મનુષ્ય જીવનનાં સંઘર્ષોનો સામનો કરવાનો પ્રયાસ કરતા સમયે જાણતા-અજાણતા ઘણી વાર પ્રજ્ઞાપરાધ, અર્થાત બુદ્ધિની વિરુદ્ધ ખોટું આચરણ કરી બેસે છે. તેનાં પરિણામે તેનાં જીવનમાં મુશ્કેલીઓની એક અંતહીન હારમાળા શરૂ થાય છે. ધીમે ધીમે તેનાં જીવનને આધાર આપનારા ત્રણ મહત્ત્વપૂર્ણ સ્તંભ — કાલ, કામ અને આરોગ્ય — નબળા પડવા લાગે છે અને જીવનનાં સામાન્ય પ્રવાહને સુચારુ રુપે આગળ વધારવો વધુ ને વધુ કઠિણ બનતો જાય છે.

“જ્યારે મેં કંઈ ખોટું કર્યું જ નથી, તો મારે દુઃખ શા માટે સહન કરવું પડે છે?”

આ પ્રશ્ન મનુષ્ય પોતાની જાતને અને અંતે પરમેશ્વરને પૂછે છે. સમય પસાર થતાની સાથે પરમેશ્વરનાં ન્યાય પર તેની શ્રદ્ધા ઓછી થવા લાગે છે. આગળ જતાં પરમેશ્વરના અસ્તિત્વને લઈને જ તેના મનમાં દ્વંદ્વ ઊભું થવા લાગે છે અને મન સંદેહ તથા બેચેનીથી ઘેરાઈ જાય છે.

વિજ્ઞાનમાં જેને આપણે ઉત્ક્રાંતિવાદ કહીએ છીએ, તે “જે સૌથી વધુ સક્ષમ છે, તે જ ટકી રહે છે” (survival of the fittest) એ સિદ્ધાંત અનુસાર કાર્ય કરે છે. પ્રકૃતિમાં જે સક્ષમ છે તે જ ટકી રહે છે, જ્યારે જે સક્ષમ નથી તે ધીમે ધીમે નાશ પામે છે. એ જ રીતે જીવનનાં સંઘર્ષોમાં ટકી રહેવા માટે આપણે સક્ષમ બનવું જરૂરી છે. પરંતુ દુઃખ, ભય અને વારંવાર મળતી નિષ્ફળતાઓથી ત્રસ્ત મનુષ્યમાં પોતાના પ્રયાસોથી આવી ક્ષમતા પ્રાપ્ત કરવા માટે જરૂરી આંતરિક બળ ઘણી વાર શેષ રહેતું નથી.

આ ચક્રવ્યૂહમાં સતત ફસાયેલી માનવજાતની અસહાયતા જોઈને સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં હૃદયમાંથી કરુણા ઊમટી પડી. મનુષ્યને સતત મુશ્કેલીઓ, સંકટો, દુઃખો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરતાં જીવન જીવવું પડી રહ્યું હતું. આ બધા પડકારો સામે કાયમી સ્વરુપે વિજય પ્રાપ્ત કરવા માટે આવશ્યક બળ તેમને પ્રાપ્ત થાય, એ જ ઉદ્દેશથી ૮ મે થી ૧૭ મે ૨૦૧૧ દરમિયાન શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

બીજા શબ્દોમાં કહીએ તો, જો કોઈ વ્યક્તિમાં આદિમાતા સુધી પહોંચવાની ક્ષમતા ન હોય, તો પણ તેના પ્રાણમય દેહનાં શક્તિકેન્દ્રોને સુદૃઢ કરીને તથા તેમની વચ્ચે સુવ્યવસ્થા અને સુમેળ (હાર્મની) સ્થાપિત કરીને આ ઉત્સવે તેને આ આદિમાતા ચંડિકા, આ દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર પ્રદાન કર્યો.

આ દુર્ગાની અત્યંત દુર્લભ આરાધના છે. આ આરાધના દુર્લભ એટલા માટે છે કે તેના માટે અનેક દૈવી યોગો એકસાથે મળવા અને અનેક પવિત્ર સંકલ્પો પહેલેથી પૂર્ણ થયેલાં હોવા જરૂરી છે.

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ ૧૯૯૬થી જ આ માટે શ્રદ્ધાવાનોને તૈયાર કરી રહ્યા હતાં.

