કઠોર સ્વસ્તિક્ષેમ તપશ્ચર્યાનાં ત્રિવિધ માર્ગ
બાપુની તપશ્ચર્યા ત્રણ ચરણોમાં થઈ -
- ૧. બાપુએ આદિમાતા ચંડિકાની બ્રહ્મત્રિપુરસુંદરી સ્વરૂપે ઉપાસના કરી.
- ૨. બાપુએ બલા અતિબલા ઉપાસના કરી.
- ૩. સાવિત્રી વિદ્યાની ઉપાસના કર્યા પછી બાપુએ શ્રીવિદ્યા ઉપાસના કરી.
આ માટે બાપુએ ત્રિમિતીય શ્રીયંત્ર બનાવડાવ્યું અને તેની વિધિવત્ પ્રતિષ્ઠાપના કરી (તેને સિદ્ધ કર્યું).
સર્વાંગ બ્રહ્માસ્ત્ર
યુક્ત ત્રિવેણી
મન, પ્રાણ અને શરીર આ ત્રણેય મળીને માનવ અસ્તિત્વની ત્રિવેણી બનાવે છે, જે બે અવસ્થાઓમાંથી કોઈ એકમાં હોઈ શકે છે:
મુક્ત ત્રિવેણી
આ અવસ્થામાં મન અને પ્રાણ પ્રજ્ઞા (ઉચ્ચ જ્ઞાન) સાથે જોડાયેલાં હોય છે અને પ્રજ્ઞાના માધ્યમથી તેઓ મહાપ્રજ્ઞા તથા આદિમાતા સાથે પણ જોડાયેલાં હોય છે. એનાથી વાસ્તવિક આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખુલે છે. મોટાભાગના લોકો યુક્ત ત્રિવેણીની અવસ્થામાં જ ફસાયેલા રહે છે.
સર્વાંગ કરુણાશ્રય
વિશ્વમાં બે પ્રકારની શક્તિઓ હોય છે જીવન વિઘાતક (જીવનનો ક્ષય કરનારી શક્તિઓ) અને જીવન સંવર્ધક (જીવનનું પોષણ કરનારી શક્તિઓ). સર્વાંગ કરુણાશ્રયનો ઉદ્દેશ મનુષ્યના જીવનમાં જીવન-વિઘાતક શક્તિઓનો નાશ કરીને જીવન સંવર્ધક શક્તિઓને વિકસિત કરવાનો અને તેમને સુદૃઢ બનાવવાનો છે.
મૂળતઃ ઘણી વાર મનુષ્ય જીવન વિઘાતક અને જીવન સંવર્ધક આ બંને શક્તિઓ વચ્ચેનો ભેદ ઓળખી શકતો નથી, ભ્રમિત થઈ જાય છે અને છેતરાઈ જાય છે. પરંતુ જેણે સર્વાંગ કરુણાશ્રયનો આશ્રય લીધો છે, તેના જીવનમાં જીવન વિઘાતક શક્તિઓ પ્રવેશ જ કરી શકતી નથી અને આધ્યાત્મિક પ્રગતિ માટે પોષક શક્તિઓ નિરંતર વધતી રહે છે.

સનાતન અગ્નિ વૈશ્વાનરનું આવાહન
अश्वो न क्रन्दञ्जनिभिः समिध्यते वैश्वानरः कुशिकेभिर्युगे युगे ।
स नो अग्निः सुवीर्यं स्वश्व्यं दधातु रत्नममृतेषु जागृविः ।।(અશ્વો ન ક્રન્દઞ્જનિભિઃ સમિધ્યતે વૈશ્વાનરઃ કુશિકેભિર્યુગે યુગે, સ નો અગ્નિઃ સુવીર્યં સ્વશ્વ્યં દધાતુ રત્નમમૃતેષુ જાગૃવિઃ)
ઋગ્વેદ ૩-૨૬-૩
જેવી રીતે મૂળ પ્રાણશક્તિ દ્વારા પ્રાણાગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે, એવી રીતે કૌશિક વંશની મહાન વિભૂતિઓ દ્વારા અપવિત્રતાનો નાશ કરનારી પવિત્ર યજ્ઞાગ્નિ વૈશ્વાનર યુગે યુગે વારંવાર પ્રજ્વલિત કરવામાં આવે છે.
કૌશિક વંશ (કુળ) અર્થાત ઋષિ વિશ્વામિત્રનો વંશ (કુળ). વિશ્વામિત્ર દ્વારા ઉપદેશિત પવિત્ર વિદ્યાઓનો જે કોઈ સાધક બને છે, તે સ્વાભાવિક રીતે કુશિક કુળનો બની જાય છે. સદ્ગુરુ અનિરુદ્ધ બાપુના યજ્ઞનો એક મંત્ર વાસ્તવમાં એ દીક્ષા મંત્ર છે, જે ઋષિ વિશ્વામિત્રે શ્રીરામને આપ્યો હતો. સદ્ગુરુ બાપુ ગાયત્રીમાતાનાં અનન્ય ઉપાસક છે અને આ તપશ્ચર્યા દરમિયાન તેમણે બલા અતિબલા ઉપાસના કરી. તેથી સદ્ગુરુ બાપુ સ્વાભાવિક રીતે ઋષિ વિશ્વામિત્રના કુશિક કુળની મહાન વિભૂતિ બન્યાં છે.
સ્વસ્તિક્ષેમ તપશ્ચર્યાની આ કઠોર સાધનાનાં સમગ્ર સમયગાળા દરમિયાન સદ્ગુરુ બાપુનું હૃદય દિવ્ય માતા સાથે અખંડ અને અવિચ્છિન્ન અનુસંધાનમાં રહ્યું. આ આંતરિક સ્પંદનની સાથે વિવિધ અનુષ્ઠાનો, પારાયણો, ધ્યાન વગેરે અનેક તપઃસાધનાઓનો સંયોગ થયો અને તેમાંથી એક સામર્થ્યશાળી આધ્યાત્મિક વાતાવરણ નિર્મિત થયું.
