શ્રીશિવગંગાગૌરી મંગલ સ્નાન

શ્રીઅનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્‌માં નવરાત્રિ ઉત્સવનો આરંભ પ્રાતઃકાળનાં શાંત અને પ્રસન્ન વાતાવરણમાં ‘માતા શિવગંગાગૌરી’નાં પવિત્ર મંગલસ્નાનથી થાય છે. માતા પાર્વતી અને ગંગામાતાનું સંયુક્ત સ્વરૂપ જ ‘માતા શિવગંગાગૌરી’ છે. આ વિધિના એક ભાગરૂપે માતાના પવિત્ર પ્રતીક તરીકે એક શ્રીફળ તેમની સામે પૂજનની થાળીમાં આદરપૂર્વક મૂકવામાં આવે છે.

મંગલસ્નાનની સમગ્ર અવધિ દરમિયાન ‘શ્રીશિવગંગાગૌરી ગાયત્રી મંત્ર’નો અખંડ જપ કરવામાં આવે છે અને તેમની કૃપા તથા સંરક્ષણની પ્રાપ્તિ માટે આવાહન કરવામાં આવે છે:

ॐ त्र्यंबकायै च विद्महे ।
अरिष्टस्तंभनकारिण्यै च धीमहि ।
तन्नो शिवगंगागौरी प्रचोदयात् ॥

(ૐ ત્ર્યંબકાયૈ ચ વિદ્મહે |
અરિષ્ટસ્તંભનકારિણ્યૈ ચ ધીમહિ |
તન્નો શિવગંગાગૌરી પ્રચોદયાત્ ||)

પ્રત્યેક ઉપચાર અત્યંત વિનમ્રતા, શ્રદ્ધા અને મન:પૂર્વક કરવામાં આવે છે. તેનાથી સમગ્ર નવરાત્રિ માટે સૌમ્ય અને પવિત્ર વાતાવરણનું નિર્માણ થાય છે.

શ્રીશિવગંગાગૌરી મંગલ સ્નાન

પવિત્ર અલંકાર - તોડા (કડા)ની શોભાયાત્રા

નવરાત્રિનાં પહેલા જ દિવસે ‘મોઠી આઈ’ અર્થાત આદિમાતા મહિષાસુરમર્દિનીનાં પવિત્ર તોડા (કડા - એક પ્રકારનો અલંકાર) મંગલવાદ્યોના પવિત્ર નાદ સાથે ભવ્ય શોભાયાત્રા સાથે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં લાવવામાં આવે છે. આ તોડા પરંપરાગત જાડા ધાતુના કડા - ઝાંઝર જેવા આભૂષણો છે. નવરાત્રિમાં પૂજવામાં આવતાં આદિમાતા મહિષાસુરમર્દિનીનાં નવ દિવ્ય સ્વરૂપોને સમર્પિત તોડાની નવ જોડીઓ છે.

આ તોડા માત્ર આભૂષણો નથી; તેમને આદિમાતાની સામર્થ્યશાળી અને કરુણામય કૃપા તથા સદૈવ રક્ષણ કરનારી તેમની ઉપસ્થિતિનાં સાકાર પ્રતીક તરીકે પૂજનીય માનવામાં આવે છે. સ્વાગત વિધિ પછી આ પવિત્ર તોડાને શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં દર્શન માટે આદરપૂર્વક મૂકવામાં આવે છે. તેનાથી શુભંકરા અને અશુભનાશિની બંને નવરાત્રિ ઉત્સવોમાં શ્રદ્ધાવાનોને આદિમાતાના આશીર્વાદ અને તેમનાં માતૃપ્રેમનો અનુભવ કરવાની તક મળે છે.

આ તોડાનાં દર્શન કરતી વખતે દરેક શ્રદ્ધાવાને એ સ્મરણ રાખવું જોઈએ કે પરમેશ્વરી આદિમાતા અને તેમનાં પુત્ર પરમાત્મા દેવીસિંહ પોતાનાં સંતાનો સાથે ચાલે છે તથા જીવનનાં દરેક પડકારમાં તેમનું રક્ષણ કરતાં તેમની સંભાળ રાખે છે.

