(એક વિશ્વાસ હોય પૂરો, કર્તા હર્તા ગુરુ જ છે એવા.)

(પોતાનાં સદ્‌ગુરુ પર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે સદ્‌ગુરુ જ બધું કરનારા છે અને તેઓ જ સંકટો, અનિષ્ટ બાબતો તથા તમામ અનિચ્છનીય પરિસ્થિતિઓમાંથી મુક્ત કરનારા અને આપણું રક્ષણ કરનારા છે.)

ભારતીય સંસ્કૃતિમાં ‘ગુરુપૂર્ણિમા’ ઉત્સવનું અનન્ય મહત્ત્વ છે. આ પર્વ અષાઢ પૂર્ણિમા (હિંદુ પંચાંગના અષાઢ મહિનાની પૂર્ણિમા)ના દિવસે ભારતના ખૂણે ખૂણે ઊજવવામાં આવે છે.

આ દિવસે બ્રહ્મર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો. તેથી આ દિવસને અત્યંત આદર અને પ્રેમથી ‘વ્યાસપૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. સદ્‌ગુરુની અસીમ કૃપા અને તેમના નિઃસ્વાર્થ પ્રેમનું સ્મરણ કરતાં, ‘મારા જીવનમાં સદ્‌ગુરુનું અધિરાજ્ય હંમેશા બની રહે’, આ ભાવથી સદ્‌ગુરુને નમન અને તેમનું પૂજન કરીને ‘ગુરુપૂર્ણિમા’ ઊજવવામાં આવે છે.

ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ

ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ

ભારતમાં આ પર્વની પરંપરા એક પાવન કથાથી આરંભ થાય છે.

અઢાર પુરાણો અને ‘મહાભારત’ જેવા મહાન મહાકાવ્યની રચના કર્યા પછી પણ બ્રહ્મર્ષિ વેદવ્યાસજીને સંતોષ કે પૂર્ણતાની અનુભૂતિ થઈ નહીં; તેમનું મન વ્યાકુળ અને અશાંત જ રહ્યું. એવા સમયે મહર્ષિ વેદવ્યાસજીના ગુરુ નારદજી મુનિ તેમની સમક્ષ પ્રગટ થયા અને તેમણે એવો ગ્રંથ રચવાનો ઉપદેશ આપ્યો, જેમાં ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય ગુણોનું ગુણગાન કરવામાં આવે. બ્રહ્મર્ષિ વેદવ્યાસજીએ આ આજ્ઞાને શિરોધાર્ય કરીને તેનું અક્ષરશઃ પાલન કર્યું અને તેમને ગુરુવચનની વિલક્ષણ અનુભૂતિ થઈ. ‘ગુરુની આજ્ઞાનું પાલન કરવાથી જ શાંતિ, તૃપ્તિ અને સંતોષ પ્રાપ્ત થાય છે.’

‘સાચી શાંતિ, પૂર્ણતા અને સંતોષ માત્ર ગુરુની આજ્ઞાનું પાલન કરવાથી જ પ્રાપ્ત થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ગુરુની આજ્ઞાને જ પોતાનો સંકલ્પ માનીને તે અનુસાર આચરણ કરે છે, ત્યારે જ માનવજીવન ખરેખર સાર્થક થાય છે’, આ શીખ આપણને મહર્ષિ વેદવ્યાસજીની આ કથામાંથી મળે છે. મહર્ષિ વેદવ્યાસજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમગ્ર ભારતમાં ‘ગુરુપૂર્ણિમા’ ઊજવવાની પરંપરા શરૂ થઈ.

