શિરડી અને અક્કલકોટની રસયાત્રાઓમાં પ્રાપ્ત થયેલા દિવ્ય અનુભવોએ શ્રદ્ધાવાનોના હૃદય પર અવિસ્મરણીય છાપ છોડી હતી. આ રસયાત્રાઓમાંથી ઘરે પાછા ફર્યા પછી એ પવિત્ર સ્મૃતિઓને શ્રદ્ધાવાનોએ પ્રેમપૂર્વક પોતાના હૃદયમાં સાચવી રાખી હતી અને આગામી રસયાત્રાની જાહેરાતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તેમના અંતર્મનની આ ઉત્કટ અભિલાષા ૧૯૯૮માં પૂર્ણ થઈ, જ્યારે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ સ્વયં નેતૃત્વ કરતાં પ્રેમપૂર્વક ત્રીજી રસયાત્રા દેહૂ અને આળંદી આ પવિત્ર તીર્થક્ષેત્રોમાં સંપન્ન કરાવી.

આ રસયાત્રાનું આયોજન શ્રી સાઈ સમર્થ વિજ્ઞાન પ્રબોધિની સંસ્થાના સહયોગથી કરવામાં આવ્યું હતું અને ૧ સપ્ટેમ્બર ૧૯૯૮ની સાંજે બધા શ્રદ્ધાવાનોએ રસયાત્રા માટે પ્રસ્થાન કર્યું. આનંદ અને ઉત્સુકતાથી ભરેલા શ્રદ્ધાવાનો પોતાના પ્રિય સદ્‌ગુરુનાં દિવ્ય સાનિધ્યમાં વધુ એક પવિત્ર તીર્થયાત્રાએ જવા માટે નીકળ્યાં અને બીજા દિવસે સવારે શ્રીક્ષેત્ર આળંદીની પાવન ભૂમિ પર પહોંચ્યા.

દરેક નવી રસયાત્રાને શ્રદ્ધાવાનો તરફથી પહેલાં કરતાં વધારે પ્રતિસાદ મળી રહ્યો હતો. પ્રત્યેક રસયાત્રા સાથે તેમાં સહભાગી થનારા શ્રદ્ધાવાનોની સંખ્યા નિરંતર વધતી જતી હતી. શ્રદ્ધાવાનોની આ વધતી સંખ્યા સદ્‌ગુરુ અને તેમના ભક્તો, તેમના શ્રદ્ધાવાન મિત્રો વચ્ચે નિરંતર દૃઢ થતા જતા આત્મીય સંબંધની સાક્ષી હતી. રસયાત્રા હવે માત્ર એક તીર્થયાત્રા ન રહેતાં એક આત્મીય આધ્યાત્મિક પરંપરા બની રહી હતી.

દરેક રસયાત્રાથી શ્રદ્ધા દૃઢ થઈ રહી હતી, ભક્તિ વધી રહી હતી અને અનેકનાં અંતઃકરણ ભક્તિમાર્ગ તરફ વધુ ને વધુ આકર્ષિત થઈ રહ્યાં હતાં.

સંત જ્ઞાનેશ્વર માઉલીના દિવ્ય સાનિધ્યથી પાવન થયેલી આળંદીની ભૂમિ ભક્તિ, કરુણા અને તેમની અવિનાશી શીખના પ્રેમપૂર્ણ સ્મરણથી અંતર્મનને જાગૃત કરનારી હતી. આ જ પવિત્ર ભાવ સાથે આ રસયાત્રાનો આરંભ થયો.

આ રસયાત્રાનો શુભારંભ સંત જ્ઞાનદેવ દ્વારા રચિત હરિપાઠથી થયો. સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં દિવ્ય સાનિધ્યમાં બધા શ્રદ્ધાવાનોએ સામૂહિક હરિપાઠનું પઠન કર્યું.

