ભૌગોલિક દૃષ્ટિએ ભલે ચંદ્રભાગા નદી મહારાષ્ટ્રના અમુક ચોક્કસ વિસ્તારોમાંથી વહેતી હોય, પરંતુ ‘વિઠ્ઠલભક્તિ’રૂપી ચંદ્રભાગા માત્ર મહારાષ્ટ્ર પૂરતી સીમિત નથી; વિઠ્ઠલભક્તિનો આ નાદ દેશ-વિદેશમાં સંભળાય છે. માત્ર વિઠ્ઠલના નામનો ઉચ્ચાર થતાં જ તેમના પ્રેમથી ભક્તનું રોમેરોમ પુલકિત થઈ ઊઠે છે અને તેના અંતરમાં એક અનોખા ચૈતન્યનો સંચાર થવા લાગે છે.

‘વિઠ્ઠલ, વિઠ્ઠલ...’, ‘જ્ઞાનબા તુકારામ...’નો જયઘોષ કરતાં, વિઠ્ઠલને મળવાની ઉત્કટ ઝંખના હૃદયમાં લઈને, તપતા રસ્તાઓ પર નાચતાં-ગાતાં દર વર્ષે અષાઢી અને કાર્તિકી એકાદશીએ પંઢરપુરની વારી કરનારા વારકરીઓએ વિઠ્ઠલનામની આ ચંદ્રભાગાને દૂર-દૂર સુધી પહોંચાડી છે. ‘જ્યારે ગંગા-ગોદાવરી નહોતાં, ત્યારે ચંદ્રભાગા હતી’, ‘પહેલાં પંઢરીની રચના થઈ, ત્યારબાદ વૈકુંઠ નગરીની’ સંતો અને વારકરીઓ અત્યંત દૃઢ વિશ્વાસ સાથે એવું કહે છે.

પવિત્ર યાત્રાનો શુભ આરંભ

પંઢરીનાથ, વિઠ્ઠલ, વિઠુ, પાંડુરંગ જેવાં અસંખ્ય નામોથી શ્રદ્ધાવાનો જે પ્રિય દેવતાને પોકારે છે, એ શ્રીવિઠ્ઠલના નિવાસસ્થાન ‘શ્રીક્ષેત્ર પંઢરપુર’માં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ વર્ષ ૨૦૦૧માં ભાવયાત્રાનું આયોજન કર્યું હતું.

અગાઉનાં વર્ષોમાં આયોજિત શિર્ડી, અક્કલકોટ, આળંદી અને મંગેશ-શાંતાદુર્ગા, ગોવાની ચાર રસયાત્રાઓ પછી સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ આ ભાવયાત્રાની જાહેરાત કરી. જાહેરાત થતાં જ ઉપસ્થિત શ્રદ્ધાવાનોનાં મનમાં ઉત્સાહની લહેર દોડી ગઈ. દરેક વ્યક્તિને બસ એક જ વાતની પ્રતીક્ષા હતી કે ભાવયાત્રા ક્યારે શરૂ થશે.

‘ષોડશ (૧૬) ઐશ્વર્યોમાં ‘ભક્તિ’ સોળમું ઐશ્વર્ય છે, જે આપણને પંઢરપુરમાં વિઠ્ઠલ સાથે પ્રાપ્ત થાય છે. સંતોને પંઢરપુર પોતાનું ‘પિયર’ લાગે છે અને તેઓ ચંદ્રભાગાને ‘બહેન’ તથા શ્રેષ્ઠ ભક્ત પુંડલિકને ‘ભાઈ’ માને છે. આ જ સોળમું ઐશ્વર્ય અને આ પિયર પ્રાપ્ત કરવા માટે ભક્તનાં પગલાં નિરંતર પંઢરીના માર્ગે ચાલતાં રહે છે.’

પંઢરપુરની ભાવયાત્રાનું આધ્યાત્મિક મહત્ત્વ સમજાવતાં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ આવું કહ્યું હતું.