આપણા જેવા શ્રદ્ધાવાનો માટે ‘ગુરુપૂર્ણિમા’ માત્ર કોઈ ધાર્મિક વિધિ કે ઔપચારિકતા નથી, પરંતુ અતિશય ભાવપૂર્ણ અને આધ્યાત્મિક વિશેષ દિવસ છે. સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ પ્રત્યેની કૃતજ્ઞતાથી આ દિવસે આપણું હૃદય ભરાઈ આવે છે; કારણ કે તેમના અસીમ પ્રેમ, માર્ગદર્શન અને કૃપાનો આપણા જીવન પર અનેક રીતે પ્રભાવ પડે છે અને તેનાથી જ આપણું જીવન ઘડાય છે. બાપુએ પોતાનાં પ્રવચનો, શિક્ષાઓ અને કરુણામય સાન્નિધ્ય દ્વારા આપણને સમજાવ્યું છે કે શ્રદ્ધા, જવાબદારી અને આંતરિક સામર્થ્ય પર આધારિત જીવન કેવી રીતે જીવવું. ગુરુપૂર્ણિમાનાં દિવસે બધા શ્રદ્ધાવાનો અતિશય ભક્તિભાવપૂર્વક એકત્ર થાય છે અને પોતાના સદ્‌ગુરુનાં ચરણકમળોમાં મન:પૂર્વક પ્રાર્થના અર્પણ કરે છે.

ગુરુપૂર્ણિમા ઉત્સવ

‘સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ ઉપાસના ટ્રસ્ટ’, ‘શ્રી અનિરુદ્ધ ઉપાસના ફાઉન્ડેશન’ અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા દર વર્ષે ગુરુપૂર્ણિમા અતિશય ઉત્સાહપૂર્વક ઊજવવામાં આવે છે. આ ભવ્ય ઉત્સવમાં લાખો શ્રદ્ધાવાનો સહભાગી થાય છે. વર્ષ ૧૯૯૬માં દાદર (મુંબઈ) ખાતે સંસ્થા દ્વારા આયોજિત ‘ગુરુપૂર્ણિમા’નો પ્રથમ ઉત્સવ ભારે ઉત્સાહથી ઊજવવામાં આવ્યો હતો; ત્યારથી આ ઉત્સવ દર વર્ષે ઊજવવામાં આવે છે અને સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ પ્રત્યે કૃતજ્ઞતા, ભક્તિ અને આદર વ્યક્ત કરવા માટે તેમાં સહભાગી થતા ભક્તોની સંખ્યા સતત વધતી જાય છે.

ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ

ગુરુપાદુકાઓ અને શ્રીગુરુ દત્તાત્રેયની મૂર્તિનું આગમન

ગુરુપૂર્ણિમા ઉત્સવનો આરંભ સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુનાં નિવાસસ્થાનેથી પવિત્ર ગુરુપાદુકાઓનાં વિધિવત્ આગમન સાથે થાય છે. ‘દત્તાવતાર શ્રીનૃસિંહસરસ્વતીજીની આ પાદુકાઓ’ પૂજનીય છે. તેમની સાથે સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુનાં ઘરના પૂજાઘરમાં બિરાજમાન ‘શ્રીગુરુદત્તાત્રેયની મૂર્તિ’ પણ ઉત્સવસ્થળે લાવવામાં આવે છે.

ઉત્સવસ્થળે ‘શ્રીનૃસિંહસરસ્વતીજીની પાદુકાઓ’ની પરંપરાગત ‘ષોડશોપચાર પૂજા’ અને ત્યારબાદ ‘જલાભિષેક’ કરવામાં આવે છે. ત્યારબાદ શ્રદ્ધાવાનોને આ પવિત્ર પાદુકાઓનાં દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

ગુરુગીતામાં કહેવામાં આવ્યું છે કે સદ્‌ગુરુનાં ચરણકમળો સર્વ પવિત્ર તીર્થો અને તીર્થક્ષેત્રોનું સ્વરૂપ છે. તેથી શ્રીનૃસિંહસરસ્વતીની પાદુકાઓ પર જલાભિષેક માટે ઉપયોગમાં લેવાયેલું જળ ત્યારબાદ ‘તીર્થ’ તરીકે શ્રદ્ધાવાનોને વિતરિત કરવામાં આવે છે.

