સ્વયં જગદ્‌ગુરુ ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્‌ભગવદ્‌ ગીતામાં કહ્યું છે:

માસાનાં માર્ગશીર્ષોઽહમ્

અર્થાત્ બધા માસોમાં (મહિનાઓમાં) ‘હું માર્ગશીર્ષ માસ છું.’

એવી માન્યતા છે કે જે ગીતામાં ભગવાને આ કહ્યું છે, એ જ ગીતા ભગવાને અર્જુનને માગશર સુદ અગિયારસનાં દિવસે સંભળાવી હતી. એવી માન્યતા છે કે માગશર સુદ પાંચમનાં દિવસે શ્રીરામ જાનકીનાં વિવાહ થયાં હતાં, તેથી આ દિવસ ‘વિવાહપંચમી’ તથા ‘રામવિવાહોત્સવ’ તરીકે ઊજવવામાં આવે છે. માગશર માસની પૂર્ણિમાનાં દિવસે અત્રિ ભગવાન અને અનસૂયા માતાનાં પુત્ર રૂપે સ્વયં શ્રીગુરુ દત્તાત્રેય અવતરિત થયા. એવું પણ માનવામાં આવે છે કે માગશર પૂર્ણિમાનાં દિવસે માતા અન્નપૂર્ણાનું અવતરણ થયું હતું. તેથી માગશર માસ અતિશય મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ચંચળ મનની કલ્પનાશક્તિ, નિરીક્ષણશક્તિ અને નિર્ણયશક્તિ - આ ત્રણેય શક્તિઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. ચંચળ મનની કલ્પનાઓ વાસ્તવિકતાથી દૂર હોય છે, તેનું નિરીક્ષણ પણ વાસ્તવિકતાને અનુરૂપ હોતું નથી અને ચંચળ મન યોગ્ય નિર્ણય પણ લઈ શકતું નથી. ખોટી કલ્પનાઓ, ખોટા નિરીક્ષણ અને અયોગ્ય નિર્ણયોને કારણે આપણું જીવન ક્લેશમય બની જાય છે અને આપણે આનંદથી વંચિત રહીએ છીએ.

સચ્ચિદાનંદોત્સવમાં શ્રદ્ધાવાનો ‘અનિરુદ્ધ અથર્વસ્તોત્ર’ અને ‘અનિરુદ્ધ અષ્ટોત્તરશત નામાવલી’ સાથે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુની પાદુકાઓનું પૂજન કરીને યોગ્યતા પ્રાપ્ત કરે છે.

ત્રિતાપ અર્થાત આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક તાપ મનુષ્યનાં જીવનને કષ્ટમય બનાવે છે, અર્થાત્ તેનાં જીવનમાંથી આનંદ છીનવી લે છે. જે શ્રદ્ધાવાન સચ્ચિદાનંદ સદ્‌ગુરુતત્ત્વની શરણમાં જાય છે, તેને સદ્‌ગુરુતત્ત્વ આ ત્રણેય પ્રકારનાં તાપોમાંથી મુક્ત કરીને તેનાં જીવનને આનંદથી ભરી દે છે.

દેવયાન માર્ગ પર આપણી યાત્રા આનંદમય બને અને આ માર્ગનું સર્વોચ્ચ ધ્યેય પ્રાપ્ત થાય, અર્થાત્ સચ્ચિદાનંદ સદ્‌ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય એ જ ઉદ્દેશથી શ્રદ્ધાવાનો દર વર્ષે સચ્ચિદાનંદોત્સવને ભક્તિભાવ, ભારે ઉત્સાહ અને આનંદ સાથે ઊજવે છે.

સચ્ચિદાનંદ સદ્‌ગુરુનાં ચરણોમાં શ્રદ્ધાવાનો પ્રાર્થના કરે છે:

પ્રેમસ્વરૂપા તવ શરણમ્ । પુરુષાર્થરૂપા તવ શરણમ્ ।
શરણાગતત્રિતાપહરા । સચ્ચિદાનંદા તવ શરણમ્ ॥

હે પ્રેમસ્વરૂપ, પુરુષાર્થસ્વરૂપ સદ્‌ગુરુરાયા, શરણાગતનાં ત્રિતાપોનું હરણ કરનારા સદ્‌ગુરુરાયા, હે સચ્ચિદાનંદ, અમે તમારી શરણમાં છીએ.