમિયાન ઉદી પોતાની સાથે રાખવી. આ જ ઉદી આપણી આધ્યાત્મિક સાથી બને છે અને આપણું રક્ષણ કરે છે.

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ આવી પવિત્ર અને અક્ષય ઉદી શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં બધા માટે દરરોજ, ચોવીસ કલાક, નિરંતર ઉપલબ્ધ કરાવી છે અને શ્રદ્ધાવાનો ત્યાંથી ઉદી નિઃશુલ્ક લઈ જઈ શકે છે.

શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં ઉદી, ઉદીકુંડમાં રાખવામાં આવે છે અને કોઈ પણ શ્રદ્ધાવાન કોઈ પણ સમયે પોતાનાં હાથે ઉદી લઈ શકે છે. આ માટે કોઈ પ્રતિબંધ નથી, કોઈ ઔપચારિક પ્રક્રિયા કે કર્મકાંડ નથી અને કેટલી ઉદી લેવી તેની પણ કોઈ મર્યાદા નથી. શ્રદ્ધાવાનોને ઉદી ઘરે લઈ જવાની, તેને સાચવીને રાખવાની, ગમે ત્યારે કપાળ પર અને ગળા પર લગાવવાની તથા પોતાનાં પ્રિયજનોને વહેંચવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.

“પવિત્ર ઉદી શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં બધા માટે સદૈવ ઉપલબ્ધ રહે છે. ઉદી લેવા આવેલ કોઈ પણ શ્રદ્ધાવાન ખાલી હાથે પાછો ફરતો નથી અને કોઈને પણ ઉદી લેવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી નથી.”

જેવી રીતે શ્રદ્ધાવાનો સાથે સદ્‌ગુરુનું અસ્તિત્વ સદૈવ રહે છે, એવી જ રીતે તેમની કૃપા પણ બધા માટે નિરંતર ઉપલબ્ધ છે. ઉદીકુંડ તેનું એક પ્રત્યક્ષ ઉદાહરણ છે.

બાપુની કૃપાથી કોવિડનાં સમયે અમારા પરિવારનું રક્ષણ કેવી રીતે થયું...

પવિત્ર ઉદી એક જીવંત અનુભૂતિ છે

શ્રી સાઈસચ્ચરિત્રમાં પવિત્ર ઉદીનાં દૈવી પ્રભાવનાં અનેક અનુભવો જોવા મળે છે. જામનેરમાં નાનાસાહેબ ચાંદોરકરની પુત્રીની પ્રસૂતિ ઘણા સમય સુધી થઈ શકી નહોતી અને પરિસ્થિતિ અતિશય ગંભીર તથા પ્રાણઘાતક બની ગઈ હતી. આ સમયે ત્યાં ઉપલબ્ધ બધા ઉપાયો નિષ્ફળ થયાં હતા. આ નિર્ણાયક સમયે શ્રી સાઈનાથે શિરડીથી સો માઈલથી પણ વધુ દૂર આવેલાં જામનેરમાં ઉદી સાથે પોતાની આરતી મોકલી. પૂર્ણ વિશ્ર્‍વાસ સાથે એ ઉદીને પાણીમાં મેળવીને ચાંદોરકરની પુત્રીને આપવામાં આવી અને આ સમયે બાબાની આરતી ગાવામાં આવી.

થોડી જ મિનિટોમાં એ ગંભીર સંકટ દૂર થઈ ગયું અને તેની પ્રસૂતિ સુખરૂપ થઈ. ઉદીનાં માધ્યમથી ભયાવહ પરિસ્થિતિ સહનીય બની જાય છે અને અશક્ય લાગતી વાત શક્ય બની જાય છે. કારણ કે ઉદી શ્રી સાઈબાબાની કૃપાનું એક જીવંત માધ્યમ છે. આ પ્રસંગ અતિશય પ્રભાવશાળી રીતે આ વાતને રેખાંકિત કરે છે કે ઉદી માત્ર પવિત્ર ભસ્મ નથી.

શ્રદ્ધાવાનોનો વિશ્ર્‍વાસ છે કે ઉદીમાં સદ્‌ગુરુનાં આશીર્વાદ અને કૃપા સમાયેલાં છે.

શ્રી સાઈસચ્ચરિત્રનો બીજો એક પ્રસંગ ઉદીનાં સામર્થ્ય અને પ્રભાવને સુંદરતાથી સ્પષ્ટ કરે છે. બાળાજી નેવાસકરનાં વાર્ષિક શ્રાદ્ધનાં દિવસે આમંત્રિત અતિથિઓની સરખામણીમાં ઘણા વધારે અતિથિઓ આવે છે અને એવું લાગવા લાગે છે કે બનાવેલું ભોજન ઓછું પડશે. તેનાથી થનારી માનહાનિની આશંકાથી નેવાસકરનાં પત્ની વ્યથિત થાય છે. એ સમયે તેમનાં સાસુ તેમને વાસણોમાં રહેલા ભોજનમાં ઉદી મેળવીને એ વાસણોને ઢાંકીને રાખવાની અને સાઈબાબાનું સ્મરણ કરતાં શ્રદ્ધાપૂર્વક ભોજન પીરસવાની સલાહ આપે છે.

