ભારતની વિશાળ ભૂમિનાં અસંખ્ય શ્રદ્ધાવાનો જે પરમભક્તનું પ્રેમપૂર્વક નામસ્મરણ અને પૂજન કરે છે, તે શ્રીહનુમાનજીનાં અનેક સ્વરૂપોની જેમ તેમનાં અનેક નામો પણ છે - હનુમંત, મારુતિ, અંજનીસુત, કેસરીનંદન અને આવાં તો ન જાણે કેટલાંય નામો છે તેમનાં! દરેક નામમાંથી શ્રીહનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિભાવ વ્યક્ત થાય છે. તેઓ ભક્તોનાં જીવનમાં આવતાં સંકટોનું નિવારણ કરનારા ચિરંતન ‘સંકટમોચન’ છે. બળની ઉપાસના કરનારાઓ માટે તેઓ બળ અને સામર્થ્યનું સાકાર સ્વરૂપ છે, તો સાથે જ ધૈર્ય, નિષ્ઠા અને અચળ ભક્તિનાં આદર્શ પણ છે.

ચૈત્ર પૂર્ણિમાનો પવિત્ર દિવસ ‘હનુમાન પૂર્ણિમા’ તરીકે અત્યંત ભક્તિભાવપૂર્વક ઊજવવામાં આવે છે. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ તેમનાં સહજ, સુંદર અને અર્થપૂર્ણ પ્રવચનોનાં માધ્યમથી આ દિવસ સાથે જોડાયેલી પાવન કથા અને તેનું આધ્યાત્મિક મહત્ત્વ અત્યંત સુંદર રીતે સમજાવ્યું છે. આ સાથે જ તેમણે શ્રદ્ધાવાનોને ભીમરૂપી મહારુદ્ર શ્રીહનુમાનજીની ભક્તિનો મર્મ અને માર્ગ પણ સમજાવ્યાં છે.

હનુમાન પૂર્ણિમા ઉત્સવ

હનુમાન પૂર્ણિમાનો વાસ્તવિક અર્થ

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ કહે છે કે શ્રીહનુમાનજીનું દિવ્યત્વ તેમનાં જન્મથી જ કેવી રીતે પ્રગટ થઈ ગયું હતું, તે રામાયણનું ધ્યાનપૂર્વક શ્રવણ કરવાથી જાણવા મળે છે. જન્મ થયાની થોડી જ ક્ષણો પછી બાળહનુમાનજીએ આકાશમાં લાલિમાથી ઝળહળતા સૂર્યને પાકેલું ફળ સમજીને તેની તરફ છલાંગ લગાવી. એ જ સમયે રાહુ પણ સૂર્યને ગ્રસવા માટે ત્યાં આવ્યો હતો. સૂર્યગ્રહણ માત્ર અમાસે જ થાય છે, તેથી આ પ્રસંગ પરથી એવો સંકેત મળે છે કે શ્રીહનુમાનજીનો જન્મ અમાસના દિવસે થયો હશે. પરંતુ પ્રચલિત પરંપરા અનુસાર ચૈત્ર પૂર્ણિમા શ્રીહનુમાનજીની જન્મતિથિ તરીકે ઊજવવામાં આવે છે.

હનુમાન પૂર્ણિમાનો અલૌકિક મહિમા

શ્રીહનુમાનજીનાં અગણિત દિવ્ય ગુણોનું વર્ણન કરતાં નામોમાં ‘સીતાશોકવિનાશક’ એટલે કે માતા સીતાનાં શોકનો નાશ કરનારા - આ નામનું વિશેષ મહત્ત્વ છે. ચૈત્ર પૂર્ણિમાનો દિવસ ‘હનુમાન પૂર્ણિમા’ તરીકે ઊજવવા પાછળનો આધ્યાત્મિક અર્થ આ નામ સાથે જોડાયેલી પાવન કથા આપણને સમજાવે છે.

