માનવજીવનને ટકાવી રાખનારા અતિશય મહત્ત્વપૂર્ણ ઘટકોમાં ‘રક્ત’નું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તબીબી કટોકટીમાં સમયસર રક્ત ઉપલબ્ધ થવું કે ન થવું ઘણી વાર જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત નક્કી કરી શકે છે. અન્ય અનેક તબીબી સાધનોની જેમ રક્તને પ્રયોગશાળામાં તૈયાર કરી શકાતું નથી; તે માત્ર ત્યારે જ ઉપલબ્ધ થઈ શકે છે, જ્યારે કોઈ સ્વસ્થ વ્યક્તિ સ્વેચ્છાએ રક્તદાન કરવા માટે આગળ આવે. તેથી રક્તદાન માત્ર તબીબી આવશ્યકતા જ નહીં, પરંતુ પ્રાણ બચાવવામાં સહાય કરનારું એક મહાન માનવહિતકારી કાર્ય છે.

રક્તની આવશ્યકતા અને રક્તદાનના મહત્ત્વ વિશે વ્યાપક જનજાગૃતિ થાય એ પહેલાં જ તેનું મહત્ત્વ સમજીને સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ વર્ષ ૧૯૯૯થી જ રક્તદાન શિબિરોનું આયોજન શરૂ કરી દીધું હતું. હવે રક્તદાન શિબિરોનું આયોજન તેમનાં મુખ્ય માનવહિતકારી સેવાકાર્યોનો એક ભાગ બની ગયું છે, જેમાં તેમની કરુણા અને સમાજકલ્યાણ પ્રત્યેની તેમની દૃઢ પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થાય છે.

૧૯૯૯થી વાર્ષિક મહારક્તદાન શિબિર

વર્ષ ૧૯૯૯થી સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ ઉપાસના ટ્રસ્ટ અને તેની સાથે સંલગ્ન સંસ્થાઓ મળીને મહારક્તદાન શિબિરનું આયોજન કરી રહી છે. દર વર્ષે મોટા પાયે અને અત્યંત ચોકસાઈપૂર્વકના આયોજન સાથે યોજાતી આ શિબિરો મુખ્યત્વે ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ (શ્રી હરિગુરુગ્રામ), બાંદ્રા ખાતે તથા સ્થાનિક સ્તરે વિવિધ સ્થળોએ આવેલાં ‘સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ ઉપાસના કેન્દ્રો’માં યોજવામાં આવે છે.

એપ્રિલ અને મે મહિનામાં ઘણી વાર રક્તની મોસમી અછત અનુભવાય છે. આ અછત પૂરી કરવાના મુખ્ય ઉદ્દેશથી દર વર્ષે એપ્રિલ મહિનામાં આ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ઉનાળાનાં મહિનાઓમાં અનેક લોકો રજાઓ ગાળવા પોતાના ગામ અથવા બહાર જતા રહે છે, જેના કારણે બ્લડ બેંકો અને હોસ્પિટલોમાં રક્તદાન ઓછી માત્રામાં થાય છે. પરિણામે, રજાઓ દરમિયાન આયોજિત શસ્ત્રક્રિયાઓ માટે રક્તની આવશ્યકતા જ્યારે વધે છે, એ સમયે રક્તની ઉપલબ્ધતા ઓછી થઈ જાય છે. તેથી એપ્રિલ મહિનામાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવાથી રક્તની ઉપલબ્ધતા અને વધતી આવશ્યકતા વચ્ચેના અંતરને ઘટાડવામાં સહાય મળે છે અને આરોગ્ય સેવા વ્યવસ્થાને અત્યંત જરૂરી સમયે મહત્ત્વપૂર્ણ સહાય ઉપલબ્ધ થાય છે.

