ભગવાન શિવ અર્થાત પૂર્ણ શુદ્ધતા અને પૂર્ણ પવિત્રતા. ભગવાન શિવ એટલે માંગલ્ય. શિવજીનો કર્પૂરગૌર વર્ણ આ જ પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક છે. જે અશુદ્ધતાને શુદ્ધતામાં પરિવર્તિત કરે છે, એ શિવ છે. તેથી શિવ, શિવનામ, શિવદર્શન અને શિવગુણસંકીર્તન મનુષ્યના જીવનને મંગલમય, પવિત્ર અને શુદ્ધ બનાવનારાં તેમજ મનુષ્યના મનની દુર્વાસનાઓ પર વિજય અપાવનારાં છે. આવા ભગવાન શિવના ભજન-પૂજન માટે મહાશિવરાત્રિનો દિવસ સર્વશ્રેષ્ઠ પર્વ માનવામાં આવે છે.

મહાશિવરાત્રિનાં અવસરે સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં દર્શન કરતાં શ્રદ્ધાવાનો.

શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં મહાશિવરાત્રિ ઉત્સવ

મહાશિવરાત્રિનાં દિવસે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્, ખારમાં શ્રદ્ધાવાનો ‘હરિહર’ સ્વરૂપ ‘શ્રીત્રિવિક્રમ’ને બિલ્વપત્ર અર્પણ કરે છે અને સુગંધિત જળથી અભિષેક પણ કરે છે.

સાથે જ તેઓ ‘શ્રીમહાદુર્ગેશ્વર’ એટલે કે નર્મદાજીમાંથી ઉત્પન્ન સ્વયંભૂ ‘નિત્યરસેશ્વર સદાશિવલિંગ’નાં દર્શનનો પણ લાભ લે છે. શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં ‘શ્રીમહાદુર્ગેશ્વર’ની સ્થાપના સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ ૧૨ ડિસેમ્બર ૨૦૧૧નાં રોજ બ્રહ્મમુહૂર્તમાં કરી હતી. મહાશિવરાત્રિના દિવસે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં આ ‘નિત્યરસેશ્વર શ્રીમહાદુર્ગેશ્વર’નાં દર્શન કરવાં શ્રદ્ધાવાનો માટે એક મોટો સૌભાગ્યપૂર્ણ અવસર હોય છે.

શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં મહાશિવરાત્રિ ૨૦૨૩

શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં માસિક શિવરાત્રિ પૂજન

દર મહિનાનાં કૃષ્ણ પક્ષની તેરસે (વદ તેરસ) શિવરાત્રિ આવે છે અને દરેક માસિક શિવરાત્રિનાં સમયે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં ‘શ્રીમહાદુર્ગેશ્વર’ લિંગની સાથે સાથે ત્યાં બિરાજમાન બાર બાણલિંગોનું વિશેષ વિધિવત્ પૂજન કરવામાં આવે છે. આ બાર બાણલિંગો બાર જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમયે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં ઉપસ્થિત શ્રદ્ધાવાનો ત્યાં બેસીને પૂજનમાં સહભાગી થઈ શકે છે અને એ સમયે શ્રદ્ધાવાનોને શ્રીમહાદુર્ગેશ્વર લિંગ તથા બાર બાણલિંગોનાં નજીકથી દર્શન પણ થાય છે.

સ્ફટિકને પવિત્રતા, પારદર્શિતા અને તેજનું પ્રતીક માનવામાં આવે છે. સ્ફટિક લિંગનું પૂજન ‘શ્રીમહાદુર્ગેશ્વર’ની ઉપાસનાનાં પૂરક બનીને શ્રદ્ધાવાનના મનને શિવજીનાં શુદ્ધ, શાંત અને સ્વયંપ્રકાશી તત્ત્વ તરફ અભિમુખ કરે છે. આવી રીતે દરેક માસિક શિવરાત્રિ શ્રદ્ધાવાનોને પોતાની ભક્તિ વધારવાનો, મનને શુદ્ધ કરવાનો અને ભગવાન શિવના સ્મરણને વધુ દૃઢ કરવાનો પવિત્ર અવસર પ્રદાન કરે છે.

આ ઉપરાંત શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં ‘શ્રીમહાદુર્ગેશ્વર’નું પૂજન દરરોજ ત્રણ વખત કરવામાં આવે છે.

