ઋગ્વેદનાં પ્રથમ મંડળના ૧૫૫માં સૂક્તમાં સ્વયંભગવાન ત્રિવિક્રમનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે...

“વિશાળ વિશ્ર્‍વનાં કલ્યાણ માટે ત્રણ ચરણોમાં ત્રૈલોક્યને વ્યાપ્ત કરનારા દયાળુ, તારક, શત્રુરહિત અને ઉદાર ત્રિવિક્રમનાં પરાક્રમનું આપણે વારંવાર સ્તવન કરીએ છીએ.”

સ્વયંભગવાન શ્રી ત્રિવિક્રમનાં આ ત્રણ ચરણો અને ત્રણ પરાક્રમો (ત્રિષુ વિક્રમણેષુ)નું અતિશય સુંદર વર્ણન ત્રિવિક્રમ વિષ્ણુસૂક્તમાં પ્રાપ્ત થાય છે...

“હવે હું વિષ્ણુનાં પરાક્રમોનું ગમે એટલું વર્ણન કરું, તો પણ તે ઓછું જ હશે. તેમણે સમસ્ત ભુવનોને વ્યાપ્ત કરી લીધાં છે. એટલું જ નહીં, પરંતુ અતિશય ઉચ્ચ દેવલોકને પણ તેમણે જ સંભાળી રાખ્યો છે. માત્ર ત્રણ અલગ - અલગ ચરણ મૂકીને તેમણે સર્વ કંઈ વ્યાપ્ત કરી લીધું છે.”

વેદોથી લઈને પુરાણો સુધી, એટલું જ નહીં, તો અહીં સુધી કે ઉપનિષદોમાં પણ રચનાકારો, કર્તાઓ અને ભાષ્યકાર બ્રહ્મર્ષિઓએ ‘ત્રિવિક્રમતત્ત્વ’ને અતિશય સુંદર અને સરળ શબ્દોમાં રજૂ કર્યું છે.

ઋગ્વેદનાં ત્રિવિક્રમવિષ્ણુસૂક્ત, પુરુષસૂક્ત, બૃહદારણ્યક ઉપનિષદ (પ્રથમ અધ્યાય, ચતુર્થ બ્રાહ્મણ), શ્વેતાશ્વતર ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, માંડૂક્ય ઉપનિષદ, નારદ ભક્તિસૂત્ર, વિષ્ણુપુરાણ, ભાગવત મહાપુરાણ, નારદપુરાણ તથા ત્યાર પછીના કાળમાં મહાભારત, હરિવંશમ્, ગીતા, વાલ્મીકિ રામાયણ, આનંદરામાયણ, અદ્ભુતરામાયણ, અધ્યાત્મરામાયણ અને રામરક્ષા જેવી વિવિધ રચનાઓમાં પણ ‘ત્રિવિક્રમતત્ત્વ’નું સુંદર નિરૂપણ પ્રાપ્ત થાય છે.

સ્વયંભગવાન શ્રી ત્રિવિક્રમ વિશે ‘તુલસીપત્ર’ અગ્રલેખોની શ્રૃંખલામાં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ કહે છે...

“‘મૂળ શ્રીગુરુ’ અર્થાત ભગવાન શ્રીદત્તાત્રેય અને ‘મૂળ સદ્‌ગુરુ’ અર્થાત ત્રિવિક્રમ.”

સ્વયંભગવાન ત્રિવિક્રમનાં ત્રણ ચરણોનું મનુષ્યો માટે મહત્ત્વ સમજાવતાં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ ‘તુલસીપત્ર’ અગ્રલેખોની શ્રૃંખલામાં કહે છે...

“આ સ્વયંભગવાન ત્રિવિક્રમ માત્ર ત્રણ ચરણોમાં કોઈ પણ વસ્તુને ઓળંગી શકે છે. માત્ર ત્રણ ચરણોમાં "એ" શ્રદ્ધાવાનની પોકાર સાંભળતાં જ દોડતા આવે છે, અર્થાત્ "એ" શ્રદ્ધાવાનથી માત્ર ત્રણ પગલાંના અંતરે રહે છે અને સદૈવ ત્યાં જ રહે છે. આ ત્રિવિક્રમ માત્ર તમારા છે. તમારા માટે જ આવ્યાં છે. પ્રત્યેક ક્ષણે તમારો આધાર બનવા માટે.