શિર્ડી, અક્કલકોટ, આળંદી અને ગોવાની ચાર રસયાત્રાઓ; જુઈનગરમાં શ્રીક્ષેત્ર સદ્‌ગુરુનિવાસ ગુરુકુળની સ્થાપના કરીને તેમાં ધર્મચક્રની સ્થાપના; શ્રી વ્યંકટેશ સપ્તકોટી જપ; શ્રીક્ષેત્ર પંઢરપુર ભાવયાત્રા; શ્રી જગન્નાથ અષ્ટતીર્થધામ ઉત્સવ; શ્રી ગાયત્રી ઉત્સવ; શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્‌ની સ્થાપના; શ્રી અવધૂતચિંતન ઉત્સવ; શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્‌માં મહિષાસુરમર્દિનીની સ્થાપના; ત્યારબાદ કરવામાં આવેલું વજ્રમંડલપીઠપૂજનમ્‌; અને અંતે શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્‌માં ત્રિવિક્રમની સ્થાપના — આ પ્રત્યેક પવિત્ર સોપાન પર એક એક કરતા આગળ વધ્યાં બાદ જ શ્રદ્ધાવાનોને આ અદ્વિતીય ઉત્સવમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.

શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવનું મહાપૂજન કરતા સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુજી

ઉત્સવનું મહત્ત્વ

માનવ શરીરના પ્રાણમય દેહમાં ૧૦૮ શક્તિકેન્દ્રો હોય છે. તેમાંથી કલિયુગમાં માત્ર ૪૫ કેન્દ્રો સ્વભાવતઃ શુભ હોય છે. પરંતુ જેમની ભક્તિ દૃઢ અને અડગ હોય છે, માત્ર તેમનામાં જ આ કેન્દ્રો પોતાની પૂર્ણ ક્ષમતાથી કાર્ય કરે છે; અન્યથા આ કેન્દ્રો પણ પોતાની સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય કરી શકતાં નથી.

તેમાંથી ૫૨ શક્તિકેન્દ્રો સુપ્ત અને નિષ્ક્રિય હોય છે, જ્યારે બાકીનાં ૧૧ કેન્દ્રો એવાં પ્રવેશદ્વારો સમાન હોય છે, જેના માધ્યમથી નકારાત્મક શક્તિઓને પ્રવેશ મળે છે. આ અગિયાર કેન્દ્રો કલિના પ્રભાવ પ્રત્યે વિશેષ રુપે સંવેદનશીલ હોય છે. આ જ કેન્દ્રોના માધ્યમથી કલિ અન્ય શક્તિકેન્દ્રોને પણ ધીમે ધીમે નબળાં પાડીને વધુ ને વધુ નિષ્ક્રિય અને ઉદાસીન બનાવે છે.

શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવનાં માધ્યમથી શ્રદ્ધાવાનોમાં રહેલાં નિષ્ક્રિય કેન્દ્રો જાગૃત થઈને શુભ માર્ગ તરફ પ્રવૃત્ત થયાં, જ્યારે કલિના પ્રભાવમાં આવેલાં કેન્દ્રો તેના પ્રભાવમાંથી મુક્ત થયાં. સાથે જ શરીરમાં શુભંકર કેન્દ્રોની સંખ્યા અને તેમની શક્તિમાં પણ વધારો થયો.

  1. ૧. માતૃવાત્સલ્ય-વિંદાનમ્‌
    ‘માતૃવાત્સલ્યવિંદાનમ્‌’ ગ્રંથમાં વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવેલું આદિમાતાનું આખ્યાન અને તેના માધ્યમથી પ્રાપ્ત થતું જ્ઞાન, ભક્તિ, આત્મવિશ્વાસ, કવચ તથા સંરક્ષણ — આ બધું જ મહિષાસુરમર્દિનીનાં નવમા અવતાર ‘મંત્રમાલિની’નું સ્વરૂપ છે. આ અવતારની ફલશ્રુતિ જ આ ‘શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવ’ છે.
  2. ૨. કંઠકૂપ પાષાણ પૂજન
    શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવ શરૂ થવાનાં થોડા મહિના પહેલાં આ ઉત્સવમાં સહભાગી થવાની ઇચ્છા ધરાવતા દરેક શ્રદ્ધાવાનને પવિત્ર શ્રીકંઠકૂપ પાષાણ પોતાના ઘરે લઈ જઈને શ્રીદેવીપૂજનમ્‌ કરવાની તક પ્રાપ્ત થઈ. શ્રીકંઠકૂપ પાષાણનું પ્રથમ પૂજન સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ શ્રી હરિગુરુગ્રામમાં કર્યું. ત્યારબાદ હજારો શ્રદ્ધાવાનોએ પોતપોતાનાં ઘરે આ પવિત્ર પાષાણનું આનંદ અને પ્રેમપૂર્વક પૂજન કર્યું. દરેક શ્રદ્ધાવાને એ અડગ શ્રદ્ધા અને અંતઃકરણના ભાવથી શ્રીકંઠકૂપ પાષાણનું સ્વાગત કર્યું કે તેનું પોતાના ઘરમાં આગમન એટલે સાક્ષાત્ આદિમાતાનું જ પોતાના ઘરમાં આગમન. આ પવિત્ર ઉપાસનાથી શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવનો પાવન શુભારંભ થયો.
કંઠકૂપ પાષાણ પૂજન