મહાશિવરાત્રિ વિશેષ: શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં શ્રીમહાદુર્ગેશ્વર પૂજન

શ્રીહરિગુરુગ્રામમાં મહાશિવરાત્રિ ઉત્સવ

મહાશિવરાત્રિ પહેલાંનું એક અઠવાડિયું અને તેનાં પછીનું એક અઠવાડિયું, આ બે અઠવાડિયાં એટલે કે એક પક્ષ (૧૫ દિવસ)ને ‘નંદી પક્ષ’ (નંદી પખવાડિયું) કહેવામાં આવે છે. સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અને માર્ગદર્શનથી આ નંદી પક્ષનાં ત્રણ ગુરુવારે શ્રીહરિગુરુગ્રામ, બાંદ્રામાં છેલ્લાં અનેક વર્ષોથી સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુની ઉપસ્થિતિમાં ‘શિવપંચાક્ષર સ્તોત્ર’ દ્વારા ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે. આ ત્રણેય ગુરુવારે શ્રીવાલુકેશ્વરલિંગ (રેતીમાંથી બનાવેલું શિવલિંગ) બનાવવામાં આવે છે અને તેના પર શિવપંચાક્ષર સ્તોત્રના પઠન સાથે બિલ્વપત્ર (બિલીનાં પાન) તથા શ્વેત પુષ્પો અર્પણ કરવામાં આવે છે. આ ત્રણેય ગુરુવારે શ્રદ્ધાવાનો આ શ્રીવાલુકેશ્વર લિંગનાં દર્શન કરી શકે છે. ત્રીજા ગુરુવારે શ્રીશિવપંચાક્ષર સ્તોત્ર સાથે શ્રીવાલુકેશ્વર લિંગને બિલ્વપત્ર અને શ્વેત પુષ્પો અર્પણ કર્યા પછી તમામ શ્રદ્ધાવાનો આ શ્રીવાલુકેશ્વર લિંગ પર બિલ્વપત્ર અર્પણ કરી શકે છે. આ સમયે ‘ૐ નમઃ શિવાય’નો અખંડ જપ ચાલતો રહે છે અને શ્રદ્ધાવાનો શ્રીવાલુકેશ્વર લિંગને બિલ્વપત્ર અર્પણ કરે છે. શ્રદ્ધાવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ અતિશય પવિત્ર સુઅવસરનો લાભ લે છે.

પરમશિવની આવી ભક્તિગંગામાં સહભાગી થતાં જ મનુષ્યનાં પાપોનો નાશ થઈને તેનું દુષ્પ્રારબ્ધ સમાપ્ત થાય છે અને તેનું કલ્યાણ થાય છે. દુષ્પ્રારબ્ધરૂપી વિષને પીને, પચાવીને જે ભક્તોને શુદ્ધ કરે છે અને આનંદરૂપી અમૃત પ્રદાન કરે છે, એ પરમશિવ છે. પરમશિવનું નામસ્મરણ મનુષ્યને ‘સંયમ’નો મહત્ત્વપૂર્ણ ગુણ પ્રદાન કરે છે.

શ્રીહરિગુરુગ્રામમાં મહાશિવરાત્રિ ઉત્સવ

પરંપરાગત પદ્ધતિથી મહાશિવરાત્રિ ઉત્સવ કેવી રીતે ઊજવવામાં આવે છે?

સમગ્ર ભારતવર્ષમાં મહા વદ તેરસની રાત્રિ મહાશિવરાત્રિ તરીકે વિખ્યાત છે. ભારતમાં બાર જ્યોતિર્લિંગોનાં સ્થાને ભગવાન શિવનો મહાશિવરાત્રિ ઉત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે સર્વત્ર ભગવાન શિવની મૂર્તિ અથવા શિવલિંગ પર બિલ્વપત્ર (બિલીપત્ર) ચઢાવીને પૂજન કરવામાં આવે છે. શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે. આ રીતે શિવલિંગનું મનોભાવપૂર્વક પૂજન કરવાથી શિવભક્તોને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે પોતાની પરંપરા અનુસાર ઉપવાસ કરવામાં આવે છે અને શિવમંદિરે જઈને શિવજીનાં દર્શન કરવામાં આવે છે. ૐ નમઃ શિવાય, શિવપંચાક્ષર સ્તોત્ર તથા ‘શ્રીશિવલીલામૃત’ ગ્રંથનું પઠન કરવામાં આવે છે. શિવજીના શરણે જઈને બિલ્વપત્ર પણ અર્પણ કરવામાં આવે છે.