શ્રી આદિમાતા મહિષાસુરમર્દિની તોડાની શોભાયાત્રા

‘શ્રીમાતૃવાત્સલ્યવિંદાનમ્’નું પવિત્ર પારાયણ - આદિમાતાની કૃપા પ્રાપ્ત કરવાનો માર્ગ

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ તેમની અનંત કરુણાથી આપણને પ્રેમપૂર્વક સમજાવ્યું છે કે નવરાત્રિના આ વિશેષ કાળખંડમાં ભક્તિભાવથી સ્વયંને ઉપાસનામાં સમર્પિત કરવાનું અતિશય મોટું આધ્યાત્મિક મહત્ત્વ છે. સદ્‌ગુરુ બાપુ કહે છે કે આ દિવસોમાં વાતાવરણ સ્વાભાવિક રીતે મંગલ સ્પંદનો અને પવિત્ર કૃપાશીર્વાદથી પરિપૂર્ણ રહે છે. તેથી ભક્તિભાવથી કરવામાં આવતા પારાયણ દરમિયાન, વિશેષ કરીને સદ્‌ગુરુ બાપુ દ્વારા લિખિત પવિત્ર ‘માતૃવાત્સલ્યવિંદાનમ્’ ગ્રંથનું પારાયણ કરતી વખતે, સાધક આ સૂક્ષ્મ કૃપા તરંગોનો લાભ મેળવી શકે છે.

‘માતૃવાત્સલ્યવિંદાનમ્’ એટલે ‘માતરૈશ્વર્યવેદ’, જે ‘શ્રીગુરુદત્તાત્રેય’ અને તેમનાં શિષ્ય ‘ભગવાન શ્રીપરશુરામ’નાં સંવાદમાંથી સાકાર થયેલ એક મહાન અને પવિત્ર ગ્રંથ છે. તેમાં આદિમાતા ચણ્ડિકાનાં ત્રિવિધ સ્વરૂપો આદિમાતા ગાયત્રી, આદિમાતા મહિષાસુરમર્દિની અને આદિમાતા અનસૂયાનું સરળ અને સહજ રીતે વર્ણન કરવામાં આવ્યું છે.

આ પવિત્ર ગ્રંથનું વર્ણન કરતાં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ સુંદર શબ્દોમાં લખે છે...

‘આ માત્ર આદિમાતાની કથા કહેનાર ગ્રંથ નથી. આ એક પવિત્ર ગ્રંથ છે; આ ગુણસંકીર્તન છે, જ્ઞાનની ગંગા છે અને ભક્તિની ભાગીરથી છે - હૃદયમાંથી પરમાત્મા તરફ વહેતી શુદ્ધ ભક્તિ.’

સૌથી મહત્ત્વની વાત એ છે કે સદ્‌ગુરુ બાપુ શીખવે છે કે આદિમાતાનાં ‘શુભંકરા’ અને ‘અશુભનાશિની’ બંને સ્વરૂપો તેમનાં માતૃપ્રેમ અને રક્ષણ કરનારી ઉપસ્થિતિનાં જ સ્વરૂપો છે. તેથી શ્રદ્ધાવાનોની એવી શ્રદ્ધા છે કે જ્યારે તેઓ ‘શ્રીમાતૃવાત્સલ્યવિંદાનમ્’નું પારાયણ કરે છે, ત્યારે એ પ્રેમમય આદિમાતા તેમની સમીપ આવીને બેસે છે અને આ પારાયણ સાંભળે છે.

શ્રદ્ધાવાન ‘શુભંકરા નવરાત્રિ’ દરમિયાન ગુડીપાડવાથી રામનવમી સુધી અને ‘શ્રીમાતૃવાત્સલ્યવિંદાનમ્’માં જણાવ્યાં પ્રમાણે આસો નવરાત્રિ (‘અશુભનાશિની નવરાત્રિ’) દરમિયાન ઘટસ્થાપનાથી આસો નવમી સુધી ‘શ્રીમાતૃવાત્સલ્યવિંદાનમ્’ ગ્રંથનું પારાયણ કરે છે. આ પવિત્ર ગ્રંથના દરેક અક્ષરને માતૃપ્રેમ ‘માતૃવાત્સલ્ય’નો સ્પર્શ પ્રાપ્ત થયો છે. આ પ્રેમ નિરપેક્ષ, પાલનપોષણ કરનારો અને સંરક્ષણ પ્રદાન કરનારો છે. આવા પારાયણના લાભ અગણિત છે.

તે માત્ર સાંસારિક લાભો સુધી સીમિત નથી, પરંતુ અંતર્મનની શાંતિ, મનની સ્પષ્ટતા અને પરમેશ્વરી આદિમાતા સાથે નવેસરથી દૃઢ થનારી નિકટતા સુધી પહોંચે છે.