ચંડિકાનાં ત્રણ દૈવી સ્વરૂપ

શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવ અનેક દૃષ્ટિએ ખરેખર વિશિષ્ટ હતો. આ પવિત્ર ઉત્સવમાં પરમેશ્વરીનાં ત્રણ મુખ્ય સ્વરૂપોની ઉપાસના કરવામાં આવી. એ સ્વરૂપો હતાં—અખિલ કામેશ્વરી અર્થાત સમગ્ર અમંગલનો નાશ કરનારી મહિષાસુરમર્દિનીનું સ્વરૂપ; કાલનિયંત્રી અર્થાત મહાકાલીનું સ્વરૂપ; અને આરોગ્ય ભવાની અર્થાત મહાસરસ્વતીનું સ્વરૂપ.

ઉત્સવ દરમિયાન આ ત્રણેય સ્વરૂપોની પવિત્ર મૂર્તિઓ શ્રી હરિગુરુગ્રામના મુખ્ય મંચ પર બિરાજમાન કરવામાં આવી હતી. મધ્યમાં અખિલ કામેશ્વરી હતાં. તેમની ડાબી બાજુ કાલનિયંત્રી અને જમણી બાજુ આરોગ્ય ભવાની બિરાજમાન હતાં.

શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવનાં દસ દિવસ દરમિયાન મહિષાસુરમર્દિનીનાં આ ત્રણ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવી. આ ત્રણેય સ્વરૂપો જીવનનાં ત્રણ મૂળભૂત અંગો — કાલ, કામ અને આરોગ્ય — સાથે સંબંધિત અવરોધો અને કષ્ટોને દૂર કરનારાં છે.

ઉત્સવના દરેક દિવસે મહાપૂજન કરવામાં આવતું હતું અને સવારે ૭:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી અખંડ નિત્યજપ ચાલુ રહેતો હતો. દિવસમાં ત્રણ વખત નૈવેદ્ય અર્પણ કરવામાં આવતું અને ત્યારબાદ સાંજના સમયે મહાભોગ અર્પણ કરવામાં આવતો. નવ પવિત્ર નૈવેદ્યોમાં દરરોજ અલગ મહાભોગ અર્પણ કરવામાં આવતો અને તેની સાથે દરરોજ અલગ પવિત્ર નદીનું જળ દેવતાઓને વિધિપૂર્વક અર્પણ કરવામાં આવતું હતું.

દરરોજ બપોરે ૧:૦૦ વાગ્યે અને પુન: રાત્રે ૯:૦૦ વાગ્યે મહાઆરતી કરવામાં આવતી. આ બંને આરતીઓ સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ સ્વયં કરતા હતાં. ઉત્સવ દરમિયાન શ્રદ્ધાવાનોને પણ મહાપૂજન કરવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થયો.

ઉત્સવના નિત્યોપચાર

ઉત્સવનાં સંપૂર્ણ દસ દિવસ સુધી એક વિશિષ્ટ નિત્યજપ ચાલતો રહ્યો. આ વિશિષ્ટ જપ ત્રણ મંત્રોથી બનેલો હતો.

૧) ‘ૐ ઐં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે।’

૨) ‘નતેભ્યઃ સર્વદા ભક્ત્યા ચણ્ડિકે દુરિતાપહે। રૂપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિષૌ જહિ॥’

૩) ‘ૐ નમશ્ચણ્ડિકાયૈ॥’

આ ત્રણેય મંત્રો મળીને એક આવર્તન બનતું હતું અને સંપૂર્ણ ઉત્સવકાળ દરમિયાન તેનું પઠણ કરવામાં આવતું હતું.