ચૈત્ર પૂર્ણિમાનાં આ પવિત્ર દિવસે શ્રીહનુમાનજીએ દુષ્ટ શક્તિઓનાં વિનાશનાં પોતાનાં કાર્યનો આરંભ કર્યો. તેથી આ દિવસ શ્રીહનુમાનજીનાં ‘આવિર્ભાવ દિવસ’, અર્થાત્ તેમનાં દિવ્ય કાર્યનાં પ્રાકટ્યનાં દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ભારતનાં દક્ષિણ તટથી લંકા તરફ શરૂ થયેલી શ્રીહનુમાનજીની આ વિલક્ષણ યાત્રા, અશોકવનમાં સીતામાતા સાથે તેમની ભેટ, ત્યાં રાક્ષસોનો કરેલો સંહાર, અશોકવનનો વિધ્વંસ અને ત્યારબાદ શ્રીરામ પાસે તેમનું પુનઃ પરત ફરવું - આ બધી ઘટનાઓથી સુંદરકાંડ સાકાર થયું છે. ભક્તિ, પરાક્રમ અને સેવાભાવનો અદ્ભુત સંગમ જ શ્રીરામચરિતમાનસનું સુંદરકાંડ છે!

આ હનુમાન પૂર્ણિમાનાં દિવસે અશોકવનમાં બંદી બનાવીને રાખવામાં આવેલાં જાનકીમાતા અને શ્રીહનુમાનજીની પ્રથમ ભેટ થઈ. શ્રીહનુમાનજીએ અતિશય વિનમ્રતાપૂર્વક શ્રીરામની મુદ્રિકા સીતામાતાને આપીને પોતાનો પરિચય શ્રીરામનાં દૂત તરીકે આપ્યો. આ ભેટમાં સીતામાતાએ શ્રીહનુમાનજીને માત્ર શ્રીરામનાં દૂત તરીકે જ ન જોયા, પરંતુ તેમનાં દિવ્યત્વને પણ ઓળખ્યું. નિરાશા અને વિરહથી વ્યાકુળ સીતામાતાનાં મનમાં આ પવિત્ર ભેટથી પુન: આશાનું કિરણ જાગી ઊઠ્યું.

શ્રીરામનાં આરાધ્ય દેવતા શ્રીશિવજીનું શ્રીહનુમાનજીમાં રહેલું મહારુદ્ર સ્વરૂપ આ જ દિવસે સીતામાતાએ ઓળખ્યું. સીતામાતાનો શોક દૂર કરીને શ્રીહનુમાનજી વાસ્તવિક અર્થમાં ‘સીતાશોકવિનાશક’ બન્યાં. આગળ જતાં આ જ દિવસે શ્રીહનુમાનજીની રાવણ સાથે ભેટ થઈ. દિવ્ય કરુણાથી ભરેલાં હૃદયવાળા શ્રીહનુમાનજીએ રાવણને પણ પોતાની ભૂલ સ્વીકારીને પશ્ચાત્તાપ કરવા અને ઉચિત માર્ગ અપનાવવાનો ઉપદેશ આપ્યો. પરંતુ અહંકારથી અંધ થયેલાં રાવણે તેમની સલાહ ઠુકરાવી દીધી અને શ્રીહનુમાનજીની પૂંછડીમાં આગ લગાડવાનો આદેશ આપ્યો. ત્યારબાદ એ જ અગ્નિથી શ્રીહનુમાનજીએ રાવણની સ્વર્ણલંકા બાળી નાખી.

આ રીતે હનુમાન પૂર્ણિમા માત્ર કોઈ પવિત્ર પ્રસંગની યાદ અપાવતી તિથિ બની રહેતી નથી; તે ભક્તિનાં સામર્થ્ય, સેવાભાવમાંથી પ્રગટ થતાં પરાક્રમ અને અહંકાર તથા દુષ્ટ વૃત્તિઓ પર સત્યનાં વિજયનાં સાક્ષી બનતો પાવન દિવસ છે.

સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ અને શ્રીહનુમાનજી ઉપાસના

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ શ્રીહનુમાનજીને ‘રક્ષકગુરુ’ માને છે. દરેક પગલે ભક્તની રક્ષા કરનારા ગુરુ! બાપુ અતિશય સુંદર શબ્દોમાં કહે છે, “દરેક ભક્ત હનુમાનજીની આંગળી પકડીને જ ભક્તિમાર્ગ પર પહેલું પગલું ભરે છે.” આ એક વાક્યથી જ ભક્તનાં જીવનમાં રહેનારુ શ્રીહનુમાનજીનું સ્થાન સ્પષ્ટ થાય છે.