પંઢરપુર ભાવયાત્રામાં અનિરુદ્ધ બાપુ
પંઢરપુર ભાવયાત્રામાં અનિરુદ્ધ બાપુ

પંઢરપુર ભાવયાત્રા - પહેલો દિવસ (૫ મે ૨૦૦૧)

૫ મે ૨૦૦૧, સાંજ સુધીમાં વિવિધ સ્થળોએથી આવેલા તમામ શ્રદ્ધાવાનો મનમાં અપાર ઉત્સુકતા લઈને પંઢરપુરના પવિત્ર શ્રીક્ષેત્રમાં પહોંચી ગયા. રાત્રે ૧૦ વાગ્યે એ ક્ષણ આવી, જેની બધા બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સૌના પ્રિય સદ્‌ગુરુ બાપુનું આગમન થયું. સદ્‌ગુરુને જોતાં જ શ્રદ્ધાવાનોમાં અવર્ણનીય આનંદની લહેર દોડી ગઈ. પંઢરપુરમાં સદ્‌ગુરુનાં પ્રથમ દર્શન થતાં અત્યાર સુધીની પ્રતીક્ષા સાર્થક થઈ ગઈ - સર્વ શ્રદ્ધાવાનોની આ જ ભાવના હતી.

બીજો દિવસ (૬ મે ૨૦૦૧)

ભાવયાત્રાનો બીજો દિવસ શરૂ થયો. બધા શ્રદ્ધાવાનો સવારે ઉત્સવસ્થળનાં મંડપમાં એકત્ર થયા. આજે સૌ પ્રથમ સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ માર્ગદર્શન આપવાનાં હતાં. તેથી ‘આજે સદ્‌ગુરુ શું સમજાવશે?’ એ વિચારથી શ્રદ્ધાવાનોની ઉત્સુકતા ચરમસીમાએ હતી.

સદ્‌ગુરુ બાપુએ કહેવાનું શરૂ કર્યું...

‘પાંડુરંગ અર્થાત સ્વયં મહાવિષ્ણુ, જે અંધકાર અને પ્રકાશ બંને પર સમાન રીતે નિયંત્રણ ધરાવે છે! ‘પાંડુ-રંગ’ એટલે શ્વેત (ગૌર) વર્ણવાળા; પરંતુ સંતોની રચનાઓ જોઈએ તો એ તેમને ‘સાંવળા’, ‘કાળા’ કહીને બોલાવતા જોવા મળે છે. એટલે એક જ સમયે એ સાંવળા, કાળા પણ છે અને ગોરા પણ. આવા આ પાંડુરંગ પ્રત્યે મનમાં એવો ભાવ હોવો જોઈએ કે ‘એ મારા છે અને મારે તેમનું બનવું છે.’’

બાપુનાં આ માર્ગદર્શન પછી વિઠ્ઠલનાં પ્રેમભાવમાં રંગાયેલા શ્રદ્ધાવાનો આગામી ઉપાસના માટે તૈયાર થઈ ગયા. ત્યારબાદ શ્રદ્ધાવાનોને ભીની માટી અને અર્ચનદ્રવ્ય આપવામાં આવ્યાં. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં ‘હરિ ૐ’ કહીને આરંભ કરવાથી લઈને તેમના ફરી ‘હરિ ૐ’ કહેવા સુધી શ્રદ્ધાવાનોએ એ માટીમાંથી શંખ, ચક્ર, ગદા અને પદ્મ મહાવિષ્ણુનાં આ દિવ્ય આયુધો બનાવવાનાં હતાં. મુખેથી મન:પૂર્વક ‘શ્રી હરિ વિઠ્ઠલ, જય હરિ વિઠ્ઠલ’નો જયઘોષ કરતાં બધાએ એ આયુધો બનાવ્યાં.

આ જયઘોષથી ભક્તિમય બનેલા વાતાવરણમાં માટીમાંથી આયુધો બનાવવાની આ ક્રિયા દ્વારા એક સુંદર ઉપાસના પણ સંપન્ન થઈ રહી હતી.