देवाचिये द्वारी उभा क्षणभरी । तेणे मुक्ती चारी साधियेल्या ॥
हरि मुखे म्हणा हरि मुखे म्हणा । पुण्याची गणना कोण करी ॥

(દેવાચિયે દ્વારી ઉભા ક્ષણભરી | તેણે મુક્તી ચારી સાધિયેલ્યા ||
હરિ મુખે મ્હણા હરિ મુખે મ્હણા | પુણ્યાચી ગણના કોણ કરી ||)

(અર્થ : પ્રભુનાં દ્વાર પર ક્ષણભર પણ ઊભા રહેવાથી ચારેય પ્રકારની મુક્તિઓ પ્રાપ્ત થઈ જાય છે.
મુખેથી હરિનું નામ લો, હરિનું નામ લો. તેનાથી પ્રાપ્ત થનારા પુણ્યની ગણના ભલા કોણ કરી શકે.)

હરિપાઠની આ પવિત્ર પંક્તિઓનો ધ્વનિ ચારે તરફ ગુંજી રહ્યો હતો અને બધાનાં અંતર્મન ભક્તિથી તરબતર હતાં. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ સાથે હરિપાઠ કરવો એ માત્ર પ્રાર્થના નહોતી; એ સંત જ્ઞાનેશ્વર માઉલીની અસીમ કરુણા, વિનમ્રતા અને અવિચલ ભક્તિનો અનુભવ કરવાની એક અમૂલ્ય તક હતી.

હરિપાઠ પછી ‘જય હરિ વિઠ્ઠલ... શ્રી હરિ વિઠ્ઠલ... વિઠ્ઠલ, વિઠ્ઠલ, વિઠ્ઠલ, વિઠ્ઠલ!’ ભગવાન વિઠ્ઠલના આ નામઘોષમાં શ્રદ્ધાવાનો ભારે ઉત્સાહથી સહભાગી થયા. ત્યારબાદ -

या विठूचा गजर हरिनामाचा झेंडा रोविला ।
वाळवंटी चंद्रभागेच्या काठी डाव मांडिला ॥

(યા વિઠૂચા ગજર હરિનામાચા ઝેંડા રોવિલા
વાળવંટી ચંદ્રભાગેચ્યા કાઠી ડાવ માંડિલા)

(અર્થ - ભગવાન વિઠ્ઠલનો જયઘોષ થયો, હરિનામનો ધ્વજ લહેરાયો.
ચંદ્રભાગાની રેતી પર ભક્તિનો રંગ સજાવ્યો)

આ નામઘોષ સાથે બધા ભક્તિરંગમાં રંગાઈ ગયા હતા. સમગ્ર વાતાવરણ ભગવાન વિઠ્ઠલના નામથી ભરાઈ ગયું હતું. કરવામાં આવતા પ્રત્યેક જયઘોષ, વગાડવામાં આવતી પ્રત્યેક તાળી અને હૃદયમાંથી નીકળતી પ્રત્યેક વાત સાથે બધા શ્રદ્ધાવાનો ભક્તિની એક જ ધારામાં એકાકાર થઈ ગયા હતા. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના સાનિધ્યમાં જાણે વારકરી પરંપરાનો એ જ ચિરંતન ભક્તિભાવ પુન: જાગૃત થઈ ઊઠ્યો હતો.

પવિત્ર ગ્રંથોની દિંડી

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ બધાને રસયાત્રાનું અને અત્યંત શ્રદ્ધાભાવપૂર્વક પવિત્ર ગ્રંથોને લઈને ચાલતી દિંડીનું પણ ગહન આધ્યાત્મિક મહત્ત્વ સમજાવ્યું. તેમણે શ્રદ્ધાવાનોને સમજાવ્યું કે મહાન સંતો દ્વારા રચાયેલા પવિત્ર ગ્રંથો માત્ર ધર્મગ્રંથો નથી, પરંતુ તેમની ભક્તિ, આધ્યાત્મિક અનુભવ અને દિવ્ય જ્ઞાનની જાણે સાક્ષાત્ સજીવ અભિવ્યક્તિ છે. શ્રીવિઠ્ઠલની ભક્તિમાં પોતાનું જીવન સમર્પિત કરનારા સંતો દ્વારા રચાયેલા આ ગ્રંથો માત્ર ગ્રંથો નથી, પરંતુ શ્રદ્ધાવાનના જીવનમાં તેમને ‘ગુરુ’નું સ્થાન પ્રાપ્ત છે.