તેની સાથે જ શ્રીગુરુદત્તાત્રેયની મૂર્તિ સમક્ષ ‘ॐ द्रां दत्तात्रेयाय नमः’ (ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ) આ મંત્રનો અખંડ જપ કરવામાં આવે છે. ‘દ્રામ્’ શ્રીગુરુદત્તાત્રેયનો બીજમંત્ર છે અને દત્તમાલા મંત્રમાં તેનો ઉલ્લેખ છે. આ અખંડ જપથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને શ્રીગુરુદત્તાત્રેયનાં સ્પંદનોથી ભરાઈ જાય છે.

સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ શ્રીનૃસિંહસરસ્વતીજીની પવિત્ર પાદુકાઓનું પૂજન કરતાં

કૃપાચૈતન્ય પાદુકાઓ

ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ઉત્સવસ્થળે શ્રદ્ધાવાનોને ‘કૃપાચૈતન્ય પાદુકાઓ’નાં દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ પાદુકાઓ માત્ર પવિત્ર ચરણ પાદુકાઓ નથી, પરંતુ આ સાક્ષાત્ સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ જ છે; આ પાદુકાઓ બાપુનાં પ્રત્યક્ષ અને સંપૂર્ણ અસ્તિત્વનું મૂર્ત સ્વરૂપ છે.

‘કૃપાચૈતન્ય પાદુકાઓ’ વિશે બાપુએ અત્યંત પ્રેમપૂર્વક કહ્યું હતું, ‘આ પાદુકાઓ એટલે સંપૂર્ણ અનિરુદ્ધ જ છે. (સર્વ સામર્થ્યો અને સર્વ ઊર્જાઓ સહિત). મા જગદંબા અને સદ્‌ગુરુ દત્તાત્રેયનાં આશીર્વાદ તથા કૃપાથી સમસ્ત શક્તિઓ, સમસ્ત ઊર્જાઓ અને સમસ્ત ક્ષમતાઓ આ પાદુકાઓમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.’

આ પવિત્ર દિવસે ‘મૂળ સદ્‌ગુરુતત્ત્વ’ શ્રીત્રિવિક્રમનું પણ ઉત્સવ નિમિત્તે પૂજન કરવામાં આવે છે; તેના કારણે ગુરુપૂર્ણિમા સદ્‌ગુરુના ચૈતન્યમય અસ્તિત્વ અને અસીમ કૃપાનો એક અદ્વિતીય ઉત્સવ બની જાય છે.

ત્રિવિક્રમ પૂજનનું મહત્ત્વ

ગુરુપૂર્ણિમા ઉત્સવના દિવસે સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અનુસાર શ્રદ્ધાવાનો ‘શ્રીત્રિવિક્રમ પૂજન’ કરે છે.

‘દૈનિક પ્રત્યક્ષ’માં પ્રકાશિત ‘સુંદરકાંડ’ પર આધારિત ‘તુલસીપત્ર’ સંપાદકીય શ્રૃંખલાનાં ૧૪૮૩મા ભાગમાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ લખે છે - ‘વાસ્તવમાં, જ્યારે કોઈ વ્યક્તિની બુદ્ધિ, મન અથવા શરીરને એક વાર પણ ત્રિવિક્રમનો સ્પર્શ થાય છે અને તે વ્યક્તિ એ દિવ્ય સ્પર્શને ભક્તિ, પશ્ચાત્તાપ અથવા પોતાની ભૂલો સુધારીને સ્વીકારે છે, ત્યારે એ ભક્તનું જીવન સૌંદર્યની સાક્ષાત્ ખાણ બની જાય છે.’

‘તુલસીપત્ર’ સંપાદકીય શ્રૃંખલાનાં ૧૪૬૩મા ભાગમાં ‘મૂળ સદ્‌ગુરુતત્ત્વ’ ત્રિવિક્રમ વિશે બાપુ લખે છે - ‘શ્રદ્ધાવાનનાં જીવનમાં સંકટના સમયે મૂળ સદ્‌ગુરુતત્ત્વ અર્થાત ત્રિવિક્રમ એ શ્રદ્ધાવાનને પોતાની સાથે બાંધી રાખે છે અને સાચા ભક્તનું દરેક સંકટ સામે રક્ષણ કરે છે. ત્રિવિક્રમ કેવી રીતે સહાય માટે દોડી આવે છે, એ શ્રદ્ધાવાન ક્યારેય સંપૂર્ણપણે સમજી શકતો નથી.’

