સાર્વભૌમ મંત્રગજરનું મહત્ત્વ
જેના માટે દરરોજ મંત્રગજરની ૧૬ માળા કરવી શક્ય નથી, તેણે પોતાની ક્ષમતા અનુસાર ‘ગણતરી કર્યા વગર’ મંત્રગજર કરતા રહેવું જોઈએ અને તેને ‘સ્વયંભગવાન ત્રિવિક્રમ’ના ચરણોમાં અર્પિત કરવું જોઈએ; આવા શ્રદ્ધાવાનનું જીવન પણ વધુ ને અધિકાધિક સુંદર થતું જશે, એ નિશ્ચિત છે.
સ્વયંભગવાન ત્રિવિક્રમનું દિવ્ય સ્વરૂપ અને ગુણધર્મો
ભક્તિભાવ ચૈતન્યનું વધુ વિવેચન કરતાં બાપુ સ્વયંભગવાન ત્રિવિક્રમ (The Supreme Personality of Godhead)નાં દિવ્ય સ્વરૂપ અને ગુણધર્મોનું વર્ણન કરે છે.
‘આ સ્વયંભગવાન, દેવાધિદેવ, ત્ર્યંબકરાજ જ અનંતકોટિ બ્રહ્માંડોનાં અને તેથી મારા પણ પાલનકર્તા તથા તારણહાર છે’ - આ વાત દરરોજ પોતાનાં મનને કહેતા રહો. કારણ કે મન ચંચળ હોય છે, તેથી તેને દરરોજ આ વાત કહેવી આવશ્યક છે.
‘આ સ્વયંભગવાન દેવાધિદેવ પ્રેમસ્વરૂપ, નિત્યતૃપ્ત, સર્વજ્ઞ, સર્વગામી અને સર્વસમર્થ છે’ - આ અનુભૂતિ ભક્તિભાવ ચૈતન્યમાં જ પ્રાપ્ત થાય છે.
સ્વયંભગવાન ત્રિવિક્રમને પ્રેમ કરવા જેટલું પવિત્ર બીજું કશુંય જ નથી.
“કોઈ ભલે લાખો સેવાઓ કરી લે, કોઈ ભલે ગમે તેટલાં મહાન કાર્યો કરી લે, કોઈ ભલે સમાજના તમામ પ્રચલિત નિયમોનું સંપૂર્ણપણે પાલન કરી લે, પરંતુ જો તે સ્વયંભગવાનને પ્રેમ કરતો નથી, સ્વયંભગવાનની સેવા કરતો નથી, તો આ બધાં કર્મો કષ્ટદાયક (પરેશાની ઉત્પન્ન કરનારાં) જ સાબિત થાય છે.”
ભક્તોની પોકાર સાંભળતાં જ તત્કાળ, એ જ ક્ષણે કાર્યરત થઈ જનારા સમર્થસેતુ માત્ર તેઓ જ છે - એકમેવ અદ્વિતીય.
આ દેવાધિદેવ ખૂબ સરળ, સીધા-સાદા અને સહજ રીતે વર્તન કરનારા, દેખાડો ન કરનારા, પોતાની મહાનતા બીજાઓ પર ન થોપનારા, પોતાના ઉપકારોની યાદ ન અપાવનારા અને કશું કહ્યા વિના માત્ર પ્રેમ કરતા રહેનારા છે.
આ દેવાધિદેવના કાનને શ્રદ્ધાવાનોના ભક્તિભાવથી ભરેલા વચનો સર્વોત્તમ અને સર્વોત્કૃષ્ટ અમૃત કરતાં પણ વધારે મધુર લાગે છે.
‘હે દેવાધિદેવ! હે સ્વયંભગવાન! હે મારા ભગવાન! મને તમારા પ્રત્યે પ્રેમ છે, મારી નિષ્ઠા તમારા ચરણોમાં છે.’
આ શબ્દોનું ઉચ્ચારણ કરતાં શ્રદ્ધાવાનનાં જીવનની અનેક ઘાતક વાતો અને પાપો આપોઆપ દૂર થતાં જાય છે.