સ્વયં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ પોતાના લેખન અને પ્રવચનોમાં અનેક સંતવચનોનો ઉલ્લેખ કરતા રહે છે. સંતો દ્વારા રચાયેલા આ ગ્રંથો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જ્ઞાનેશ્વરી, તુકારામ ગાથા, સાઈસચ્ચરિત અને એકનાથી ભાગવત જેવા પવિત્ર ગ્રંથોની દિંડી કાઢવામાં આવી. ગ્રંથદિંડીમાં સહભાગી શ્રદ્ધાવાન ભક્તો ‘જય જય રામકૃષ્ણ હરિ’, ‘જ્ઞાનોબા માઉલી... તુકારામ’નો જયઘોષ કરતાં પાલખીની સાથે ચાલી રહ્યા હતા. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ તેમાં સહભાગી થતાં બધા ભક્તોનો આનંદ ઊમટી પડ્યો હતો. આ દિંડી જાણે પંઢરપુરની વારી બની ગઈ હતી.

પ્રત્યેક પગલું જાણે સંતોના ચરણોમાં અર્પિત થઈ રહ્યું હતું અને સંતોનાં વચનોએ સાધકોને પરમેશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો છે - આ ભાવ સાથે શ્રદ્ધાવાનો ભક્તિભાવમાં નૃત્ય કરી રહ્યા હતા.

ભક્તિરસથી તરબતર સંધ્યા

સાંજે બધાને ભીની ચીકણી માટી આપવામાં આવી. તેમાંથી શ્રદ્ધાવાનોએ શ્રીજ્ઞાનેશ્વર માઉલી (સંત જ્ઞાનેશ્વર મહારાજ)ની પાદુકાઓ બનાવી. માટી ધીમે ધીમે શ્રીજ્ઞાનેશ્વર માઉલીની પાદુકાઓનું સ્વરૂપ લઈ રહી હતી અને પ્રત્યેક શ્રદ્ધાવાનને સંતોની વિનમ્રતા, જ્ઞાન તથા અખંડ ભક્તિમય જીવન સાથે વ્યક્તિગત સંબંધ બાંધવાનો અનુભવ થઈ રહ્યો હતો.

આ સમયે શ્રીસાઈસચ્ચરિતના રચયિતા હેમાડપંત (શ્રી ગોવિંદ રઘુનાથ દાભોલકર)ના પૌત્ર શ્રી અપ્પાસાહેબ દાભોલકરે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુની આજ્ઞા અનુસાર આ પવિત્ર માટીમાંથી શિવલિંગ બનાવી તેનું પૂજન કર્યું. પ્રત્યેક શ્રદ્ધાવાન દ્વારા બનાવવામાં આવેલી શ્રીજ્ઞાનેશ્વર માઉલીની પાદુકાઓનું અર્ચન દ્રવ્યથી પૂજન કર્યા પછી એ પાદુકાઓને શિવલિંગ પર અર્પિત કરવામાં આવી. આ પાદુકાઓનું શિવલિંગ પર કરવામાં આવેલું અર્પણ ભક્તિ, જ્ઞાન અને સમર્પણની એકરૂપતાનું પ્રતીક બન્યું.

આ સમયે બધાએ શ્રીજ્ઞાનેશ્વર માઉલીના ગાયત્રી જપનું પઠન કર્યું. આ પવિત્ર ઉપાસના દરમિયાન સભામંડપ સંત જ્ઞાનેશ્વરના ગાયત્રી મંત્રના સામૂહિક જપથી ગુંજી ઊઠ્યો. એ જપનાં સ્પંદનોએ બધાના અંતર્મનમાં શાંતિ અને ભક્તિભાવ ઉત્પન્ન કર્યો.

રાત્રે સત્સંગ થયો. આ સત્સંગ આખી રાત ચાલતો રહ્યો. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના માર્ગદર્શન અને તેમના સાનિધ્યમાં બધા એટલા બધા તલ્લીન થઈ ગયા હતા કે જાણે સમય થંભી ગયો હોય. પરોઢનાં કિરણોએ જ્યારે નવા દિવસના આગમનનો સંકેત આપ્યો, ત્યારે જ આ સત્સંગ સંપન્ન થયો.

