મંદોદરી - નામસ્પર્શનો માર્ગ અપનાવનાર પ્રથમ વ્યક્તિ
આ સ્પર્શ પવિત્ર રામનામનો છે. સૌથી પહેલાં આ નામસ્પર્શ રાવણની પત્ની મંદોદરીએ કર્યો. લંકામાં કોઈને પણ રામનામનો ઉચ્ચાર કરવાની અનુમતિ નહોતી; ત્યાં ‘રામનામ’ જપવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ હતો. તેથી મંદોદરીએ ‘નામસ્પર્શ’નો માર્ગ અપનાવ્યો.
એક દિવસ ‘નામસ્પર્શ’ કરતી વખતે તેમને પ્રભુ શ્રીરામનાં ચરણકમળનો સ્પર્શ અનુભવાયો. તેમણે આંખો ખોલી તો તેમને માત્ર ધનુષ્ય દેખાયું. શ્રીરામ એકનિષ્ઠ અને એકપત્નીવ્રતી છે, તેથી જ્યારે મંદોદરીજી મહેલમાં એકલાં હતાં, ત્યારે એકલા શ્રીરામનું તેમને દર્શન આપવું યોગ્ય ન હોત; તેથી શ્રીરામે પોતાના ધનુષ્યના માધ્યમથી તેમને પ્રતીકાત્મક રીતે દર્શન આપ્યાં.
આ ‘નામસ્પર્શ’ને કારણે મંદોદરીજીની તપશ્ચર્યા રાવણની તપશ્ચર્યા કરતાં વધુ પવિત્ર અને શ્રેષ્ઠ સિદ્ધ થઈ. ‘નામસ્પર્શ’નો અર્થ છે, સાક્ષાત્ પ્રભુ શ્રીરામનો સ્પર્શ પ્રાપ્ત થવો - તેમનાં ચરણકમળનો સ્પર્શ અને તેમના પવિત્ર હાથનો સ્પર્શ પ્રાપ્ત થવો.
નામસ્પર્શનો અભ્યાસ ત્રણ પ્રકારે કરી શકાય છે
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ તેમનાં પ્રવચનમાં સ્પષ્ટ કર્યું છે કે ‘નામસ્પર્શ’નો અભ્યાસ ત્રણ પ્રકારે કરી શકાય છે:
-
આંખો ખુલ્લી અથવા બંધ રાખીને જમણા હાથની હથેળીથી હવામાં ‘રામનામ’ લખવું. આવુ કરતા સમયે મનમાં એવો ભાવ રાખીને નામસ્પર્શ કરવો કે આપણે પ્રભુ શ્રીરામનાં એ ચતુર્ભુજ સ્વરૂપનાં ખોળામાં બેસીને નામસ્પર્શ કરી રહ્યા છીએ અને તેમની જ ઉપસ્થિતિમાં હવામાં તેમનું નામ લખી રહ્યા છીએ.
-
આંખો બંધ કરીને, જમણા હાથની પાંચેય આંગળીઓને એકબીજા સાથે મેળવ્યા વિના, પોતાનો જમણો હાથ હૃદય પર રાખવો અને મનમાં જ ‘રામનામ’નો જપ કરવો. રામનામ લેતી વખતે મનમાં એવો ભાવ રાખવો કે આ નામનાં સ્પંદનો મારા મુખમાંથી મારા હૃદયમાં પ્રવેશી રહ્યાં છે. આ રીતે રામનામ આપણા અંતઃકરણ સુધી પહોંચે છે, હૃદયને શુદ્ધ કરે છે અને હૃદયમાંથી સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે.
-
આંખો બંધ કરીને જમણા હાથની અનામિકા (ટચલી આંગળીની બાજુની આંગળી) વડે ડાબા હાથની હથેળી પર ‘રામનામ’ લખવું. આ ‘નામસ્પર્શ’નો અભ્યાસ દરરોજ આંખો બંધ કરીને પાંચ વખત કરવો જોઈએ. જ્યારે હું નામસ્પર્શ કરું છું, ત્યારે ‘ચરણધ્યાન’ આપોઆપ થવા લાગે છે.
‘નામસ્પર્શ’ એ ‘ચરણસ્પર્શ’ને સાધવાનો એક સરળ અને સહજ માર્ગ છે. એક વાર ‘નામસ્પર્શ’ સાધી લેવામાં આવે, તો ‘ચરણસ્પર્શ’ની પ્રાપ્તિ થાય જ છે.
સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને
પાદુકા - નામ - ચરણ, આ ત્રણેય અભિન્ન રુપે જોડાયેલાં છે.
સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને ॥
અર્થાત્ રામનામ ભગવાન વિષ્ણુના સહસ્રનામ જેટલું જ પવિત્ર છે. આ જ રામનામનું માહાત્મ્ય છે અને રામનામની આ જ મહિમા સ્વયં ભગવાન શિવ માતા પાર્વતીને જણાવે છે.
આવા ‘રામનામ’ને પોતાના મન પર અંકિત કરવા, તેને હૃદયમાં કોતરીને રાખવા અને પોતાના અંતઃકરણમાં સંઘરી રાખવાનું અતિશય સરળ સાધન એટલે નામસ્પર્શ. ‘નામસ્પર્શ’ અને પવિત્ર ‘પાદુકા’ વચ્ચે બીજો એક સુંદર સંબંધ છે.
મહાપ્રાણ હનુમાનજીએ રામસેતુનાં નિર્માણમાં ઉપયોગમાં લેવાતા પથ્થરો પર ‘રામ’ નામ લખ્યું; પરંતુ એ પથ્થરે ‘નામસ્પર્શ’નો અનુભવ કર્યો. રામનામ લખેલા એ પથ્થરો તરી ગયા અને ‘રામનામ’ અંકિત કરવામાં આવેલા એ જ પથ્થરોથી બનેલાં આ સેતુ પરથી પ્રભુ શ્રીરામ, લક્ષ્મણજી, હનુમાનજી અને વાનરસેના ચાલીને ગયાં.
નામસ્પર્શ એટલે ‘હનુમત્ સ્પર્શ’
‘તુલસીપત્ર ૧૫૮૬’ આ અગ્રલેખમાં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ ‘નામસ્પર્શ’નો ઉલ્લેખ ‘હનુમત્ સ્પર્શ’ તરીકે પણ કર્યો છે. હનુમાનજી પવનપુત્ર છે, અર્થાત્ સાક્ષાત્ ‘રામનામ’ જ છે. તેથી હવામાં ‘રામનામ’ લખવું એ ‘નામસ્પર્શ’નું સૌથી વાસ્તવિક સ્વરૂપ છે.
હનુમાનજી એટલે ‘મહાપ્રાણ’, જે દરેક જડ અને ચેતનમાં વિદ્યમાન છે. ‘નામસ્પર્શ’ના માધ્યમથી એ હનુમાનજી આપણા હૃદયને સ્પર્શ કરે છે. આપણા અંતઃકરણને એ આત્મારામ સાથે જોડે છે; આવી રીતે આ ‘રામનામ’ આપણા અંતઃકરણના ઊંડાણ સુધી પહોંચે છે. જ્યારે આપણે ‘રામનામ’ની નોટમાં હનુમાનજીની આકૃતિમાં ‘રામનામ’ લખીએ છીએ, ત્યારે એ પણ ‘નામસ્પર્શ’ જ હોય છે. અહીં સુધી કે ડિજિટલ ‘રામનામ’ નોટ લખતી વખતે પણ ‘નામસ્પર્શ’નો અનુભવ કરી શકાય છે.
‘રામ’ નામ એ ‘રં’ (બીજ), ‘આં’ (બીજ) અને ‘મ’ (બીજ), આ ત્રણ બીજ-અક્ષરોથી બનેલું છે. આ ત્રણ અક્ષરો સ્વયંભગવાન ત્રિવિક્રમનાં ત્રણ ચરણ જ છે.
ર+આ+મ = રામ
આ ‘રામનામ’ મંત્ર ‘નામ’ અને પ્રભુના ‘ચરણ’, બંનેનું પ્રતીક છે. આ ચરણ જ ‘નામસ્પર્શ’ છે. જો આપણે શ્રીરામની પાદુકાઓને આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત કરવી હોય, તો ‘નામસ્પર્શ’ અતિશય મહત્ત્વપૂર્ણ છે. શ્રી લક્ષ્મણજી નિરંતર માતા સીતા અને પ્રભુ શ્રીરામનાં કમળ જેવાં કોમળ ચરણોનું ધ્યાન કરતા રહે છે. જ્યારે હું ‘નામસ્પર્શ’ કરું છું, ત્યારે ‘ચરણધ્યાન’ સહજ રીતે થવા લાગે છે.