સહસ્રચંડિ યાગ — દૈવી સામર્થ્યનો સ્રોત

આ ઉત્સવમાં મુખ્ય મેદાનમાં અત્યંત દુર્લભ ‘સહસ્રચંડિ યાગ’ કરવામાં આવ્યો. આ યાગ દેવીસપ્તશતિ ગ્રંથ અનુસાર કરવામાં આવ્યો. તેમાં દરરોજ અન્ય મંત્રોચ્ચારોની સાથે નવાર્ણ મંત્રનું પણ પઠણ થયું. આ ઉપરાંત દરરોજ બપોરે લગભગ ૨ વાગ્યાથી રાત્રે ૮:૩૦ વાગ્યા સુધી બે વખત સપ્તશતીપાઠ કરવામાં આવ્યો. આ યાગનું પઠણ અને યજન ૧૦૮ વિશેષ રુપે પ્રશિક્ષિત પુરોહિતોએ કર્યું.

કોઈ પણ સહસ્રચંડિયાગનાં માત્ર દર્શન પણ મોટી મા નાં ભક્તો માટે શુભંકર હોય છે. ત્યારે આપણે ત્યાં આ સહસ્રચંડિ યાગ યોગ્ય વિપ્રો દ્વારા, બધા નિયમોનું ઉચિત પાલન કરીને, સાક્ષાત્ આદિમાતા ચંડિકાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સંપન્ન થવાનો હોય, ત્યારે તેનાં માહાત્મ્યનું વર્ણન કરવું એટલે જાણે આકાશને મુઠ્ઠીમાં પકડવા જેવું છે. સહસ્રચંડિ યાગ શ્રદ્ધાવાનો માટે એક દુર્લભ આધ્યાત્મિક વરદાન હતું.

કોઈ પણ શુલ્ક, અર્પણ કે પૂર્વશરત વિના દરેક શ્રદ્ધાવાનને આ યજ્ઞમાં સહભાગી થવાની અને તેનાં દર્શન કરવાની તક પ્રાપ્ત હતી. આ ‘શ્રીસહસ્રચંડિયાગ’ માતા ચંડિકાની કૃપા પ્રાપ્ત કરવા માટે જે પ્રયાસો કરવા પડે છે, તે પ્રયાસો સહજતાથી કરવાની શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરનારો યાગ છે.

શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવ દરમિયાન સહસ્રચંડિ યાગ

મહાકાલી કુંડ — પ્રાણમય દેહનાં અગિયાર કલિકેન્દ્રો (અસુરો) નો નાશ

શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવનાં એક ભાગરૂપે મનુષ્યના પ્રાણમય દેહમાં રહેલાં કલિનાં કેન્દ્રોને નબળાં પાડવા માટે પવિત્ર મહાકાલી કુંડ બનાવવામાં આવ્યો.

મહાકાલી કુંડમાં મહાકાલી દ્વારા વધ કરવામાં આવેલા અગિયાર અસુરોનાં પ્રતીકાત્મક સ્વરૂપોને તેમની પરાજિત અવસ્થામાં દર્શાવવામાં આવ્યાં હતાં. આ રાક્ષસો હતા - મધુ, કૈટભ, મહિષાસુર, શુંભ, નિશુંભ, રક્તબીજ, ધૂમ્રલોચન, અસિલોમ, ચંડ, મુંડ અને રાવણ.

આ અગિયાર અસુરો પ્રતીકાત્મક રુપે માનવશરીરનાં એ અગિયાર કેન્દ્રોનું પ્રતિનિધિત્વ કરે છે, જે કલિના પ્રભાવમાં આવે છે.

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ કહે છે, “કલિનો નાશ કરનારી કાલી જ છે.”

શ્રદ્ધાવાનોએ સ્વેચ્છાએ અસુર દહન દ્રવ્ય મહાકાલી કુંડમાં અર્પણ કર્યું. આ અર્પણ સંપૂર્ણપણે ઐચ્છિક હતું અને કોઈના પણ માટે અનિવાર્ય નહોતું.

શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવ દરમિયાન મહાકાલી કુંડમાં હવન કરતા સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ
  1. ૧. મહાલક્ષ્મી દીપ

    શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવમાં શ્રદ્ધાવાનોને ઉપલબ્ધ કરાવવામાં આવેલું બીજું એક વિશિષ્ટ વરદાન હતું—મહાલક્ષ્મી દીપ. સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં પવિત્ર સંકલ્પથી આ દીપમાં બધા ૫૨ શક્તિપીઠોનાં પ્રતીકોની સ્થાપના કરવામાં આવી હતી. મહાલક્ષ્મી દીપમાં ૫૨ જ્યોતિઓ પ્રજ્વલિત કરવામાં આવી હતી. દરેક જ્યોતિ એક પૂજનીય શક્તિપીઠનું પ્રતિનિધિત્વ કરતી હતી. શ્રદ્ધાવાનોએ આ પવિત્ર જ્યોતિઓમાં સુરસ્નેહન દ્રવ્ય અર્પણ કર્યું. આ પ્રતીકાત્મક ઉપાસનાનાં માધ્યમથી બધા ૫૨ શક્તિપીઠોની યાત્રા કરવાથી પ્રાપ્ત થતું પુણ્યફળ શ્રદ્ધાવાનોને મળે, એ જ ઉદ્દેશથી આ વ્યવસ્થા કરવામાં આવી હતી. મહાલક્ષ્મી દીપનું મહત્ત્વ માત્ર પ્રતીકાત્મક નહોતું, પરંતુ તેની પાછળ એક ગહન આધ્યાત્મિક ઉદ્દેશ પણ હતો. કલિયુગમાં મનુષ્યનાં અનેક દૈવી શક્તિકેન્દ્રો સુપ્ત થઈ ગયાં છે. મહાલક્ષ્મી દીપની ઉપાસના આ સુપ્ત શક્તિકેન્દ્રોને પુન: જાગૃત અને સુદૃઢ કરવા માટે હતી, જેથી શ્રદ્ધાવાન આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે આગળ વધી શકે.
In today’s time, it is not feasible for everyone to go on a pilgrimage to 52 Shaktipeeths. Sadguru Shree Aniruddha had established all the 52 Shaktipeeths in Mahalakshmi Deep.
મહાલક્ષ્મી દીપ પ્રજ્વલિત કરતા સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ
  1. ૨. મહાસરસ્વતી વાપી

    શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવ દરમિયાન સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ દ્વારા શ્રદ્ધાવાનોને ઉપલબ્ધ કરાવવામાં આવેલ બીજો એક પવિત્ર અવસર હતો - મહાસરસ્વતી વાપી. માનવના પ્રાણમય દેહનાં ૪૫ શુભંકર કેન્દ્રોને સુદૃઢ કરવા માટે આ વાપીની સ્થાપના કરવામાં આવી. ‘વાપી’નો અર્થ છે કૂવો. આ પવિત્ર વાપી ૭૨૦ શ્રીકંઠકૂપ પાષાણોથી બનાવવામાં આવી હતી. આ દરેક પવિત્ર પાષાણને નિર્ધારિત મંત્રો અને વિધિઓ દ્વારા સંસ્કારિત કરવામાં આવ્યાં. સનાતન દેવીસૂક્તમ્‌, શ્રીમદ્‌પુરુષાર્થ ગ્રંથરાજની પસંદ કરેલી પ્રાર્થનાઓ અને શ્રી રામરસાયનનાં એક મહત્ત્વપૂર્ણ અંશનું પઠણ કરીને તેમની પવિત્રતાનું સંવર્ધન કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું. શ્રદ્ધાવાનોએ સ્વેચ્છાએ મહાસરસ્વતી વાપીમાં માંગલ્યદ્રવ્ય અર્પણ કર્યું. માંગલ્યદ્રવ્યમાં હળદર, કંકુ અને અબીરનો સમાવેશ હતો. દસ દિવસનો ઉત્સવ પૂર્ણ થયા બાદ આ બધા સંસ્કારિત શ્રીકંઠકૂપ પાષાણોનો ઉપયોગ શ્રી પુરુષાર્થ અનિરુદ્ધધામમાં ચંડિકા ગર્ભગૃહની મૂળ બેઠકના નિર્માણ માટે કરવામાં આવ્યો. આવી રીતે આ પવિત્ર પાષાણોને સ્વયં ગર્ભગૃહનાં એક અભિન્ન અંગ સ્વરુપે કાયમી સ્થાન પ્રાપ્ત થયું.
મહાસરસ્વતી વાપીમાં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ

શત્રુઘ્નેશ્વરી પૂજન — રક્તદન્તિકાનું ઉગ્ર સ્વરૂપ

શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવનો બીજો એક વિશિષ્ટ પ્રસંગ હતો શત્રુઘ્નેશ્વરી પૂજન — રક્તદન્તિકાનાં ઉગ્ર સ્વરૂપ શત્રુઘ્નેશ્વરીનું પૂજન. રક્તદન્તિકા મહિષાસુરમર્દિનીનું ચોથુ અવતાર સ્વરૂપ છે.