આળંદી - ભક્તિનો અખંડ પ્રવાહ

રસયાત્રાના બીજા દિવસે શ્રીજ્ઞાનેશ્વર માઉલીની સમાધિ, અજાનવૃક્ષ અને હૈબતબાબાની સમાધિનાં દર્શન કરવામાં આવ્યાં. આ બધા સ્થાનો સંતોની ચિરંતન વિરાસત અને વારકરી પરંપરાની સાક્ષી આપી રહ્યાં હતાં.

આ અવસરે આળંદી સંસ્થાન તરફથી પરમપૂજ્ય સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનું સન્માન કરવામાં આવ્યું. આ સમયે તેમણે અત્યંત હૃદયસ્પર્શી સ્મૃતિઓ સંભળાવી. તેની સાથે તેમણે સંત નિવૃત્તિનાથ, સંત જ્ઞાનેશ્વર, સંત સોપાનદેવ અને સંત મુક્તાબાઈ - આ ચારેય ભાઈ-બહેનો દ્વારા જગત્‌કલ્યાણ માટે કરવામાં આવેલા અથાગ પ્રયત્નો અને તેમની ભગવદ્‌ભક્તિની કથાઓ સંભળાવી. ભક્તિ, નિઃસ્વાર્થ સેવા, કરુણા અને આધ્યાત્મિક જ્ઞાનથી પરિપૂર્ણ તેમનું જીવન આવનારી પેઢીઓને પણ ભક્તિના માર્ગ પર પ્રેરિત કરતું રહે છે.

સાંજે અમૃતમંથન ઉપાસના સંપન્ન થયા પછી બધા ઇન્દ્રાયણી નદીના તટ પર ગંગાપૂજન માટે એકત્રિત થયા. ઇન્દ્રાયણી નદી જ આળંદીની ગંગા છે. અહીં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ સ્વયં ઇન્દ્રાયણી માતાનું પૂજન કરીને દીપદાન કર્યું. તેમણે વહેતા જળમાં પ્રથમ પ્રજ્વલિત દીપ અર્પિત કર્યો અને ત્યારબાદ બધા ભક્તોએ ઇન્દ્રાયણીની ધારામાં પ્રજ્વલિત દીપ અર્પિત કર્યા.

અસંખ્ય દીપ ઇન્દ્રાયણીના જળ પર તરવા લાગ્યા અને સમગ્ર નદી તટ ભક્તિના સુંદર દૃશ્યથી ઝગમગી ઊઠ્યો. જાણે પ્રત્યેક દીપ એક મૌન પ્રાર્થના લઈને વહી રહ્યો હતો, પ્રત્યેક લહેરમાં દિવ્ય કૃપાનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતું અને પ્રત્યેક અંતર્મન સદ્‌ગુરુનાં પ્રેમ તથા સંત જ્ઞાનેશ્વર મહારાજના આશીર્વાદથી તરબતર થઈ ગયું હતું.

આ રસયાત્રાનો એક વિલક્ષણ પ્રસંગ આજે પણ તેના સાક્ષી રહેલા શ્રદ્ધાવાનોની સ્મૃતિમાં જીવંત છે. ચૌબલ આજોબા એવા ભાગ્યશાળી ભક્ત હતા, જેમને બાળપણમાં શ્રીસાઈનાથનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું અને તેમના ખોળામાં રમવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.

બધા શ્રદ્ધાવાનોએ પોતપોતાના પ્રજ્વલિત દીપ ઇન્દ્રાયણીની ધારામાં અર્પિત કર્યા. બધા દીપ નદીના પ્રવાહ સાથે સહજ રીતે વહેતા ગયા. પરંતુ ચૌબલ આજોબાએ અર્પિત કરેલો દીપ એકલો જ ધીમે ધીમે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવા લાગ્યો, જાણે કોઈ અદૃશ્ય દિવ્ય શક્તિ તેને પોતાની તરફ ખેંચી રહી હોય.