પંચાક્ષરી મંત્ર ‘નમઃ શિવાય’

ૐ નમઃ શિવાય

‘નમઃ શિવાય’ આ પંચાક્ષરી મંત્ર છે. આ મંત્રનો કંપન-સમૂહ ભગવાન શિવની જેમ જ કાર્ય કરે છે. આ મંત્ર બધા અશુભ તત્ત્વોને દૂર કરનારો છે, તેથી નંદી ઋષિએ આ મંત્રના આધારે શિવપંચાક્ષર સ્તોત્રની રચના કરી.

ૐ નમઃ શિવાય | ૧૦૮ વખત નામસ્મરણ | સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ

શિવપંચાક્ષર સ્તોત્ર

શિવજીનાં ચિંતનથી માર્કણ્ડેય ઋષિને જે જ્ઞાન પ્રાપ્ત થયું, તે તેમણે શિવજીનાં શ્રેષ્ઠ ભક્ત નંદી ઋષિને આપ્યું. ત્યારબાદ નંદી ઋષિએ આ સ્તોત્રની રચના કરી. શિવજીને પ્રસન્ન કરવા અને શિવજીનું વાહન બનવા માટે તેમણે જે મંત્રથી તપશ્ચર્યા કરી, આ એ જ તપશ્ચર્યાનો મંત્ર છે. આ સ્તોત્ર શિવજીનાં અપ્રતિમ ગુણો અને સ્વરૂપનું વર્ણન તથા ગુણસંકીર્તન કરનારું છે. શિવપંચાક્ષર સ્તોત્રમાં ‘ૐ નમઃ શિવાય’ મંત્રનાં સમગ્ર સામર્થ્ય અને રહસ્યોને પ્રગટ કરવામાં આવ્યાં છે. એ સામર્થ્ય પ્રાપ્ત થાય, એટલે આ સ્તોત્રના દરેક પદનો આરંભ ‘નમઃ શિવાય’ આ શિવપંચાક્ષરી મંત્રના એક-એક અક્ષરથી થાય છે. આપણને તેનો અર્થ સમજાય કે ન સમજાય, જે ભાવ અને શ્રદ્ધા સાથે આ સ્તોત્રનું પઠન કરે છે, તેને ‘ૐ નમઃ શિવાય’ જપનું વાસ્તવિક સામર્થ્ય પ્રાપ્ત થાય છે, એવી માન્યતા છે.

શિવપંચાક્ષર સ્તોત્ર

ભગવાન શિવનું વાહન - નંદી

નંદી પક્ષ

મહાશિવરાત્રિનાં નંદી પક્ષમાં ભગવાન શિવનાં શ્રેષ્ઠ ભક્ત નંદી ઋષિએ ભગવાન શિવનું વાહન બનવા માટે સ્વયં રચિત શિવપંચાક્ષર સ્તોત્ર દ્વારા ભગવાન શિવની તપશ્ચર્યા કરી. મહાશિવરાત્રિ પહેલાંનું એક અઠવાડિયું અને તેના પછીનું એક અઠવાડિયું મળીને જે પખવાડિયું (પક્ષ) બને છે, તેને ‘નંદી પક્ષ’ કહેવામાં આવે છે.

નંદી પક્ષનું મહત્ત્વ અને નંદી-રાવણ યુદ્ધની કથા સમજાવવામાં આવી છે.

