પવિત્ર ત્રિપુરારિ પૂર્ણિમાનો ઇતિહાસ
પૂર્ણિમાનો આ મંગલમય દિવસ ઇતિહાસ અને અધ્યાત્મનાં પ્રવાહમાં અનેક અતિશય મહત્ત્વપૂર્ણ અને પાવન ઘટનાઓનો સાક્ષી રહ્યો છે...
- ત્રિપુરારિ પૂર્ણિમાનાં દિવસે પરમશિવજીએ ત્રિપુરાસુરનો વધ કરીને તેના અત્યાચારોનો અંત કર્યો. અધર્મ પર થયેલા આ વિજયને ‘દેવદિવાળી’ અર્થાત દેવતાઓની દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે.
- આ જ દિવસે શ્રી પરશુરામજીએ સમુદ્રમાં તીર ચલાવ્યું. તેનાથી સમુદ્રનું જળ પાછળ હટી ગયું અને મહારાષ્ટ્રના કોંકણથી લઈને કેરળના માલાબાર સુધીનો તટીય પ્રદેશ અસ્તિત્વમાં આવ્યો. સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલી આ ભૂમિને ‘પરશુરામ ભૂમિ’ પણ કહેવામાં આવે છે.
- ‘કાર્તિક પૂર્ણિમા’નાં જ દિવસે શ્રીહનુમાનજીએ પોતાનું હૃદય ખોલીને તેમાં બિરાજમાન શ્રીરામ, લક્ષ્મણજી અને જાનકીમાતાનાં દિવ્ય અસ્તિત્વનાં દર્શન સંસારને કરાવ્યાં.
- ‘કાર્તિક પૂર્ણિમા’નાં આ પાવન દિવસે શ્રીવિઠ્ઠલ અને તેમનાં ભક્ત પુંડલિકજીની ભક્તિનો મહિમા વિશેષ રીતે ઉજાગર થાય છે. પુંડલિકજીની ભક્તિ એટલી બધી ઉત્કટ હતી કે સ્વયં શ્રીકૃષ્ણ, ભગવાન શ્રીવિઠ્ઠલનાં સ્વરૂપે તેમને મળવા માટે પંઢરપુર સ્થિત તેમનાં ઘરે આવ્યાં.
- અને કાળક્રમે, વર્ષ ૨૦૦૯માં આ જ પવિત્ર દિવસે ‘સ્વયંભગવાન ત્રિવિક્રમ’ - (ધ સુપ્રીમ પર્સનાલિટી ઑફ ગૉડહેડ)નું સર્વપ્રથમ પૂજન સંપન્ન થયું.
આ પ્રત્યેક ઘટનાઓ ‘ત્રિપુરારિ પૂર્ણિમા’નાં મહિમાને અધિક વધારે છે. આ બધી પાવન ઘટનાઓ જાણે દીપજ્યોતિની જેમ સદ્ગુરુ શ્રી અનિરુદ્ધના જન્મદિવસનાં આધ્યાત્મિક સૌંદર્ય અને દિવ્યતાને પ્રકાશિત કરે છે.
શ્રદ્ધાવાનોનો ઉત્સવ - શ્રી અનિરુદ્ધ પૂર્ણિમા
દર વર્ષે સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને તેમનાં શ્રદ્ધાવાનો એકત્ર થઈને પ્રેમ, ભક્તિ અને અપાર ઉત્સાહ સાથે ‘શ્રી અનિરુદ્ધ પૂર્ણિમા’ ઉજવે છે. આ સમારોહમાં ભક્તિની સહજ અને અખંડ ધારાનો અનુભવ થાય છે અને પ્રત્યેક શ્રદ્ધાવાનને સદ્ગુરુ શ્રી અનિરુદ્ધની કૃપાછાયામાં હોવાની અનુભૂતિ પ્રાપ્ત થાય છે.
અનિરુદ્ધ પૂર્ણિમા ઉત્સવનાં આધ્યાત્મિક કાર્યક્રમો
સદ્ગુરુ ઉપાસના
ઉત્સવનો આરંભ ‘સદ્ગુરુ અનિરુદ્ધ ઉપાસના’નાં પાઠથી થાય છે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે અને ત્યાં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિનાં મનમાં શાંતિ અને શ્રદ્ધાયુક્ત ઊર્જા જાગૃત થાય છે.