શ્રીમાતૃવાત્સલ્યવિંદાનમ્, અર્થાત્ માતરૈશ્વર્યવેદ
શ્રીમાતૃવાત્સલ્યવિંદાનમ્, અર્થાત્ માતરૈશ્વર્યવેદ

જાગરણનું મહત્ત્વ

ભક્તિનાં માર્ગને અધિક દૃઢ બનાવવા માટે સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ નવરાત્રિનાં આ કાળખંડમાં શ્રદ્ધાવાનોને જાગરણ કરવા વિશે પણ પ્રેમપૂર્વક માર્ગદર્શન આપ્યું છે. જાગરણનો અર્થ છે ભક્તિભાવથી ઉપાસના કરતાં આખી રાત જાગતા રહેવું. આ સાધનાના અત્યંત મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક મહત્ત્વને તેમણે રેખાંકિત કર્યું છે. તેમનાં અનુસાર, ‘જાગરણ’ આદિમાતાની ઉપસ્થિતિની અનુભૂતિને નિરંતર જાગૃત રાખવાનો એક માર્ગ છે.

આ અત્યંત મહત્ત્વપૂર્ણ ‘જાગરણ’ નવરાત્રિનાં નવ દિવસોમાંથી કોઈ પણ એક દિવસે આખી રાત કરી શકાય છે. પસંદગીની આ સ્વતંત્રતાને કારણે શ્રદ્ધાવાન પોતાની પરિસ્થિતિ અને સમય અનુસાર યોગ્ય રાત્રિ પસંદ કરી શકે છે, જેથી આ ઉપાસના તેના માટે આનંદનું સાધન બને છે, ભાર નહીં.

દરેક ભક્તની ક્ષમતા અને જવાબદારીઓ અલગ-અલગ હોય છે, એ ધ્યાનમાં રાખીને સદ્‌ગુરુ બાપુએ બીજો એક સરળ માર્ગ પણ બતાવ્યો છે. જો કોઈ માટે આખી રાત જાગરણ કરવું શક્ય ન હોય, તો તેણે પ્રેમપૂર્વક આંશિક જાગરણ કરવું જોઈએ, એવું તેમણે સમજાવ્યું છે. આ આંશિક જાગરણ રાત્રે ૯.૩૦ વાગ્યા થી પ્રાતઃ ૨.૩૦ વાગ્યા સુધી કરવામાં આવે છે.

આ અખંડ અને ભક્તિભાવપૂર્ણ જાગરણ ‘માતૃવાત્સલ્યવિંદાનમ્’ ગ્રંથનું વાચન કરીને અથવા પોતાની પસંદગીનાં અન્ય પવિત્ર સ્તોત્રો કે મંત્રોનો પાઠ કરીને કરી શકાય છે. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ જાગરણની આ ઉપાસનાને એટલી સહજ બનાવી છે કે દરેક શ્રદ્ધાવાન આ પવિત્ર કાળમાં આદિમાતાની કૃપાને ગ્રહણ કરવા માટે મન:પૂર્વક સહભાગી થઈ શકે, પોતાની શ્રદ્ધા વધારી શકે અને પોતાના આંતરિક બળને દૃઢ કરી શકે.

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ નવરાત્રિનો વાસ્તવિક અર્થ સ્પષ્ટ કરે છે અને આ નવ દિવસમાં આપણે શું કરવું જોઈએ, તે જણાવે છે.

અંબજ્ઞ ઇષ્ટિકા પૂજન

‘શુભંકરા નવરાત્રિ’ અને ‘અશુભનાશિની નવરાત્રિ’ આ બંને પવિત્ર કાળખંડોમાં શ્રદ્ધાવાનો આદિમાતા ચણ્ડિકાનું ‘અંબજ્ઞ ઇષ્ટિકા પૂજન’ અતિશય શ્રદ્ધા અને ભક્તિભાવથી કરે છે. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ દ્વારા પ્રેમપૂર્વક આપવામાં આવેલા આ નવરાત્રિ પૂજનની વિશેષતા તેની શુદ્ધતા, સરળતા અને સાત્ત્વિકતા છે! બાહ્ય રીતે આ પૂજન અત્યંત સરળ હોવા છતાં તેનું સ્વરૂપ અત્યંત પવિત્ર છે. આ નવરાત્રિ ઊજવવાની પરંપરાગત પદ્ધતિનું વાસ્તવિક સ્વરૂપ છે અને હૃદયની કૃતજ્ઞતા તથા સાચા ભાવ દ્વારા ભક્તને સીધો આદિમાતા સાથે બાંધે છે.