શ્રદ્ધાવાનોની ભક્તિ વધુ દૃઢ બને અને તેમને પોતાનાં જીવનમાં શ્રીહનુમાનજીનું બળ, સામર્થ્ય અને સંરક્ષણ સદૈવ પ્રાપ્ત થતું રહે, એ માટે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ સુંદરકાંડ, હનુમાન ચલીસા, મારુતિ સ્તોત્ર અને પંચમુખ હનુમત્કવચ જેવાં પવિત્ર સ્તોત્રોનું પઠન કરવાનો માર્ગ શ્રદ્ધાવાનોને બતાવ્યો છે.

દર ગુરુવારે શ્રીહરિગુરુગ્રામમાં થતી ઉપાસના દરમિયાન ઉપાસના મંચ પર શ્રીહનુમાનજીની ભવ્ય પ્રતિમા બિરાજમાન હોય છે. આ પવિત્ર વાતાવરણમાં બધા શ્રદ્ધાવાનો એકસાથે “ૐ શ્રીરામદૂતાય હનુમંતાય મહાપ્રાણાય મહાબલાય નમો નમઃ।” આ મંત્રનો જપ કરે છે. અસંખ્ય શ્રદ્ધાવાનોનાં મુખેથી એક જ સમયે થતું આ સામૂહિક નામસ્મરણ સમગ્ર વાતાવરણને ભક્તિભાવથી ભરી દે છે અને સૌને શ્રીહનુમાનજીની ભક્તિના એક સમાન સૂત્રમાં બાંધી દે છે.

શ્રીઅનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્‌માં પણ શ્રીહનુમાનજીનું સ્થાન અતિશય મહત્ત્વપૂર્ણ છે. અહીં સ્થિત પવિત્ર શ્રીમદ્પુરુષાર્થ પુરુષોત્તમ યંત્રનાં અધિષ્ઠાતા દેવતા શ્રીહનુમાનજી છે. આ યંત્ર ઈશ્વરીય ક્ષમાપ્રાપ્તિનું સાધન છે.

શ્રીહનુમાનજીની ઉપાસના શ્રદ્ધાવાનોનાં મનમાં બળ, ધૈર્ય અને શાંતિ ઉત્પન્ન કરે છે. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં માર્ગદર્શન અનુસાર, વિશ્વભરનાં શ્રદ્ધાવાનો વિવિધ ઉપાસનાઓનાં માધ્યમથી શ્રીહનુમાનજીનું સ્મરણ અને પૂજન કરી રહ્યા છે અને શ્રીહનુમાનજીની ભક્તિની આ અખંડ જ્યોતિને નિરંતર પ્રજ્વલિત રાખી રહ્યા છે.

Sadguru Aniruddha Bapu immersed in the Bhakti of Dattaguru
શ્રીહનુમાનની મૂર્તિ - સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુએ સ્વયં કોતરેલી શ્રીહનુમાનજીની મૂર્તિ.

શ્રી અતુલિતબલધામ, રત્નાગિરીમાં હનુમાન પૂર્ણિમા ઉત્સવ

દર વર્ષે રત્નાગિરી સ્થિત શ્રી અતુલિતબલધામમાં હનુમાન પૂર્ણિમા ઉત્સવ અતિશય ભક્તિભાવપૂર્વક ઊજવવામાં આવે છે. ‘અતુલિતબલધામ’ નામમાં જ શ્રીહનુમાનજીનાં અગાધ સામર્થ્યનો મહિમા સમાયેલો છે - અતુલનીય બળનું ધામ! આ શ્રીહનુમાનજીનાં બળ, સામર્થ્ય અને ભક્તિની અનુભૂતિ કરાવતું પવિત્ર સ્થાન છે.

શ્રી અતુલિતબલધામમાં બિરાજમાન શ્રીપંચમુખી હનુમાનજીની ભવ્ય મૂર્તિ અહીંનું મુખ્ય આકર્ષણ છે. શ્રીહનુમાનજીનું આ પંચમુખી (પાંચ મુખ ધરાવતું) સ્વરૂપ ઈશ્વરીય અભય, અવિચલ ભક્તિ, ધૈર્ય, જ્ઞાન અને સામર્થ્યનું પ્રતીક છે. આ પવિત્ર સ્થળે આવીને શ્રીપંચમુખી હનુમાનજીનાં ચરણોમાં નતમસ્તક થતાં શ્રદ્ધાવાનોનાં મનમાં ધૈર્ય, આત્મવિશ્વાસ અને નિર્ભયતાનો દૃઢ ભાવ જાગૃત થાય છે.