એ જ રીતે ‘તુલસીપત્ર’ના ભાગ ૫૨૦માં બાપુ લખે છે - ‘શ્રીત્રિવિક્રમની પૂજા, ઉપાસના અને ભક્તિ શ્રદ્ધાવાનો માટે કોઈ પણ સ્તરના અભાવ, દરિદ્રતા, વંચિતતા અને દુર્બળતા પર વિજય મેળવવાનો એક નિશ્ચિત મંગલકારી માર્ગ છે; કારણ કે ત્રિવિક્રમ સ્વયં ‘સગુણ’ છે અને ‘નવ-અંકુર-ઐશ્વર્યો’ (નવા સ્વરૂપે વિકસતી નવ પ્રકારની દિવ્ય સંપદાઓ)થી પરિપૂર્ણ છે. આ ત્રિવિક્રમ પોતાના ભક્તોને ત્રિવિક્રમ પ્રત્યે રહેલી તેમની શ્રદ્ધા અને વિશ્વાસની તુલનામાં નિરંતર ચાર ગણું વધુ ફળ પ્રદાન કરતા રહે છે. આ ત્રિવિક્રમ આ ત્રિમિતીય સંસારમાં માત્ર શ્રદ્ધાવાનો માટે અસ્તિત્વ ધરાવનાર ‘ત્રિવિધ આધાર’ છે.’

આ ઉત્સવ દરમિયાન શ્રદ્ધાવાનોને જે ‘સ્વયંભગવાન ત્રિવિક્રમ’ની ઉપાસના કરવાની તક મળે છે, "એ" આ જ ત્રિવિક્રમ છે.

સ્વયંભગવાન ત્રિવિક્રમની ઉપાસના માત્ર કોઈ ‘સાકાર’ સ્વરૂપ અથવા પવિત્ર મૂર્તિની પ્રાર્થના અને પૂજા નથી; પરંતુ એ અત્યંત પવિત્ર અને મહાદિવ્ય ‘સગુણ તત્ત્વ’ની ઉપાસના છે. એટલે કે એ સાક્ષાત્ દિવ્ય ગુણોની જ ઉપાસના છે. ઉત્સવ સ્થળે પૂજનના સ્થાનની મધ્યમાં ‘ત્રિવિક્રમ લિંગ’ સ્થાપિત કરવામાં આવે છે, જ્યારે દરેક સહભાગી શ્રદ્ધાવાનને એક થાળી આપવામાં આવે છે, જેમાં ભગવાન શ્રીત્રિવિક્રમનાં ત્રણ ચરણોના પ્રતીકરૂપે ત્રણ ચરણ હોય છે.

સ્વયંભગવાન ત્રિવિક્રમનાં આ ત્રણ ચરણ અકારણ કરુણા, ક્ષમાશીલતા અને ભક્તિના સ્વીકારનાં પ્રતીક છે. આ ત્રણ ચરણોના માધ્યમથી ત્રિવિક્રમ શ્રદ્ધાવાનના જીવનના દુષ્ટપ્રારબ્ધનો નાશ કરે છે અને શ્રદ્ધાવાનના જીવનને આનંદ અને માંગલ્યથી ભરી દે છે. આ ત્રણ ચરણોનું પૂજન મૂળભૂત રીતે શ્રદ્ધાવાનની એક પ્રાર્થના જ હોય છે, જેના દ્વારા એવી પ્રાર્થના કરવામાં આવે છે કે ત્રિવિક્રમ પોતાના દિવ્ય ગુણોથી આપણા સમગ્ર જીવનને વ્યાપ્ત કરી દે અને પોતાની કૃપાથી તેમાં પરિવર્તન લાવે.