સદ્ગુરુ અને શ્રી કૃપાચૈતન્ય પાદુકાનાં દર્શન
આ ઉત્સવ માટે એકત્ર થનારા ભક્તો એ એક અમૂલ્ય ક્ષણની - પોતાનાં પ્રિય સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં દર્શનની અત્યંત ઉત્કંઠાથી રાહ જુએ છે.
વર્ષ ૨૦૧૫ સુધી ઉત્સવ દરમિયાન બાપુ પોતાના ભક્તોની વચ્ચે પ્રત્યક્ષ ઉપસ્થિત રહેતા હતા અને ભક્તોની આ પ્રેમભરી અભિલાષા પૂર્ણ થતી હતી. પરંતુ વર્ષ ૨૦૧૬થી પોતાના અવિરત કાર્ય અને જવાબદારીઓમાં સંપૂર્ણપણે વ્યસ્ત હોવાને કારણે સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ આ અથવા અન્ય કોઈ પણ ઉત્સવમાં વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહ્યા નથી. આમ છતાં પોતાના સદ્ગુરુનાં દર્શન માટે ભક્તોના મનની ઉત્કંઠા સહેજ પણ ઓછી થઈ નથી; પરંતુ દિવસે દિવસે તે અધિક તીવ્ર બનતી જાય છે.
બાપુ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત ન હોય, તેમ છતાંય શ્રદ્ધાવાન મિત્રોને પોતાના હૃદયમાં બાપુની ઉપસ્થિતિ સદૈવ અનુભવાતી રહે છે. તેમનાં દર્શન અને સાનિધ્યની અભિલાષા તથા તેમની કૃપા પ્રત્યેની કૃતજ્ઞતાને કારણે અસંખ્ય શ્રદ્ધાવાનો વર્ષોથી સહજ રીતે આ પવિત્ર ઉત્સવ તરફ ખેંચાઈને આવે છે.
સદ્ગુરુ બાપુ પોતાના ભક્તોનો ક્યારેય ત્યાગ કરતા નથી. તેમના આ જ આશ્વાસન અને તેમના પવિત્ર સંકલ્પ અનુસાર, વર્ષ ૨૦૨૪થી બધા શ્રદ્ધાવાનો માટે શ્રી કૃપાચૈતન્ય પાદુકાનાં દર્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. ઉત્સવ દરમિયાન આ પવિત્ર પાદુકાઓને મુખ્ય મંચની સામે રાખવામાં આવે છે, જેથી પ્રત્યેક શ્રદ્ધાવાનને તેમનાં દર્શનનો મંગલ અવસર પ્રાપ્ત થાય.
આ પાદુકાઓ માત્ર સદ્ગુરુનું પ્રતીક નથી, પરંતુ તેમનું પ્રત્યક્ષ અસ્તિત્વ જ છે. “પાદુકા મ્હણૂ યા કૈશ્યા । દિસતી ચક્રપાણિ ઉભે” (અર્થ - આને પાદુકા કેવી રીતે કહું? અહીં તો ચક્રપાણિ સ્વયં ઊભેલા દેખાય છે.)
શ્રદ્ધાવાનો માટે આ પાદુકાઓ અને સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ અલગ નથી; આ પાદુકાઓ સાક્ષાત્ સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ છે, તેમનું હૃદય છે, તેમનો આત્મા છે! શ્રદ્ધાવાનોની ધારણા છે કે શ્રી કૃપાચૈતન્ય પાદુકાનાં દર્શનનો અર્થ છે સદ્ગુરુની કૃપા પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થવી અને તેમની કૃપાથી કલ્યાણ થવું. શ્રદ્ધાવાનોની અપરંપાર શ્રદ્ધા છે કે આ પાદુકાઓ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુની સજીવ અને કરુણામય ઉપસ્થિતિથી સ્પંદિત થાય છે - એવી ઉપસ્થિતિ, જે તેમના ચરણોમાં નતમસ્તક થનારા પ્રત્યેક ભક્તને પોતાની કૃપાછાયામાં સમાવી લે છે.