ત્યારબાદ ‘પાંડુરંગ ગાયત્રી મંત્ર’નો ૧૦૮ વાર જપ કરતાં શ્રદ્ધાવાનોએ આપવામાં આવેલાં અર્ચનદ્રવ્યો એ આયુધો પર અર્પણ કર્યાં -

ॐ पद्मनाभाय विद्महे । पांडुरंगाय धीमहि । तन्नो हरिः प्रचोदयात्॥

(ૐ પદ્મનાભાય વિદ્મહે | પાંડુરંગાય ધીમહિ | તન્નો હરિઃ પ્રચોદયાત્||)

મહાવિષ્ણુનાં આયુધોનું આ અનોખું પૂજન બાપુએ શ્રદ્ધાવાનો પાસે કરાવ્યા પછી સાંજે બહુ આતુરતાથી પ્રતીક્ષા કરવામાં આવેલી ‘શ્રી પંઢરીનાથ પદ્મરાગ રથયાત્રા’નો આરંભ થયો. વાસ્તવમાં આ રથયાત્રા બપોરે જ શરૂ થવાની હતી. પરંતુ તપતી બપોરમાં ગરમ રસ્તાઓ પર શ્રદ્ધાવાનોના પગ દાઝી ન જાય, એની પરમ પૂજ્ય બાપુને આત્મીયતાપૂર્વક ચિંતા હતી. તેથી કાર્યક્રમમાં ફેરફાર કરીને રથયાત્રા સાંજે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ રથ લગભગ બે ટન વજનનો હતો અને તેમાં શ્રીવિઠ્ઠલની ભવ્ય-દિવ્ય મૂર્તિ બિરાજમાન હતી. રથના શિખર પર હનુમાનજીની પ્રતિમા અને ‘શ્રી પંઢરીનાથ પદ્મરાગ રથયાત્રા’ લખેલું નામફલક હતું. શ્રદ્ધાવાનો રથયાત્રાના મનોહર દૃશ્યને ભાવવિભોર થઈને નિહાળી રહ્યા હતા. શ્રીવિઠ્ઠલનો જયઘોષ કરતાં તમામ શ્રદ્ધાવાનો શ્રદ્ધા, અપાર ઉત્સાહ અને આનંદ સાથે રથ સાથે બાંધેલું દોરડું ખેંચીને તેને આગળ વધારી રહ્યા હતા. સવારે શ્રદ્ધાવાનોએ માટીમાંથી બનાવેલાં મહાવિષ્ણુનાં આયુધો પણ આ જ રથમાં શ્રીવિઠોબાની મૂર્તિનાં ચરણોમાં અર્પણ કરવામાં આવ્યાં હતાં.

માથા પર ભગવી પાઘડી અને હાથમાં ભગવા ધ્વજ લઈને ‘જય જય રામ કૃષ્ણ હરિ’, ‘માઝા વિઠુ, માઝા વિઠુ, વિઠુ વિઠુ’, ‘આલા રે આલા માઝા સાવળા વિઠ્ઠલ આલા’ (‘જય જય રામ કૃષ્ણ હરિ’, ‘મારો વિઠુ, મારો વિઠુ, વિઠુ વિઠુ’, ‘આવ્યો રે આવ્યો, મારો સાંવળો વિઠ્ઠલ આવ્યો’) જેવા જોશભર્યા જયઘોષોના તાલે નૃત્ય કરતા હજારો શ્રદ્ધાવાનોથી સમગ્ર વાતાવરણ ખીલી ઊઠ્યું હતું. ઢોલ-તાશાના નાદ, પવિત્ર નામના જયઘોષ અને ઉત્સાહ તથા ભક્તિભાવ સાથે એકસાથે આગળ વધતા હજારો શ્રદ્ધાવાનોના દૃશ્યે આ રથયાત્રાને પંઢરપુરની ચિરંતન વારકરી પરંપરાનું ચૈતન્યમય દર્શન કરાવતો ભક્તિમય સમારોહ બનાવી દીધો.

સ્વયં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ રથયાત્રાના માર્ગ પર બધાની સાથે ચાલી રહ્યા હતા, તેથી રથ ખેંચનારા શ્રદ્ધાવાનોનો ઉત્સાહ વધારે ઊમટી પડ્યો હતો.