પૂર્ણ વિશ્ર્‍વાસ સાથે આવુ કરતાં એ ભોજન બધા માટે પૂરતું થાય છે અને વધે પણ છે.

ઉદી માત્ર પવિત્ર ભસ્મ નથી

“આ અનુભવો આપણને એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતનો બોધ કરાવે છે - ‘જેવી આપણી શ્રદ્ધા, તેવું ઉદીનું કાર્ય.’”

શ્રદ્ધાથી ઉદી લગાવવાથી અશાંત મનને શાંતિ અને સાંત્વના મળે છે. સમર્પણની ભાવનાથી ઉદી ગ્રહણ કરવાથી તે મનનું સામર્થ્ય અને સાહસ વધારે છે. ઉદીને હંમેશાં પોતાની સાથે રાખવાથી તે સુરક્ષા કવચની જેમ કાર્ય કરે છે અને કૃતજ્ઞતા સાથે ઉદીનો સ્વીકાર કરવાથી ભક્તિ વધારે દૃઢ બને છે.

થોડાં વર્ષો પહેલાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ સ્વયં શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં આ જ ઉદી પોતાનાં હાથે શ્રદ્ધાવાનોને આપી હતી. જેમને બાપુનાં હાથે ઉદી મળી, તેમનાં માટે તે ક્ષણ ખરેખર પવિત્રતાની પરાકાષ્ઠા હતી. સ્વયં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ પાસેથી મળતી ઉદી વિશે શ્રદ્ધાવાનોની એ જ ભાવના હતી કે તેનાથી તેમનાં આશીર્વાદ, કરુણામય સ્પર્શ અને સંરક્ષણનું મૌન આશ્વાસન પ્રાપ્ત થાય છે.

પ્રત્યેક શ્રદ્ધાવાનને પોતાનાં હાથે ઉદી આપવી સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ માટે શક્ય ન હોવાથી, તેમનાં સંકલ્પ અને આશીર્વાદથી આ પવિત્ર ઉદી ઉદીકુંડ દ્વારા સર્વ શ્રદ્ધાવાનો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.

જ્યારે બાપુ સ્વયં ઉદી આપતા હતા, ત્યારે શ્રદ્ધાવાનો આ પવિત્ર ક્ષણની ખૂબ આતુરતાથી રાહ જોતાં હતાં અને જ્યારે તેમની અંજલિમાં ઉદી આપવામાં આવતી હતી, ત્યારે તેમને એવું લાગતું હતું કે જાણે બાપુની કૃપા જ તેમનાં હાથમાં ઊતરી આવી હોય. આ સામાન્ય લાગતી ક્રિયામાં અપાર આધ્યાત્મિક સામર્થ્ય હતું. તેણે ત્યાં ઉપસ્થિત લોકોનાં મનમાં શ્રદ્ધાને વધુ દૃઢ કરી, શરણાગતિની ભાવનાને વધુ ગહન કરી તથા તેમનાં હૃદયમાં એ ક્ષણની અમિટ છાપ અંકિત કરી દીધી.

અંતે ઉદી આપણને આ જ શીખવે છે કે સદ્‌ગુરુકૃપા સદૈવ સરળ, વિનમ્ર અને સામર્થ્યશાળી સ્વરૂપે આપણી સાથે રહે છે.

ઉદી અર્થાત આશીર્વાદ. ઉદી અર્થાત સંરક્ષણ. ઉદી અર્થાત આશ્વાસન. ઉદી અર્થાત સદ્‌ગુરુની નિરંતર પ્રવાહિત થનારી કૃપાનું સાકાર સ્વરૂપ.

Shraddhavans taking Udi from Udikund in Shree Aniruddha Gurukshetram
શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌નાં ઉદીકુંડમાંથી ઉદી લેતાં શ્રદ્ધાવાનો
Shraddhavans taking Udi prasad
Shraddhavans taking Udi prasad
Shraddhavans taking Udi prasad
Shraddhavans taking Udi prasad
Sadguru Shree Aniruddha Bapu offers His sacred touch to the Udi, blessing it with divine grace.
Sadguru Shree Aniruddha Bapu offers His sacred touch to the Udi, blessing it with divine grace.
Shraddhavans, filled with reverence and gratitude, receive the sacred Udi from the hands of Sadguru Shree Aniruddha Bapu at Shree Gurukshetram.
Shraddhavans, filled with reverence and gratitude, receive the sacred Udi from the hands of Sadguru Shree Aniruddha Bapu at Shree Gurukshetram.