ત્યાં ઉપસ્થિત લોકો માટે આ પ્રસંગ માત્ર એક વિલક્ષણ દૃશ્ય નહોતો; આ ચૌબલ આજોબાની અવિચલ શ્રદ્ધા, નિર્મળ ભક્તિ અને શ્રીસાઈનાથની અગાધ કૃપાનો હૃદયસ્પર્શી અનુભવ હતો.

ભક્તિનાં માર્ગે દેહૂ

રસયાત્રાના ત્રીજા દિવસે સવારે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ સંતશ્રેષ્ઠ તુકારામ મહારાજનો મહિમા વર્ણવ્યો અને ત્યારબાદ બધા ત્યાંથી દેહૂ જવા માટે રવાના થયા. દેહૂ પહોંચીને બધાએ સંતશ્રેષ્ઠ તુકારામ મહારાજના મંદિર, વૈકુંઠગમન વૃક્ષ વગેરે સ્થાનોના દર્શન કર્યા. દેહૂ સંત તુકારામ મહારાજની જન્મભૂમિ છે. ત્યાંનું પ્રત્યેક સ્થાન સંત તુકારામ મહારાજની ચિરંતન વિરાસતનું સ્મરણ કરાવી રહ્યું હતું. શ્રદ્ધાવાનોને તેમની અવિચલ શ્રદ્ધા, વિનમ્રતા અને શ્રીવિઠ્ઠલના ચરણોમાં કરેલા સંપૂર્ણ સમર્પણનું સ્મરણ થઈ રહ્યું હતું.

ત્યારબાદ આયોજિત કાર્યક્રમમાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ રસયાત્રાનું મહત્ત્વ સચોટ શબ્દોમાં સમજાવ્યું -

‘રસયાત્રાઓ શરૂ થઈ. દર વર્ષે એક-એક સ્થળે. પરંતુ આપણા જીવનમાં રસયાત્રા નિરંતર નવા સ્વરૂપે શરૂ થતી રહે છે અને ચાલતી જ રહે છે.’

આ શબ્દો દ્વારા સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ ભૌતિક તીર્થયાત્રાઓથી લઈને પ્રત્યેક સાધક દ્વારા જીવનપર્યંત કરવામાં આવતી અંતર્મુખી યાત્રા તરફ તેમનું ધ્યાન દોર્યું. ત્યારબાદ ભક્તિનું મહત્ત્વ સમજાવતાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ ‘જ્ઞાન-વિજ્ઞાનકારિણી ભક્તિ’ આ અનોખો શબ્દપ્રયોગ કર્યો.

‘જ્ઞાન અને વિજ્ઞાનનું એકસાથે આવવું આવશ્યક છે, એટલે કે મને જે સારું લાગે છે અને જે સત્ય છે - આ બંને એકસાથે આવવાં જોઈએ. વાસ્તવિકતા અને ઇચ્છાના દ્વંદ્વમાંથી ભય ઉત્પન્ન થાય છે; આવું ન થાય, એ માટે જ્ઞાન અને વિજ્ઞાનનું એકસાથે આવવું આવશ્યક છે અને આ માત્ર ભક્તિથી જ શક્ય છે.’

આ શબ્દોમાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ ‘જ્ઞાન-વિજ્ઞાનકારિણી ભક્તિ’ને સ્પષ્ટ કર્યું. તેનો રસયાત્રા સાથેનો સંબંધ સમજાવતાં તેમણે કહ્યું -

‘આવા ભક્તિરસની અખંડ ગંગોત્રી છે જ્ઞાનદેવ! સંત જ્ઞાનેશ્વરે સમાજમાં ભક્તિપ્રેમની જ્યોતિ પ્રજ્વલિત કરી. કર્મકાંડમાં ગૂંચવાયેલા સમાજને એક નાનકડો સૂક્ષ્મ ઝટકો આપીને તેમણે પ્રત્યેક વ્યક્તિના અંતર્મનમાં પવિત્ર સ્પંદનો ઉત્પન્ન કર્યાં. એ જ સ્પંદનો આજે પણ આ યાત્રા કરતી વખતે આપણને પ્રાપ્ત થયાં છે અને આપણે એ સ્પંદનોને આપણી સાથે લઈને જવાના છીએ.’