આ સાથે જ ઉત્સવ દરમિયાન મુખ્ય મંચની નજીક લગાવવામાં આવેલા એક વિશાળ પડદા પર બાપુનાં પહેલાનાં ઉત્સવોની અનેક પાવન ક્ષણો ફરીથી જીવંત થઈ ઊઠે છે અને શ્રદ્ધાવાનો એ ક્ષણોને પ્રત્યક્ષ અનુભવે છે - શ્રદ્ધાવાનોને આશીર્વાદ આપતા બાપુ, એ જ અથાગ પ્રેમથી તેમની તરફ જોતા બાપુ... આ અત્યંત ભાવસ્પર્શી ક્ષણોને જોતાં ભક્તોને એવું લાગતું નથી કે ‘આ પાછલાં વર્ષોનું દૃશ્ય છે’. તેનાથી વિપરીત, તેમનું અંતર્મન કહેતું રહે છે - ‘બાપુ અહીં જ છે... તેઓ મારી તરફ જોઈ રહ્યા છે... તેઓ આ જ ક્ષણે મને આશીર્વાદ આપી રહ્યા છે...’ તેમનાં માટે પડદા પર દેખાતાં એ માત્ર દૃશ્યો નથી હોતાં; તેમનાં સદ્ગુરુ હંમેશની જેમ તેમની સામે ઊભા હોય છે.
આ જીવંત ક્ષણો અને પ્રત્યક્ષ સાનિધ્યની ઉત્કંઠતાથી અસંખ્ય ભક્તો એ પડદા સામે માત્ર એ વિડિયો જોવા માટે નહીં, પરંતુ પોતાના સદ્ગુરુનાં દર્શન કરવા માટે એકત્ર થાય છે. તેમની બસ એટલી જ અભિલાષા હોય છે કે બાપુની એક પ્રેમભરી દૃષ્ટિ તેમના પર પડે. ભક્તો માટે એ દૃષ્ટિ પૂર્ણિમાની શીતળ ચાંદની સમાન પ્રેમમય પ્રકાશ છે - જે અંતર્મનનાં પ્રત્યેક અંધકારને ધીમે ધીમે વિલીન કરી દે છે.
અને તેથી જ, મુખ્ય મંચ પર બિરાજમાન શ્રી કૃપાચૈતન્ય પાદુકાઓનાં માધ્યમથી હોય કે વિશાળ પડદા પર ફરીથી જીવંત થઈ ઊઠતી એ પ્રેમમય ક્ષણોના માધ્યમથી - બાપુનું સાનિધ્ય તેમનાં નામની જેમ જ ‘અનિરુદ્ધ’ છે - અસીમ અને અખંડ, જેને ક્યારેય અવરોધી શકાતું નથી. ભક્તો માટે એ મંગલમય, પ્રેમપૂર્ણ અને પિતૃવત્ સાનિધ્યનો સ્પર્શ પ્રાપ્ત થતી પ્રત્યેક ક્ષણ જાણે ‘અનિરુદ્ધ પૂર્ણિમા’ જ બની જાય છે.

ગાર્હાણે - અંતર્મનમાંથી ઉઠતી આર્ત પોકાર
આ પવિત્ર દિવસે ભક્તો પોતાનાં સદ્ગુરુના ચરણોમાં ‘ગાર્હાણે’ અર્પણ કરે છે. ગાર્હાણેનો અર્થ છે - હૃદયના ઊંડાણમાંથી ઊઠતી આર્ત પોકાર અર્થાત સદ્ગુરુનાં આશીર્વાદ, સામર્થ્ય અને પ્રત્યેક ક્ષણે તેમના આધારની યાચના કરતાં કરવામાં આવતી પ્રાર્થના. ભક્તોની આ સામૂહિક અને આર્ત પોકાર નિરંતર ગવાતી રહે છે અને પ્રત્યેક ભક્તને તેમાં સહભાગી થઈને પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરવાની તક મળે છે.