હનુમાન પૂર્ણિમા ઉત્સવનો આરંભ શ્રીહનુમાનજીની મૂર્તિનાં ષોડશોપચાર પૂજનથી થાય છે. શ્રી અતુલિતબલધામમાં જે શ્રીપંચમુખી હનુમાનજીની મૂર્તિનું પૂજન કરવામાં આવે છે, તે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ મૂર્તિ પહેલાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં નિવાસસ્થાનનાં દેવઘરમાં બિરાજમાન હતી.

દર વર્ષે ચૈત્ર શુક્લ પૂર્ણિમાએ શ્રી અતુલિતબલધામમાં હનુમાન પૂર્ણિમા ઉત્સવ અતિશય ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય છે. આ ઉત્સવ માટે શ્રી અતુલિતબલધામમાં સ્થિત શ્રીપંચમુખી હનુમાનજીની મૂર્તિની સાથે સાથે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ સ્વયં બનાવેલી શ્રીહનુમાનજીની મૂર્તિ પણ ગુરુકુલ, જુઈનગરથી વિશેષરૂપે લાવવામાં આવે છે. આ મૂર્તિની બીજી એક વિશેષતા એ છે કે શ્રાવણ માસમાં ગુરુકુલ, જુઈનગરમાં થતા અશ્વત્થ મારુતિ પૂજન દરમિયાન પણ શ્રદ્ધાવાનો આ જ મૂર્તિનું વિશેષ પૂજન કરે છે. આ રીતે શ્રીહનુમાનજીની ઉપાસનાની વિવિધ પવિત્ર પરંપરાઓને જોડતી આ મૂર્તિ શ્રદ્ધાવાનો માટે વિશેષ શ્રદ્ધાનું સ્થાન છે.

Sadguru Aniruddha Bapu immersed in the Bhakti of Dattaguru
શ્રદ્ધાવાનો શ્રીપંચમુખી હનુમાનજીનાં દર્શન કરતાં.

શ્રીહનુમાનજીને સિંદૂર અર્પણ

ષોડશોપચાર પૂજન બાદ શ્રીહનુમાનજીની મૂર્તિ પર વિધિપૂર્વક સિંદૂરનું લેપન કરવામાં આવે છે. આ ઉત્સવનું એક વિશેષ આકર્ષણ એ છે કે અહીં આવનાર દરેક શ્રદ્ધાવાનને શ્રીહનુમાનજીની આ પવિત્ર મૂર્તિનાં દર્શન કરવાનું અને પોતાના હાથે સિંદૂર અર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેનાં કારણે શ્રદ્ધાવાન માત્ર ઉત્સવનો સાક્ષી બની રહેતો નથી, પરંતુ શ્રીહનુમાનજીનાં પૂજનમાં પ્રત્યક્ષ સહભાગી થઈને પોતાનો ભક્તિભાવ તેમનાં ચરણોમાં અર્પણ કરી શકે છે. આ જ ભક્તિમય અનુભવ હનુમાન પૂર્ણિમાનાં ઉત્સવને વધુ સ્મરણીય બનાવે છે.

સિંદૂર લેપન | હનુમાન પૂર્ણિમા ઉત્સવ ૨૦૨૪

દુગ્ધાભિષેક અને મંત્રજપ

ઉત્સવનાં દિવસે શ્રીહનુમાનજીની મૂર્તિ પર આખો દિવસ અખંડિત રુપે દુગ્ધાભિષેક કરવામાં આવે છે. આ અભિષેક દરમિયાન શ્રીપંચમુખ હનુમત્કવચ અને સંકટમોચન શ્રીહનુમાન સ્તોત્રનું પઠન કરવામાં આવે છે.

તેની સાથે જ “ૐ શ્રીરામદૂતાય હનુમંતાય મહાપ્રાણાય મહાબલાય નમો નમઃ।” આ શ્રીમદ્ હનુમંત મંત્રનો ૫૪ વખત જપ કરવામાં આવે છે. ઉત્સવ સ્થળે ઉપસ્થિત શ્રદ્ધાવાનો અતિશય આનંદ અને ભક્તિભાવથી આ સામૂહિક મંત્રજપમાં સહભાગી થાય છે અને આ પવિત્ર અર્ચનામાં પ્રત્યક્ષ રીતે સામેલ થાય છે.