કુંડપાય્ય યજ્ઞ
સદ્ગુરુ બાપુએ પોતાની તપશ્ચર્યા દરમિયાન કરેલો યજ્ઞ ‘કુંડપાય્ય યજ્ઞ’ કહેવાય છે. તેની વિશેષતાઓ આ પ્રમાણે છે:
- ૧. કુંડપાય્ય યજ્ઞ ‘વિષમ-અષ્ટાસ્ત્રમ્ કુંડ’ તરીકે ઓળખાતા વિશેષ યજ્ઞકુંડમાં કરવામાં આવે છે.
- ૨. કુંડપાય્ય યજ્ઞમાં મુખ્યત્વે ‘અહં’ (‘સ્વ’)નું યજ્ઞાગ્નિમાં હવન કરવું એ જ તેનું મૂળ તત્ત્વ છે.
- ૩. આ યજ્ઞમાં અધ્વર્યુ, ઋત્વિક, હોતા, ઉદ્ગાતા, યજમાન વગેરે તમામ ઋત્વિજોની ભૂમિકાઓ એક જ વ્યક્તિ નિભાવે છે.
- ૪. આ યજ્ઞ વ્યષ્ટિ અને સમષ્ટિ બંનેના કલ્યાણ માટે કરવામાં આવે છે.
- ૫. યજ્ઞકર્તા (યજ્ઞ કરનારી વ્યક્તિ) સમગ્ર વિશ્વનું પ્રતિનિધિત્વ કરે છે.
यस्ते शृङ्गवृषो नपात् प्रणपात् कुण्डपाय्यः ।
न्यस्मिन् दन आ मनः ।।(યસ્તે શૃઙ્ગવૃષો નપાત્ પ્રણપાત્ કુણ્ડપાય્યઃ, ન્યસ્મિન્ દન આ મનઃ)
ઋગ્વેદ ૮-૧૭-૧૩
‘શૃંગ’ શબ્દનો અર્થ ઋષિ અને સૂર્યકિરણ છે. હે જીવનદાયી કિરણોની વર્ષા કરનારા સૂર્યને નીચે પડવા ન દઈને અંતરિક્ષમાં સ્થિર રાખનારા ભગવાન, અર્થાત જ્ઞાન પ્રદાન કરનારા ઋષિઓને તેમના સ્થાનેથી ચ્યુત ન થવા દેતા આચાર્યપદ પર સ્થિર રાખનારા ભગવાન, આ ‘કુંડપાય્ય’ યજ્ઞ માત્ર તમને જ સમર્પિત છે. અમારા આ યજ્ઞમાં અમે તમને નીચે પડવા નહીં દઈએ, અર્થાત અમે ક્યારેય એવું કોઈ આચરણ નહીં કરીશું, જેના કારણે તમને અમારા પર લજ્જા આવે.
આ અત્યંત સુંદર પ્રાર્થના જ કુંડપાય્ય યજ્ઞનો સંકલ્પ છે.
કુંડપાય્ય યજ્ઞમાં સ્વયં સદ્ગુરુ બાપુએ વેદોક્ત મંત્રો સાથે પવિત્ર અગ્નિમાં આહુતિઓ અર્પણ કરી.
‘મદર્થ ઝટતો કિતી બાપુ માઝા’
(‘મારા માટે કેટલો પરિશ્રમ કરે છે મારા બાપુ’)
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ આ કઠોર તપશ્ચર્યા માત્ર પોતાના શ્રદ્ધાવાન મિત્રોના કલ્યાણ માટે કરી. મનુષ્યની અસહાયતા અને આ સંસારમાં તેને જે અસંખ્ય સંઘર્ષોનો સામનો કરવો પડે છે, તેનો તેમને ગહન અહેસાસ હતો. તેથી પોતાના શ્રદ્ધાવાન મિત્રોને બળ આપવા, તેમનું રક્ષણ કરવા અને તેમનું ઉત્થાન કરવા માટે એક દિવ્ય માધ્યમ સ્વરુપે તેમણે આ પવિત્ર તપશ્ચર્યાની સંકલ્પના કરી.
સ્વસ્તિક્ષેમ તપશ્ચર્યાનો આરંભ આસો (અશુભનાશિની) નવરાત્રિનાં પવિત્ર દિવસોમાં થયો. આ પર્વ આપણી દિવ્ય આદિમાતા દ્વારા સમગ્ર અનિષ્ટ અને અશુભ પર પ્રાપ્ત વિજયનો ઉત્સવ છે. આપણા (શ્રદ્ધાવાનોના) જીવનના અશુભત્વ અર્થાત રાક્ષસચમૂનો નાશ થાય અને શ્રદ્ધાવાનોના જીવનમાં ધર્મ, વિજય તથા નિર્મલ આનંદનું પ્રતીક રામનવમીનો સૂર્ય હંમેશા પ્રકાશિત રહે - એ જ આ તપશ્ચર્યાનો ઉદ્દેશ હતો.
જ્યારે આપણે સદ્ગુરુ અનિરુદ્ધ બાપુની તપશ્ચર્યાની ગહનતા, તેમના પ્રયાસોની પરાકાષ્ઠા અને દરેક શ્રદ્ધાવાનના કલ્યાણ માટે તેમની અંદર રહેલી અપાર તડપનું મનન કરીએ છીએ, ત્યારે આપણા અંતઃકરણમાં માત્ર એક જ ગહન અનુભૂતિ જાગે છે -