આ આયોજનની શરૂઆત ૨૧ ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ થઈ હતી, જ્યારે દાદર સ્થિત સ્વાતંત્ર્યવીર સાવરકર સ્મારકમાં પ્રથમ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એક નાના ઉપક્રમ તરીકે શરૂ થયેલો આ પ્રયાસ આગળ જતાં એક મહત્ત્વપૂર્ણ અને નિરંતર ચાલતા સેવાકાર્યનું સ્વરૂપ પામ્યો અને દરેક વીતતા વર્ષ સાથે તેનો વિસ્તાર અને પ્રભાવ સતત વધતો ગયો.

Sadguru Aniruddha Bapu immersed in the Bhakti of Dattaguru
મહારક્તદાન શિબિરમાં રક્તદાતાની નોંધણી અને હિસ્ટ્રી ચેક-અપ

એક શિબિરથી દેશવ્યાપી આંદોલન સુધી

આ રક્તદાન અભિયાન વર્ષ ૧૯૯૯માં ૧૫૪ યુનિટ રક્તથી શરૂ થયું હતું અને છેલ્લાં ૨૫ વર્ષમાં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ ઉપાસના કેન્દ્રોમાં સમર્પિત ભાવથી કાર્ય કરતા સ્વયંસેવકોના પ્રયાસો તથા હજારો રક્તદાતાઓની નિઃસ્વાર્થ સહભાગિતાથી આ નાનું અભિયાન એક મોટા માનવહિતકારી ઉપક્રમમાં પરિવર્તિત થયું છે. સતત ચલાવવામાં આવેલી જનજાગૃતિ અને જનસંપર્ક અભિયાનોથી સ્વૈચ્છિક રક્તદાનની એક સશક્ત સંસ્કૃતિ વિકસાવવામાં સહાય મળી છે અને દર વર્ષે રક્તદાતાઓની સહભાગિતા સતત વધી રહી છે.

મોટા પાયે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં અને તેનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં AADM દ્વારા વિકસાવવામાં આવેલી વિશેષ કુશળતા અને નિપુણતાની ઓળખ માત્ર સંસ્થાના પોતાના ઉપક્રમો પૂરતી જ સીમિત રહી નથી, પરંતુ અન્ય સંસ્થાઓએ પણ તેને માન્યતા આપી છે.

વર્ષ ૨૦૧૦માં મહારાષ્ટ્રના એક પ્રમુખ રાજકીય પક્ષ દ્વારા આયોજિત વિશેષ રક્તદાન અભિયાનને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં સહાય કરવા માટે ફાઉન્ડેશનને આમંત્રિત કરવામાં આવ્યું હતું. પોતાના દીર્ઘ અનુભવ, મોટી સંખ્યામાં ઉપલબ્ધ પ્રશિક્ષિત સ્વયંસેવકોની શક્તિ અને સુવ્યવસ્થિત કાર્યપદ્ધતિનો અસરકારક રીતે ઉપયોગ કરીને ફાઉન્ડેશને આ અભિયાનને સફળ બનાવવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ અભિયાનમાં એક જ દિવસમાં ૨૫,૦૦૦ યુનિટથી વધુ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું—આ સંખ્યા એ સમયે એક રેકોર્ડ માનવામાં આવી હતી. રક્તદાનના ક્ષેત્રમાં અનેક વર્ષોની સમર્પિત સેવાથી ફાઉન્ડેશન અને AADM દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી સંગઠનાત્મક ક્ષમતા, વિશ્વસનીયતા અને જનમાનસના વિશ્વાસનું આ સફળતા પ્રતીક હતી.