દુગ્ધાભિષેક અને જપ

શ્રીપંચકુંભાભિષેક

હનુમાન પૂર્ણિમા ઉત્સવમાં જે શ્રીપંચમુખ હનુમત્કવચનું પઠન કરવામાં આવે છે, તે શરીર, મન અને પ્રાણ - આ તમામ સ્તરે શ્રદ્ધાવાનોની રક્ષા કરતું પ્રભાવશાળી કવચ માનવામાં આવે છે. સંકટ કોઈ પણ હોય, ગમે તેટલું મોટું અથવા સૂક્ષ્મ કેમ ન હોય, સંકટમોચન શ્રીહનુમાનજી પોતાનાં ભક્તનું સંકટ દૂર કરીને સદૈવ તેની રક્ષા કરે છે - આ શ્રદ્ધાવાનોની અડગ શ્રદ્ધા છે. હનુમાન પૂર્ણિમા આ જ અડગ વિશ્વાસનો ઉત્સવ છે - ભક્તિને બળ આપનાર, મનમાં નિર્ભયતા જગાડનાર અને દરેક સંકટનો સામનો કરવા માટે શ્રીહનુમાનજીનાં અતુલનીય સામર્થ્યનું સ્મરણ કરાવનાર પાવન દિવસ!

શ્રીપંચકુંભાભિષેક કરતાં શ્રદ્ધાવાનો - અતુલિતબલધામ, રત્નાગિરી
Hanuman moorti poojan on the occasion of Shree Hanuman Pournima at Atulitbaldham, Ratnagiri
Hanuman moorti poojan on the occasion of Shree Hanuman Pournima at Atulitbaldham, Ratnagiri
Shraddhavans performing Panchakumbhaabhishek at Atulitbaldham, Ratnagiri on the occasion of Shree Hanuman Pournima
Shraddhavans performing Panchakumbhaabhishek at Atulitbaldham, Ratnagiri on the occasion of Shree Hanuman Pournima
Several devotees take the opportunity to perform and offer the Panchakumbhabhishek to Shree Hanuman. This Abhishek is performed on a betel nut, which symbolically represents Hanumanji.
Several devotees take the opportunity to perform and offer the Panchakumbhabhishek to Shree Hanuman. This Abhishek is performed on a betel nut, which symbolically represents Hanumanji.
Panchakumbhaabhishek performed by Shraddhavans at Atulitbaldham, Ratnagiri on the occasion of Shree Hanuman Pournima.
Panchakumbhaabhishek performed by Shraddhavans at Atulitbaldham, Ratnagiri on the occasion of Shree Hanuman Pournima.
A divine offering of devotion — Shraddhavans performing Panchakumbhaabhishek at Atulitbaldham on Shree Hanuman Pournima.
A divine offering of devotion — Shraddhavans performing Panchakumbhaabhishek at Atulitbaldham on Shree Hanuman Pournima.
Panchakumbhaabhishek at Atulitbaldham, Ratnagiri.
Panchakumbhaabhishek at Atulitbaldham, Ratnagiri.
Sacred Panchakumbhaabhishek performed by devotees at Atulitbaldham during Shree Hanuman Pournima.
Sacred Panchakumbhaabhishek performed by devotees at Atulitbaldham during Shree Hanuman Pournima.
Shraddhavans performing Panchakumbhaabhishek at Atulitbaldham, Ratnagiri on the occasion of Shree Hanuman Pournima
Shraddhavans performing Panchakumbhaabhishek at Atulitbaldham, Ratnagiri on the occasion of Shree Hanuman Pournima
Shree Panchamukhi Hanumant at Atulitbaldham, Ratnagiri
Shree Panchamukhi Hanumant at Atulitbaldham, Ratnagiri
Shree Panchamukhi Hanumant at Atulitbaldham, Ratnagiri
Shree Panchamukhi Hanumant at Atulitbaldham, Ratnagiri
Stone sculpture of Hanumant carved by Sadguru Shree Aniruddha Bapu at Atulitbaldham, Ratnagiri
Stone sculpture of Hanumant carved by Sadguru Shree Aniruddha Bapu at Atulitbaldham, Ratnagiri
Poojan performed on the idol of Shree Hanuman on the occasion of Shree Hanuman Pournima at Atulitbaldham, Ratnagiri
Poojan performed on the idol of Shree Hanuman on the occasion of Shree Hanuman Pournima at Atulitbaldham, Ratnagiri