આ પવિત્ર ઉપાસનામાં શ્રદ્ધાવાનો સ્વયં ઇષ્ટિકા પર, એટલે કે ‘અંબજ્ઞ ઇષ્ટિકા’ તરીકે ઓળખાતી પવિત્ર ઈંટ પર, આદિમાતા ચણ્ડિકાનું મુખ ચિત્રિત કરે છે. શ્રદ્ધાવાન માટે આ ઇષ્ટિકા આદિમાતા ચણ્ડિકાનું જીવંત પ્રતિનિધિત્વ બની જાય છે અને નવરાત્રિમાં અત્યંત ભક્તિભાવ તથા આદરપૂર્વક તેની સ્થાપના કરવામાં આવે છે. દોરવામાં આવેલી દરેક રેખા અને કરવામાં આવેલો દરેક ઉપચાર ભક્તિ અને પ્રેમથી જ સાકાર થાય છે. તેથી આ પૂજન દરેક શ્રદ્ધાવાન માટે એક વ્યક્તિગત આધ્યાત્મિક અનુભવ બની જાય છે.

‘અંબજ્ઞતા’નો અર્થ છે આદિમાતા અને તેમના પુત્ર સ્વયંભગવાન ત્રિવિક્રમ પ્રત્યે અંતઃકરણમાંથી વ્યક્ત થતી કૃતજ્ઞતા. એવી શ્રદ્ધા છે કે આ અંબજ્ઞતા આ ઇષ્ટિકાના રૂપમાં સાકાર અને પવિત્ર સ્વરૂપ ધારણ કરે છે. આ સરળ, પરંતુ ગહન ક્રિયા દ્વારા કૃતજ્ઞતા માત્ર એક ભાવના ન રહેતાં ઉપાસનાનું સ્વરૂપ ધારણ કરે છે. તેનાથી શ્રદ્ધાવાનોને વિનમ્રતા, શ્રદ્ધા અને પ્રેમપૂર્ણ સમર્પણ દ્વારા આદિમાતા સાથે એક શાંત, આંતરિક નિકટતાનો અનુભવ થાય છે.

અંબજ્ઞ ઇષ્ટિકા પૂજન

શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં રાત્રિ પઠન

બંને નવરાત્રિઓ દરમિયાન શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં ‘જાગરણ’ ( જેને ‘રાત્રિપઠન’ પણ કહેવામાં આવે છે) કરવું એ શ્રદ્ધાવાનો અત્યંત મંગલમય માને છે.

રાત્રિના શાંત વાતાવરણમાં શ્રદ્ધાવાનો શ્રીરામરસાયન, શ્રીમાતૃવાત્સલ્યવિંદાનમ્, શ્રીમાતૃવાત્સલ્ય ઉપનિષદ્ વગેરે પવિત્ર ગ્રંથોનું વાંચન કરે છે અથવા શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં આદિમાતા મહિષાસુરમર્દિની, અનસૂયા માતા અને અન્ય દેવતાઓનાં મંગલમય અને શાંત મુખકમળોને માત્ર પ્રેમપૂર્વક નિહાળતા રહે છે. રાત્રિનાં આ શાંત સમયે કરવામાં આવતું આ અખંડ સ્મરણ આધ્યાત્મિક ચેતના, ભક્તિ અને આધ્યાત્મિક સામીપ્યને અધિક દૃઢ કરે છે.

શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્ ઉપરાંત શ્રદ્ધાવાન આ જ શ્રદ્ધાપૂર્ણ પદ્ધતિથી બધા શ્રીત્રિવિક્રમ મઠ તથા શ્રી ગુરુકુળ-જુઈનગરમાં પણ રાત્રિ પઠન કરે છે. આ રીતે આ પવિત્ર સાધનાનો અનુભવ આ બધા પવિત્ર સ્થાનો પર પણ કરી શકાય છે.

શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં રાત્રિ પઠનમાં તલ્લીન શ્રદ્ધાવાનો
શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં રાત્રિ પઠનમાં તલ્લીન શ્રદ્ધાવાનો
Ambadnya Ishtika Poojan
Ambadnya Ishtika Poojan
Shraddhavans perform doing Shree Ramrasayan ratra pathan at Shree Trivikram Math during Navratri utsav

Shraddhavans perform doing Shree Ramrasayan ratra pathan at Dwarkamai, Govidyapeetham, Kothimbe during Navratri utsav

Shree Mahishasurmardini's tode procession during Navratri Utsav at Shree Aniruddha Gurukshetram

Shraddhavans taking darshan at Shree Aniruddha Gurukshetram during Navratri Utsav
Shraddhavans taking darshan at Shree Aniruddha Gurukshetram during Navratri Utsav