શ્રદ્ધાવાનો સાથે શ્રીત્રિવિક્રમ પૂજન કરતાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ
શ્રદ્ધાવાનો સાથે શ્રીત્રિવિક્રમ પૂજન કરતાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ

ગુરુભક્તિસ્તંભની પ્રદક્ષિણા

ગુરુપૂર્ણિમા ઉત્સવની એક અતિશય મહત્ત્વપૂર્ણ ક્ષણ છે - ‘ગુરુભક્તિસ્તંભ’ની પ્રદક્ષિણા.

કાર્યક્રમ સ્થળની મધ્યમાં સ્થાપિત આ ગુરુભક્તિસ્તંભ પર સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુનાં ‘નિત્યગુરુ’ની પાદુકાઓ મૂકવામાં આવે છે. તેની સાથે ‘અવધૂત ચિંતન ઉત્સવ’નાં બે ‘અવધૂત કુંભ’ પણ ત્યાં મૂકવામાં આવે છે.

શ્રદ્ધાવાનોને ‘રામનામ ઇષ્ટિકા’ (રામનામની વહીઓના કાગળના માવામાંથી બનાવેલી ઈંટ) માથા પર રાખીને જયઘોષનાં લયમાં ગુરુભક્તિસ્તંભની પ્રદક્ષિણા કરવાની તક મળે છે. આ દિવ્ય વાતાવરણમાં શ્રદ્ધાવાનો એ પરિસરનાં પવિત્ર સ્પંદનોનો વાસ્તવિક રીતે અનુભવ કરી શકે છે. આ પ્રદક્ષિણા કરતી વખતે દરેક શ્રદ્ધાવાનના મનમાં એવો ભાવ હોય છે કે, ‘મારા સદ્‌ગુરુ આ ઇષ્ટિકા પર બિરાજમાન છે; આ ઇષ્ટિકા મારા સદ્‌ગુરુ પ્રત્યેની મારી શ્રદ્ધાનું પ્રતીક છે.

જ્યારે હું આ ઇષ્ટિકાને માથા પર રાખીને સદ્‌ગુરુની પ્રદક્ષિણા કરું છું, ત્યારે મારા સદ્‌ગુરુનાં ચરણકમળો મારા હૃદય પર સદાને માટે અંકિત થાય છે.’

‘कीजै नाथ हृदय महँ डेरा’

(કીજૈ નાથ હૃદય મહઁ ડેરા’)

ગુરુભક્તિ સ્તંભની પ્રદક્ષિણા કરતા શ્રદ્ધાવાનો

દિંડી - કૃપાની પાલખી

આ ઉત્સવનો બીજો એક મંગલમય સમારોહ છે ‘દિંડી’. (‘દિંડી’ એટલે ભક્તોનો એવો સમૂહ, જે ભજન-સંકીર્તન કરતાં, હાથમાં પતાકા/ધ્વજ લઈને પોતાના આરાધ્ય દેવતાના તીર્થસ્થળ સુધી પદયાત્રા કરે છે.) તેમાં સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુનાં ‘પદચિહ્નો’ (અર્થાત બાપુનાં ચરણકમળોનાં પવિત્ર ચિહ્નો) ધરાવતી પાલખીને ભક્તિપૂર્ણ નામઘોષ, જયઘોષ અને આનંદભર્યા ઉદ્‌ઘોષો સાથે ઉત્સવસ્થળે ફેરવવામાં આવે છે. આ પાલખી શોભાયાત્રા સમગ્ર ઉત્સવ પરિસરમાંથી પસાર થાય છે.

દરેક શ્રદ્ધાવાનને બાપુનાં આ પવિત્ર પદચિહ્નો પર પોતાનું મસ્તક રાખીને દર્શન કરવાની તક મળે છે. શ્રદ્ધાવાનોની દૃઢ ભાવના છે કે આ પવિત્ર પદચિહ્નો પર મસ્તક મૂકવું એ પોતાના પ્રિય સદ્‌ગુરુનાં પ્રત્યક્ષ ચરણકમળોમાં નમન કરવા સમાન જ છે.