નવવારી સાડીઓ અને પરંપરાગત નથથી સજ્જ મહિલાઓએ જયઘોષના તાલે ભરપૂર આનંદથી નૃત્ય કર્યું. વિઠ્ઠલનામના તાલે પડતું તેમનું દરેક લયબદ્ધ અને મનોહર પગલું તેમના પ્રિય પાંડુરંગનાં ચરણોમાં અર્પિત નિર્મળ ભક્તિનું પ્રતીક બની ગયું. શ્રીવિઠ્ઠલનો આ રથ ખેંચતાં દરેક શ્રદ્ધાવાન પોતાને ધન્ય અનુભવી રહ્યાં હતાં અને તેમને પોતાનું જીવન સાર્થક થયાનો આનંદ મળી રહ્યો હતો.

પંઢરપુરની સડકો પર શ્રી પંઢરીનાથ પદ્મનાભ રથયાત્રા
પંઢરપુરની સડકો પર શ્રી પંઢરીનાથ પદ્મનાભ રથયાત્રા

ત્રીજો દિવસ (૭ મે ૨૦૦૧)

બધા શ્રદ્ધાવાનોએ પહેલાં સંત નામદેવજી મહારાજની પાયરીનાં દર્શન કર્યાં, ત્યારબાદ ચોખોબાજી મહારાજની સમાધિનાં દર્શન કર્યાં, કાન્હોપાત્રા મૈયાજીની સમાધિને મન:પૂર્વક પ્રણામ કર્યા અને ત્યાર પછી જ શ્રીવિઠ્ઠલનાં ચરણોમાં મસ્તક ટેક્યું. આ પહેલાં બાપુએ બધા શ્રદ્ધાવાનોને આ ત્રણ મહાન સંતોની કથાઓ સંભળાવી હતી.

આ ભાવયાત્રાની બીજી એક અવિસ્મરણીય વિશેષતા હતી ‘દહીંહાંડી ઉત્સવ’. ‘દહીંહાંડી’ શબ્દ સાંભળતાં જ આંખો સામે ઉત્સાહ અને ઊર્જાથી ભરેલો સમારોહ ઊભો થઈ જાય છે. અહીં તો સ્વયં પંઢરીમાં દહીંહાંડી ઊજવાવાના હતાં. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં પ્રેમપૂર્ણ માર્ગદર્શન હેઠળ સંપન્ન થયેલો આ ઉત્સવ માત્ર પરંપરાગત વિધિ ન રહેતાં સદ્‌ગુરુની પાવન ઉપસ્થિતિને કારણે ભક્તિ, એકતા અને સામૂહિક પ્રયત્નનો એક પાઠ બની ગયો.

પંઢરપુર ભાવયાત્રા દરમિયાન ઊજવાયેલો દહીંહાંડી ઉત્સવ
પંઢરપુર ભાવયાત્રા દરમિયાન ઊજવાયેલો દહીંહાંડી ઉત્સવ

ચોથો દિવસ (૮ મે ૨૦૦૧)

રસયાત્રાના ચોથા દિવસે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ હરિપાઠ થયો. આ વૈશાખ પૂર્ણિમાનો દિવસ હતો. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ વૈશાખ પૂર્ણિમાનું મહત્ત્વ અને એ દિવસની ઉપાસનાનો મહિમા પહેલાં જ વિસ્તારપૂર્વક સમજાવ્યો હતો, તેથી ઉપાસના કરતી વખતે દરેક શ્રદ્ધાવાનના મનનો ભક્તિભાવ અધિક વધી ગયો.