પ્રત્યેક મનુષ્યનાં અભ્યુદય થતા સમયે "એ" પ્રપંચ અને અધ્યાત્મમાં સુખી તથા આનંદિત થતા જાય છે. સાથે જ તેનાં જીવનમાં આવતી મુશ્કેલીઓનાં સમયે સદ્‌ગુરુતત્ત્વ અર્થાત ભગવાન ત્રિવિક્રમ તેને પોતાની સાથે બાંધી લે છે અને સાચા શ્રદ્ધાવાનને કોઈ પણ સંકટમાંથી મુક્ત કરે છે.

આવા સ્વયંભગવાનનાં પૂજન અને ઉપાસનાનું મહત્ત્વ સમજાવતાં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ કહે છે...

“શ્રી ત્રિવિક્રમની પૂજા, ઉપાસના અને કોઈ પણ પ્રકારે કરવામાં આવેલી ભક્તિ એ શ્રદ્ધાવાનો માટે કોઈ પણ સ્તરનાં અને કોઈ પણ પ્રકારનાં અભાવ, દૈન્ય તથા દુર્બળતાને દૂર કરવાનો નિશ્ચિતપણે ફળદાયી માર્ગ છે.

આ ત્રિવિક્રમ સ્વયં ‘સગુણ’ છે અને નિશ્ચિત રુપે નવ-અંકુર-ઐશ્વર્યોથી પૂર્ણતઃ સંપન્ન છે. ભક્તોની સ્વયંભગવાન ત્રિવિક્રમ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્ર્‍વાસનું ચાર ગણું ફળ આ ત્રિવિક્રમ તેમને નિરંતર આપતા રહે છે, છતાંય તેમની પાસે નવ-અંકુર-ઐશ્વર્યોનો ભંડાર સદૈવ અક્ષય રહે છે.

ત્રિવિક્રમની ઉપાસના અથવા પૂજા એ માત્ર ‘સાકાર’ રૂપની અથવા કોઈ પવિત્ર આકૃતિની ઉપાસના નથી, પરંતુ તે પવિત્રતમ અને મહાદિવ્ય ‘સગુણ’ની ઉપાસના છે, ગુણોની ઉપાસના છે, એ ગુણોનો લાભ પ્રાપ્ત કરવા માટે.

ત્રિવિક્રમનાં ભક્તો સ્વયં પોતાનાં જીવનને સુખી, તૃપ્ત, સમર્થ અને મંગલમય બનાવે જ છે, સાથે સાથે એ શ્રદ્ધાવાનો બીજાનું પણ હિત કરે છે.

અકારણ કરુણા, ક્ષમા અને ભક્તિની સ્વીકૃતિ - આ ત્રણ આદ્ય ચરણોવાળા ત્રિવિક્રમ શ્રદ્ધાવાનનાં સુખી અને સમર્થ જીવનની મંગલમય આકૃતિ છે. આ ત્રિવિક્રમ આ ત્રિમિતીય (થ્રી-ડાયમેન્શનલ) જગતમાં માત્ર શ્રદ્ધાવાનો માટે વિદ્યમાન ત્રિવિધ આધાર છે. "એ" સ્થૂલ, સૂક્ષ્મ અને તરલ સ્તરે આધાર છે તથા કોઈ પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને પોતાનામાં સમાવી લેનારા, અર્થાત્ સર્વ કંઈ વ્યાપ્ત કરનારા છે.”

આપણા ભારતવર્ષમાં સદ્‌ગુરુની પાદુકાઓ અને તેમનાં ચરણોની મહિમા તથા મહત્ત્વ અપરંપાર છે. પોતાનાં સદ્‌ગુરુનાં ચરણોનું પૂજન કરવાની ઇચ્છા દરેક સદ્‌ગુરુભક્તનાં મનમાં હોય છે અને ‘ગુરુપૂર્ણિમા’ જેવા અતિશય પવિત્ર દિવસે સદ્‌ગુરુનાં ચરણોનાં દર્શન અને પૂજન કરવાની વાતને ભક્તજગતમાં અતિશય મહત્ત્વપૂર્ણ સ્થાન છે. સદ્‌ગુરુનાં આ ચરણો મારા જીવનમાં કાર્યરત રહે એ જ આ પૂજન પાછળનો ભાવ હોય છે.

The three footsteps of Swayambhagwan Trivikram
સ્વયંભગવાન શ્રી ત્રિવિક્રમનાં ત્રણ ચરણો
Trivikram Poojan Paduka on the occasion of Guru Pournima
Trivikram Poojan Paduka on the occasion of Guru Pournima
Trivikram Poojan Paduka on the occasion of Guru Pournima
Trivikram Poojan Paduka on the occasion of Guru Pournima
Sadguru Shree Aniruddha Bapu performing poojan on the Trivikram Poojan Paduka on the occasion of Guru Pournima

Poojan performed on the Trivikram Poojan Paduka on the occasion of Guru Pournima