માનવજીવનમાં ઘણી વાર સંકટો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવતી રહે છે. તેમાંથી અનેક મુશ્કેલીઓનું મૂળ આપણા અંતઃકરણમાં જ હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર — આ ષડ્રિપુઓનાં સ્વરૂપે આ મુશ્કેલીઓ આપણી અંદર રહેલી હોય છે. શત્રુઘ્નેશ્વરીનું પૂજન આ આંતરિક શત્રુઓનો અને તેમનાં કારણે ઉત્પન્ન થનારી બાધાઓનો નાશ થાય, એ જ પ્રાર્થના સાથે કરવામાં આવ્યું.

આ પવિત્ર પૂજન માટે રક્તદન્તિકાની એક ભવ્ય, અદ્ભુત અને અત્યંત ઉગ્ર સ્વરૂપવાળી મૂર્તિ સભાગૃહમાં પ્રતિષ્ઠાપિત કરવામાં આવી હતી. શ્રદ્ધાવાનોને આ મૂર્તિ સમક્ષ બેસીને પૂજન કરવાની તક પ્રાપ્ત હતી. પૂજનનાં પ્રત્યેક સમુદાયનું સમાપન થયા બાદ આરતીના ગુંજતા નાદ સાથે મૂર્તિની સામેનો પડદો વિધિપૂર્વક ખોલવામાં આવતો અને શ્રદ્ધાવાનોને રક્તદન્તિકાનાં પ્રભાવશાળી દર્શન થતાં.

રણવાદ્યોના પ્રેરણાદાયી નાદથી પરિપૂર્ણ આ આરતી પણ અન્ય બીજી આરતીથી અલગ હતી. તેમાં દેવીનું ભવ્ય અને સામર્થ્યશાળી સ્વરૂપ પ્રતિબિંબિત થતું હતું. દેવીનું સ્વરૂપ ભલે પ્રભાવશાળી અને અત્યંત ઉગ્ર હતું, પરંતુ દરેક શ્રદ્ધાવાન માટે એ સદૈવ પ્રેમમયી અને કરુણામયી આદિમાતા જ હતી.

શ્રી દુર્ગાવરદ હોમ

શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવની બીજી એક મહત્ત્વપૂર્ણ વિશેષતા હતી — શ્રી દુર્ગાવરદ હોમ. માતા ચંડિકાની કૃપા પ્રાપ્ત કરવા માટે આવશ્યક સાચા પ્રયાસ સહજતાથી કરી શકાય, એ માટે શ્રદ્ધાવાનોને બળ પ્રાપ્ત થાય, એ જ ઉદ્દેશથી આ હોમ કરવામાં આવ્યો.

શ્રી દુર્ગાવરદ હોમ અત્રિસંહિતા અને માતૃવાત્સલ્ય-વિંદાનમ્‌નાં સંસ્કૃત સંસ્કરણ અનુસાર કરવામાં આવ્યો. આ હોમ નવ દિવસ સુધી ચાલ્યો અને નવમા દિવસે પૂર્ણાહુતિ આપીને તેનું વિધિપૂર્વક સમાપન કરવામાં આવ્યું. સમગ્ર ઉત્સવ દરમિયાન શ્રદ્ધાવાનોને આ પવિત્ર હોમનાં દર્શન કરવાની અને તેનાં આશીર્વાદ પ્રાપ્ત કરવાની તક મળી.

Shree Varadchandika Prasannotsava was very unique, the only one of its kind. Mahishasurmardini’s Akhil Kameshwari (fulfiller of all desires), Mahakali’s “Kalniyantri” (one who has power over the time) and Mahasaraswati’s “Arogyabhavani” (giver of good health) forms were the three primary goddesses worshipped in this Utsav.
શ્રી દુર્ગાવરદ હોમમાં સહભાગી સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ

જાહ્નવીસ્થાનમ્‌

શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતાઓમાંની એક હતી જાહ્નવીસ્થાનમ્‌ની સ્થાપના અને માતા ગંગાની પ્રતિષ્ઠાપના.