વૈશાખ પૂર્ણિમાનાં દિવસે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુની ઉપસ્થિતિમાં સામૂહિક ઉપાસના કરવામાં આવી, જેનો ક્રમ આ પ્રમાણે હતો -

  1. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरु: साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः । - ૧ વાર (ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ | ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રીગુરવે નમઃ)
  2. સદ્‌ગુરુ તારક મંત્ર — ‘ॐ मनःसामर्थ्यदाता श्रीअनिरुद्धाय नमः।’ - ૧૦૮ વાર (ૐ મન:સામર્થ્યદાતા શ્રીઅનિરુધ્ધાય નમ:)
  3. શ્રીહનુમાનચલીસા - ૧૧ વાર

ત્યારબાદ વૈશાખ પૂર્ણિમાનો સર્વશ્રેષ્ઠ પ્રસાદ માનવામાં આવતાં પન્હે (બાફેલી કાચી કેરીમાંથી બનાવેલું શરબત) અને આંબેડાળ (કાચી કેરી અને ચણાની દાળમાંથી બનાવેલું વ્યંજન) તીર્થપ્રસાદરૂપે બધાએ ગ્રહણ કર્યાં.

સ્વયં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ મંચ પર ઉપસ્થિત થયા અને ‘खेळ मांडियेला वाळवंटी घाई, नाचती वैष्णव भाई रे’ (ખેળ માંડિયેલા વાળવંટી ઘાઈ, નાચતી વૈષ્ણવ ભાઈ રે’) આ અભંગથી શરૂઆત થઈ. ત્યારબાદ બધાએ સદ્‌ગુરુ બાપુનાં સાનિધ્યમાં ચંદ્રભાગાની તટીય ભૂમિ પર ગરબા રમવાનો આનંદ માણ્યો. ‘યુગો-યુગોથી ભક્તોની પાછળ દોડતા રહેવા છતાંય અને યુગો-યુગોથી દુષ્ટોનો સંહાર કરતા રહેવા છતાંય આ ખેલાડી શ્રીકૃષ્ણ જરાય થાકતા નથી’ - એને લગતી એક કથા સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ શ્રદ્ધાવાનોને સંભળાવી. તેમણે એ પણ વિશેષરૂપે કહ્યું કે ગરબા રમતી વખતે મનમાં ‘હું શ્રીકૃષ્ણનો ગોપ છું’ એવો જ ભાવ રાખવાનો છે.

પવિત્ર ચંદ્રભાગા નદીનાં તટ પર ટિપરી (ગરબા) રમવા માટે એકત્ર થયેલાં શ્રદ્ધાવાનો
પવિત્ર ચંદ્રભાગા નદીનાં તટ પર ટિપરી (ગરબા) રમવા માટે એકત્ર થયેલાં શ્રદ્ધાવાનો

અંતિમ વિદાય

અંતિમ દિવસે પ્રસ્થાન કરતાં પહેલાં ભાવયાત્રામાં અનુભવાયેલા આનંદમય સમારોહોની સ્મૃતિઓ અને પંઢરપુરથી વિદાય લેવાના ભાવથી દરેક શ્રદ્ધાવાનનું હૃદય ભરાઈ આવ્યું હતું. પંઢરપુરને સંતોનું પિયર કહેવામાં આવે છે. આવા પંઢરપુરમાં સંપન્ન થયેલી આ ભક્તિપૂર્ણ ભાવયાત્રા પછી ત્યાંથી વિદાય લેવી કોઈના માટે પણ સહજ નહોતી.

અંતે આ પંઢરપુર ભાવયાત્રાનું સમાપન કરતાં સદ્‌ગુરુ બાપુએ શ્રદ્ધાવાનોને કહ્યું -

‘હે પ્રભુ! તમે મારા જ છો, પરંતુ મારે તમારા બનવું છે’ - આ ભાવથી જીવન જીવો. એનાથી તમારી દરેક ક્ષણ આનંદમય બનશે અને પ્રેમથી ભરાઈ જશે.’

Sadguru Shree Aniruddha Bapu at Pandharpur Bhavyatra held in the year 2001

Sabha Mandap for Pandharpur Bhavyatra
Sabha Mandap for Pandharpur Bhavyatra
Shraddhavans making Padukas for Pandharpur Bhavyatra
Shraddhavans making Padukas for Pandharpur Bhavyatra
Celebrate the divine Shree Padmaraag Rathyatra. Witness Bapu’s compassion and the grand chariot of Shree Vitthal as Shraddhavans chant with fervor, filling the air with bhakti.