મહારક્તદાન શિબિર માટે ત્રણ મહિના પહેલાંથી શરૂ થતી તૈયારી

મહારક્તદાન શિબિરની પૂર્વતૈયારી લગભગ ત્રણ મહિના પહેલાંથી જ શરૂ થઈ જાય છે. શિબિરનું આયોજન સુચારુ રીતે અને સફળતાપૂર્વક સંપન્ન થાય, એ માટે સ્વયંસેવકો, વિવિધ સમિતિઓ અને સ્થાનિક ‘સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ ઉપાસના કેન્દ્રો’ પરસ્પર સમન્વયથી કાર્ય કરે છે. બ્લડ બેંકો સાથે સમન્વય સ્થાપિત કરવો, રક્તદાતાઓની નોંધણી કરવી, જરૂરી વ્યવસ્થાપન અને આયોજન કરવું તથા રક્તદાનના વિષયમાં જનજાગૃતિ કરવા જેવી વિવિધ જવાબદારીઓ આ પૂર્વતૈયારીનો ભાગ હોય છે. તેનાથી શિબિર સુચારુ રીતે અને સફળતાપૂર્વક સંપન્ન થાય છે.

આ ઉપક્રમના નોંધપાત્ર વિસ્તાર પાછળનું બીજું એક મહત્ત્વપૂર્ણ કારણ ‘રક્તદાનના મહત્ત્વ અને તેની સુરક્ષા’ વિશે સતત કરવામાં આવતા જનજાગૃતિના પ્રયાસો છે. ખોટી ધારણાઓ અથવા ભયને કારણે અનેક લોકો શરૂઆતમાં રક્તદાન કરતાં અચકાય છે. પરંતુ નિયમિત સંવાદ, માર્ગદર્શન અને પરામર્શના માધ્યમથી શ્રદ્ધાવાનોને સમજાવવામાં આવે છે કે ‘રક્તદાન એક સુરક્ષિત પ્રક્રિયા છે’ અને ‘રક્તદાનમાં આપવામાં આવેલી રક્તની થોડીક માત્રા પણ કોઈ અમૂલ્ય માનવ જીવનનાં પ્રાણ બચાવવામાં સહાયક થઈ શકે છે.’

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ, જેઓ સ્વયં ડૉક્ટર છે, તેમણે પોતાના પ્રવચનોના માધ્યમથી રક્તદાનના આધ્યાત્મિક મહત્ત્વ અને માનવ જીવન બચાવવામાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને વારંવાર રેખાંકિત કરી છે. તેમના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી હજારો શ્રદ્ધાવાનોને આ ઉદાત્ત સેવાકાર્યમાં સહભાગી થવાની પ્રેરણા મળી છે.

અનેક શ્રદ્ધાવાનો માટે રક્તદાન બીજાઓની સેવામાં પોતાનું યોગદાન આપવાની એક સાર્થક તક બની ગયું છે. પોતાની પરિસ્થિતિ ગમે તેવી હોય,

“હું નિરુપયોગી નથી; હું ઓછામાં ઓછું રક્તદાન તો કરી જ શકું છું”

આ વિશ્વાસ તેમના મનમાં દૃઢ થાય છે અને તેમને એ અહેસાસ થાય છે કે આ સરળ કાર્ય પણ કોઈના જીવનમાં પરિવર્તન લાવી શકે છે.

મહારક્તદાન શિબિરનું આયોજન ‘મહારાષ્ટ્ર રાજ્ય રક્ત સંક્રમણ પરિષદ’ (SBTC) દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી અને ખાનગી બ્લડ બેંકો સાથેના નિકટના સમન્વયથી કરવામાં આવે છે. આ બ્લડ બેંકોના ડૉક્ટરો, ટેક્નિશિયનો અને પેરામેડિકલ કર્મચારીઓની ટીમો ફાઉન્ડેશન અને તેની સાથે સંલગ્ન સંસ્થાઓના શ્રદ્ધાવાન કાર્યકર્તાઓના સહયોગથી કાર્ય કરે છે. સમગ્ર શિબિર દરમિયાન જોવા મળતા ઉત્કૃષ્ટ સમન્વય, અનુશાસન અને સામૂહિક કાર્યભાવનાને કારણે પ્રત્યેક રક્તદાતાની આવશ્યક કાળજી લેવામાં આવે છે અને રક્તદાનની પ્રક્રિયામાં સુરક્ષા સાથે સંકળાયેલા તમામ પાસાઓનું કડકપણે પાલન કરવામાં આવે છે.