અગ્નિહોત્ર, અનિરુદ્ધ ચલીસા પાઠ અને ઉદી પ્રસાદ

ગુરુપૂર્ણિમા ઉત્સવસ્થળે આખો દિવસ અગ્નિહોત્ર અખંડ પ્રજ્વલિત રહે છે. બધા શ્રદ્ધાવાનોને આ પવિત્ર અગ્નિહોત્રમાં ઊદ અર્પણ કરવાની અને પોતાના કલ્યાણ, સંરક્ષણ તથા સર્વાંગી હિત માટે પ્રાર્થના કરવાની તક મળે છે.

શ્રદ્ધાવાનોના હૃદયની અતિશય નજીક અને પ્રિય એવા ‘શ્રી અનિરુદ્ધ ચલીસા’નો દર કલાકે અત્યંત ભાવપૂર્ણ પાઠ કરવામાં આવે છે. બધા શ્રદ્ધાવાનો અત્યંત આનંદથી તેનો લાભ લે છે.

આ પવિત્ર દિવસે સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુનાં હસ્તસ્પર્શથી પાવન થયેલી ઉદી શ્રદ્ધાવાનોને પ્રસાદરૂપે આપવામાં આવે છે. રાત્રે લગભગ ૦૯.૩૦ વાગ્યે મહાઆરતી સાથે આ ઉત્સવનું સમાપન થાય છે.

સદ્‌ગુરુની સાદગી અને ગુરુપૂર્ણિમાનો સાર

સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ શ્રદ્ધાવાનો પાસેથી કોઈ પણ પ્રકારની ગુરુદક્ષિણા, ભેટ, શુભેચ્છાપત્ર, ફળ, હાર, મીઠાઈ, પૈસા અથવા અન્ય કોઈ વસ્તુ ક્યારેય સ્વીકારતા નથી. બાપુ કહે છે, ‘જો તમારે મને કંઈક આપવું જ હોય, તો તમારાં અડધાં પાપ મને આપી દો, જેથી તમારો ભાર હળવો થઈ જાય. સાથે જ, આખા વર્ષ દરમિયાન તમે જે નામસ્મરણ અને પઠન કર્યા છે, તે મને આપી દો, જેથી યોગ્ય સમય આવે ત્યારે તેનો ઉપયોગ તમારા જ હિત માટે કરી શકાય.’

ગુરુપૂર્ણિમા સદ્‌ગુરુની કૃપા અને ગુરુભક્તિનો આનંદ માણવાનો દિવસ છે. સદ્‌ગુરુ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા અને અડગ શ્રદ્ધા વ્યક્ત કરવાનો દિવસ જ ગુરુપૂર્ણિમા છે. સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ પ્રત્યે પ્રેમપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શ્રદ્ધાવાનો પોતાના પ્રિય સદ્‌ગુરુના પવિત્ર સાન્નિધ્યમાં ગુરુપૂર્ણિમા ઊજવે છે.

આવી રીતે ઋણજ્ઞાપક સ્તોત્રનાં ‘અનિરુદ્ધા તુઝા મી કિતી ઋણી ઝાલો’ એટલે કે ‘અનિરુદ્ધ, હું તમારો કેટલો ઋણી થઈ ગયો છું’ - આ ભાવને અભિવ્યક્ત કરવાની અને સદ્‌ગુરુની કૃપાછાયામાં ભક્તિનાં માર્ગ પર દૃઢતાથી આગળ વધવાની તક જ ગુરુપૂર્ણિમા છે.

વર્ષ ૨૦૦૫ના ગુરુપૂર્ણિમા ઉત્સવમાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં દર્શન કરતા શ્રદ્ધાવાનો
Shraddhavan friends of Sadguru Shree Aniruddha Bapu take active participation in Gurupournima with full joy and love towards their sadguru. Sadguru Bhakti is what matters to Shraddhavans the most !