મીઠા ‘આપ્પે’નું અર્પણ
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધને મીઠા ‘આપ્પે’ (સોજીમાંથી બનાવવામાં આવતી નાની, ગોળાકાર મીઠી વાનગી) પસંદ છે. ભક્તો આ આપ્પે ખૂબ પ્રેમથી ઘરે બનાવીને ઉત્સવસ્થળે લઈ આવે છે. પોતાના સદ્ગુરુ પ્રત્યે પોતાનાં એ પરમપ્રિય મિત્ર પ્રત્યે, જેઓ તેમને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે - પોતાનો પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ભક્તો આ આપ્પે પ્રેમપૂર્વક અર્પણ કરે છે. અર્પણ કરવામાં આવેલા બધા આપ્પે પછી બધા ભક્તોમાં પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે.
શ્રીરામ - લક્ષ્મણજી - સીતાજી - હનુમાનજીની મૂર્તિઓનો અભિષેક
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં નિવાસસ્થાને નિત્ય પૂજનમાં બિરાજમાન શ્રીરામ, લક્ષ્મણજી, સીતાજી અને હનુમાનજીની પવિત્ર મૂર્તિઓ આ મંગલ દિવસે અતિશય શ્રદ્ધાપૂર્વક ઉત્સવ સ્થળે લાવવામાં આવે છે. સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ શ્રીરામને પ્રેમપૂર્વક પોતાના ‘કર્તા ગુરુ’ અર્થાત્ કાર્ય કરનારા ગુરુ માને છે. શ્રદ્ધાવાનો દ્વારા ‘રામરક્ષા સ્તોત્ર’નો અખંડ પાઠ ચાલી રહ્યો હોય છે અને એ દરમિયાન આ દિવ્ય મૂર્તિઓનો પવિત્ર અભિષેક કરવામાં આવે છે. પ્રત્યેક શ્રદ્ધાવાન આ દેવતાઓની સમક્ષ બેસીને સામૂહિક પાઠમાં સહભાગી થઈ શકે છે અને મન તૃપ્ત થાય ત્યાં સુધી તેમનાં દિવ્ય દર્શનનો લાભ લઈ શકે છે.
સુદીપ અને ઉદ
ઘણાં ભક્તો સદ્ગુરુની પ્રતિમા સમક્ષ ‘સુદીપ’ પ્રજ્વલિત કરે છે, જ્યારે કેટલાક ભક્તો ‘ઉદ’ અર્પણ કરે છે. શ્રદ્ધાવાનોની દૃષ્ટિએ સુદીપ અને ઉદ દેખાવમાં સરળ લાગતાં હોવા છતાં સાંસારિક જીવનનાં સંકટો અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે અતિશય પ્રભાવશાળી સાધન છે. સુદીપ પ્રજ્વલિત કરવા એ એક ભાવપૂર્ણ અર્પણ છે, જેનાં માધ્યમથી ભક્ત પોતાની પ્રાર્થનાઓ ભગવાન દત્તગુરુ, આદિમાતા જગદંબા અને સદ્ગુરુનાં ચરણો સુધી પહોંચાડે છે.
પોતાની પ્રાર્થના અને મનોકામના અનુસાર શ્રદ્ધાવાનો વિવિધ પ્રકારના સુદીપ પ્રજ્વલિત કરે છે - મનોકામના પૂર્ણ કરવા માટે ‘ઇચ્છાપૂર્તિ સુદીપ’, અવરોધો દૂર કરવા માટે ‘બાધાનિવારક સુદીપ’, દુઃખ અને પીડામાંથી મુક્તિ મેળવવા માટે ‘પીડાનાશક સુદીપ’, જન્મદિવસનાં અવસરે ‘જન્મદિન સુદીપ’ અને ભગવાન અથવા સદ્ગુરુનાં દર્શન કર્યા પછી શ્રદ્ધાવાનો પોતાનાં અંતઃકરણમાંથી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ‘દર્શન સુદીપ’ અર્પણ કરે છે. સુદીપની પ્રત્યેક જ્યોતિ જાણે એક મૌન સંદેશવાહક બનીને ભક્તનાં અંતર્મનની પ્રાર્થના અને ભાવ તેનાં સદ્ગુરુનાં ચરણો સુધી પહોંચાડે છે.





