પ્રાણ બચાવવાની સામૂહિક જવાબદારી

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુની શિક્ષામાંથી મળેલા માર્ગદર્શન અનુસાર, સ્થાનિક ઉપાસના કેન્દ્રોમાં નિયમિત રીતે આયોજિત થતી રક્તદાન શિબિરો અને વર્ષ ૨૦૨૬માં આયોજિત મહારક્તદાન શિબિરે ફરી એક વાર ભક્તિ, અનુશાસન અને માનવહિતકારી સેવાનો નોંધપાત્ર આદર્શ રજૂ કર્યો.

આ શિબિરમાં SBTC તથા અન્ય માન્યતા પ્રાપ્ત કુલ ૧૭૬ સરકારી અને ખાનગી બ્લડ બેંકોએ AADMના પ્રશિક્ષિત શ્રદ્ધાવાન સ્વયંસેવકો સાથે નિકટનો સમન્વય સ્થાપિત કરીને કાર્ય કર્યું. આ અસરકારક સમન્વયને કારણે શિબિરનું સમગ્ર આયોજન સુચારુ રીતે, અનુશાસિત અને કુશળતાપૂર્વક સંપન્ન થયું.

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં ચરણોમાં દૃઢ શ્રદ્ધા અને આદરથી પ્રેરાઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાવાનો રક્તદાન માટે ઉત્સ્ફૂર્ત રીતે આગળ આવ્યા. મુંબઈ, પુણે, પિંપરી-ચિંચવડ અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોનાં કુલ ૧૨૭ કેન્દ્રોની સાથે સાથે દિલ્હી, ગુજરાત, મધ્ય પ્રદેશ, ગોવા અને કર્ણાટકનાં કેન્દ્રોમાં પણ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વ્યાપક સહભાગિતાથી સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં આ સેવાકાર્યનો સતત વધતો વિસ્તાર જ માત્ર જોવા મળ્યો નહીં, પરંતુ આ સેવાકાર્ય પ્રત્યે હજારો રક્તદાતાઓની સામૂહિક પ્રતિબદ્ધતા અને સમર્પણભાવના પણ સ્પષ્ટપણે જોવા મળી.

રક્તની આવશ્યકતા સતત રહે છે અને દિવસે દિવસે વધતી જ જાય છે. દાન કરવામાં આવેલું પ્રત્યેક યુનિટ રક્ત કોઈ વ્યક્તિનું અમૂલ્ય જીવન બચાવી શકે છે અને સંકટમાં મુકાયેલા પરિવારના મનમાં આશાનું કિરણ જગાવી શકે છે. રક્તદાન આપણામાંના પ્રત્યેકને કોઈ બીજા માટે કંઈક સાર્થક કરવાની તક આપે છે.

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ આપણને શીખવ્યું છે કે પ્રેમ, શ્રદ્ધા અને નિઃસ્વાર્થ ભાવથી અર્પણ કરવામાં આવેલી કેટલીક પવિત્ર બૂંદો પરમેશ્વરને પ્રિય હોય છે. આ જ ભાવને મનમાં રાખીને, કોઈ પણ અપેક્ષા વિના કોઈ મનુષ્યના પ્રાણ બચાવવા માટે જ્યારે આપણે રક્તની કેટલીક બૂંદો દાન કરીએ છીએ, ત્યારે તે પરમેશ્વરને કરેલા અર્પણથી ઓછું નથી હોતું.

Sadguru Aniruddha Bapu immersed in the Bhakti of Dattaguru
મહારક્તદાન શિબિરમાં રક્તદાન કરનારા રક્તદાતાઓ - જેમાં મોટા પ્રમાણમાં શ્રદ્ધાવાનો છે
Shraddhavans donating blood during the Mega Blood Donation Camp at Shree Harigurugram, Bandra

Mega Blood Donation Camp at Shree Harigurugram, Bandra

Haemoglobin Checking during the Mega Blood Donation Camp at Shree Harigurugram, Bandra