ભગવાન શિવને અર્પણ કરવામાં આવતા બિલ્વપત્રનો ભાવાર્થ

વાલુકેશ્વર શિવલિંગને અર્પિત બિલ્વપત્ર

રેતીમાંથી બનાવવામાં આવતા ‘વાલુકેશ્વર’ શિવલિંગનું માહાત્મ્ય

સાગરની લહેરો વારંવાર પથ્થર સાથે અથડાતાં તેનો જે ભૂકો બને છે, એ જ રેતી છે. વર્ષો સુધી સતત અથડાતી લહેરો પાષાણને રેતીમાં પરિવર્તિત કરી દે છે, તેથી રેતી કઠોર પરિશ્રમનું પ્રતીક છે. એ જ રીતે આ પ્રક્રિયામાં પરસ્પર વિરોધી ગુણો પણ સુંદર રીતે જોવા મળે છે. પાણી પ્રવાહી, મુલાયમ અને કોમળ હોવા છતાં કઠોરમાં કઠોર પાષાણને ભૂકો કરી નાખે છે. જ્યારે પાષાણ અતિશય કઠોર હોવા છતાં કોમળ પાણી સામે પોતાને ભૂકો થવા દે છે. તેથી રેતીમાંથી બનાવેલું શિવલિંગ શિવની પરસ્પર વિરોધી શક્તિઓનું વાસ્તવિક પ્રતીક બન્યું. બે વિપરીત છેડાના પ્રભાવોને એક જ શક્તિ દ્વારા સાધવા એ ભગવાન શિવનું વાસ્તવિક કાર્ય છે.

મહાશિવરાત્રિનો સાર

પરમપૂજ્ય સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ અનેક વાર

‘શિવં જ્ઞાનોપદેષ્ટારમ્’

આ સિદ્ધાંતને તેમનાં પ્રવચનોમાં સમજાવ્યો છે. ભગવાન શિવ જ્ઞાનોપદેષ્ટા છે, અર્થાત્ જ્ઞાનનો ઉપદેશ કરનારા અને અજ્ઞાનનો નાશ કરનારા છે. મહાશિવરાત્રિ એટલે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ અને અશુદ્ધતામાંથી પવિત્રતા તરફ લઈ જનારી પવિત્ર યાત્રા છે. ‘શિવં જ્ઞાનોપદેષ્ટારમ્’ આ તત્ત્વનું સ્મરણ, ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જપ, શિવપંચાક્ષર સ્તોત્રનું પઠન અને પ્રેમપૂર્વક બિલ્વપત્ર અર્પણ કરવાથી શ્રદ્ધાવાન માત્ર શિવકૃપા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના જ નથી કરતો, પરંતુ પોતાના અંતઃકરણનાં પરિવર્તન માટે પણ પ્રયત્નશીલ રહે છે.

શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં ‘શ્રીત્રિવિક્રમ’ અને ‘શ્રીમહાદુર્ગેશ્વર’નાં દર્શનથી શ્રદ્ધાવાનો સદ્‌ગુરુતત્ત્વની સક્રિય કૃપાનો વધુ નિકટતાથી અનુભવ કરે છે. નંદી પક્ષનું પાલન અને શ્રીવાલુકેશ્વરનું પૂજન શ્રદ્ધાવાનને નિરંતર પરિશ્રમ, સબૂરી, સમર્પણ, અડગ ભક્તિ અને વિશ્વાસનું મહત્ત્વ શીખવે છે.

મહાશિવરાત્રિ અને પ્રદોષકાળ:

  1. મહાશિવરાત્રિ અને પ્રદોષકાળ
  2. મહાશિવરાત્રિનાં દિવસે શ્રીશિવશંકરને શું કહેવું જોઈએ:
  3. સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ કરેલ શિવશંકરની ગજર (ધૂન):
Shraddhavans offering Bilwapatra on Shree Siddha-Valukeshwar Linga at Shree Harigurugram on the occasion of Mahashivratri

Sadguru Shree Aniruddha Bapu offering Bilwapatra on Shree Siddha-Valukeshwar Linga at Shree Harigurugram on the occasion of Mahashivratri

Shree Siddha-Valukeshwar Linga
Shree Siddha-Valukeshwar Linga
Sadguru Shree Aniruddha Bapu blessing Shraddhavans at ShreeAniruddha Gurukshetram on the occasion of Mahashivratri in the year 2013
Sadguru Shree Aniruddha Bapu blessing Shraddhavans at ShreeAniruddha Gurukshetram on the occasion of Mahashivratri in the year 2013
Sadguru Shree Aniruddha Bapu at ShreeAniruddha Gurukshetram on the occasion of Mahashivratri in the year 2012
Sadguru Shree Aniruddha Bapu at ShreeAniruddha Gurukshetram on the occasion of Mahashivratri in the year 2012
Sadguru Shree Aniruddha Bapu offering Bilvapatra on Shree Mahadurgeshwar at ShreeAniruddha Gurukshetram on the occasion of Mahashivratri in the year 2013