હિન્દુ પંચાંગના વૈશાખ મહિનાનો એક અત્યંત પવિત્ર દિવસ છે ગંગા સપ્તમી, અર્થાત ‘ગંગોત્પત્તિનો દિવસ’. આ જ દિવસે ગંગા ભાગીરથી બનીને પૃથ્વી પર અવતરિત થઇ હતી. ૨૦૧૧માં આ ઉત્સવનો સમયગાળો ૮થી ૧૪ મે સુધીનો હતો અને ૧૦ મે ૨૦૧૧ના રોજ ગંગા સપ્તમી હતી. આ મંગલમય દિવસે સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ માતા ગંગાની સ્થાપના કરી. જે પવિત્ર સ્થળે આ પ્રતિષ્ઠાપના થઈ, તે સ્થળ આગળ જતાં જાહ્નવીસ્થાનમ્‌ તરીકે ઓળખાયું.

ત્યાં મગર પર બિરાજમાન ગંગા માતાની પંચધાતુની મૂર્તિ વિધિપૂર્વક પૂજન માટે પ્રતિષ્ઠાપિત કરવામાં આવી. મગર ગંગા માતાનું વાહન છે.

મૂર્તિની સામે સમર્પિત પ્રપાઠકોનો એક નાનો સમુદાય સતત પવિત્ર મંત્રોનું પઠણ કરતું રહેતું હતું, જ્યારે ગંગા માતાનો અખંડ અભિષેક કરવામાં આવતો હતો. અભિષેકનું પવિત્ર જળ વિશેષ રુપે બનાવવામાં આવેલી એક નહેરમાંથી આગળ વહેતું હતું. આ નહેર ગંગાપાત્ર હતી. હરોળમાં આગળ વધતા દરેક શ્રદ્ધાવાનને આ પવિત્ર જળમાં પોતાના હાથ બોળીને તેમાંથી થોડાં ટીપાં લેવાની અને શ્રદ્ધાપૂર્વક પોતાના મસ્તક પર છાંટવાની પવિત્ર તક પ્રાપ્ત થતી હતી.

આ અભિષેક માટે વિશ્વભરના સપ્તસમુદ્રોનું જળ અને શતનદીઓ અર્થાત ૧૦૦ નદીઓનું જળ લાવવામાં આવ્યું હતું. તેને એકત્ર કરવાનું પવિત્ર અને પડકારજનક કાર્ય સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ શ્રદ્ધાવાન સ્વયંસેવકોને સોંપ્યું હતું.

જાહ્નવીસ્થાનમ્‌માં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ અને માતા ગંગાની પ્રાણપ્રતિષ્ઠા

અવધૂત-કુંભ

શ્રી વરદાચંડિકા પ્રસન્નોત્સવનો બીજો એક સુંદર અને આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ભાગ હતો અવધૂત કુંભોની સિદ્ધતા.

પંચધાતુના ૨૪ કુંભોમાં ‘અવિરત ઉદી’ (‘અવિરત’ એ ઉદીનું નામ છે) ભરીને તેમને કાલાતીત સંહિતા અનુસાર દસ દિવસની અવધિમાં સિદ્ધ કરવામાં આવ્યા. આ ૨૪ અવધૂત કુંભ આ ત્રણ મૂર્તિઓની પાસે એક વિશિષ્ટ યંત્રની રચનામાં રાખવામાં આવ્યા હતાં અને તેમનું પણ વિશિષ્ટ વિધિથી પૂજન કરવામાં આવ્યું.

Shraddhavans perform Mahapoojan of the three sublime forms of Mahishasurmardini - Akhil Kameshwari, Kaalniyantri and Arogyabhavani during Shree Varada Chandika Prasannotsav at Shree Harigurugram in 2011.

The Shree Durga Varada Hom is a Yagna. The Yagna Samhita was composed by the Great Sage Atri. Shree Durga Varada Hom was conducted as per the Atri Samhita, to the exclusive rendition of the Sanskrit edition of the Shree Matruvatsalyavindanam, in the voice of our Param Poojya Sadguru Shree Aniruddha Bapu himself.