આ શબ્દો દ્વારા સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ આ રસયાત્રાથી ભક્તોના જીવનમાં થનારા સકારાત્મક પરિવર્તનનો અહેસાસ કરાવ્યો. ત્યારબાદ પરમપૂજ્ય સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ સંત મુક્તાબાઈના ‘मुंगी उडाली आकाशी’ - મુંગી ઉડાલી આકાશી (અર્થ - કીડી ઊડી આકાશમાં...) અભંગનું નિરૂપણ કરતાં કહ્યું -

‘કીડી એટલે આપણી શ્રદ્ધા. જ્યારે આ શ્રદ્ધા આપણા અંતર્મનમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે, ત્યારે તેનું સામર્થ્ય ખૂબ વિશાળ બની જાય છે.’

અંતે તેમણે પોતાની પ્રિય કવિતાની બે પંક્તિઓ કહી -

‘देणार्‍याने देत जावे, घेणार्‍याने घेत जावे,
घेणार्‍याने एक दिवस देणार्‍याचे हात घ्यावे.’

(દેણાર્‍યાને દેત જાવે, ઘેણાર્‍યાને ઘેત જાવે,
ઘેણાર્‍યાને એક દિવસ દેણાર્‍યાચે હાત ઘ્યાવે.’)

(અર્થ - ‘આપનારો આપતો જાય, લેનારો લેતો જાય,
લેનારો એક દિવસ આપનારના હાથ થામી લે.’)

તેનો અર્થ સમજાવતાં તેમણે કહ્યું કે દાન આપનારની જેમ લેનારના હાથ પણ દાની બનવા જોઈએ. અર્થાત જેને મળ્યું છે, તે પણ એક દિવસ આપનારની જેમ આપવા માટે પોતાના હાથને યોગ્ય બનાવે.

Dehu–Alandi Rasayatra
Dehu–Alandi Rasayatra
Dehu–Alandi Rasayatra
Dehu–Alandi Rasayatra
Shraddhavans devotedly attended the Dehu–Alandi Rasayatra along with Sadguru Shree Aniruddha Bapu in 1998
Shraddhavans devotedly attended the Dehu–Alandi Rasayatra along with Sadguru Shree Aniruddha Bapu in 1998
Shraddhavans devotedly attended the Dehu–Alandi Rasayatra along with Sadguru Shree Aniruddha Bapu in 1998
Shraddhavans devotedly attended the Dehu–Alandi Rasayatra along with Sadguru Shree Aniruddha Bapu in 1998
Sadguru Shree Aniruddha Bapu at Dehu–Alandi Rasayatra held in the year 1998.
Sadguru Shree Aniruddha Bapu at Dehu–Alandi Rasayatra held in the year 1998.
Dehu–Alandi Rasayatra was held under the guidance of Sadguru Shree Aniruddha Bapu in 1998.
Dehu–Alandi Rasayatra was held under the guidance of Sadguru Shree Aniruddha Bapu in 1998.
Shraddhavans devotedly attended the Dehu–Alandi Rasayatra along with Sadguru Shree Aniruddha Bapu in 1998
Shraddhavans devotedly attended the Dehu–Alandi Rasayatra along with Sadguru Shree Aniruddha Bapu in 1998
Dehu–Alandi Rasayatra was held under the guidance of Sadguru Shree Aniruddha Bapu in 1998.
Dehu–Alandi Rasayatra was held under the guidance of Sadguru Shree Aniruddha Bapu in 1998.
Dehu–Alandi Rasayatra was held under the guidance of Sadguru Shree Aniruddha Bapu in 1998.
Dehu–Alandi Rasayatra was held under the guidance of Sadguru Shree Aniruddha Bapu in 1998.
Sadguru Shree Aniruddha Bapu at Dehu–Alandi Rasayatra held in the year 1998.
Sadguru Shree Aniruddha Bapu at Dehu–Alandi Rasayatra held in the year 1998.
Sadguru Shree Aniruddha Bapu at Dehu–Alandi Rasayatra held in the year 1998.
Sadguru Shree Aniruddha Bapu at Dehu–Alandi Rasayatra held in the year 1998.
Sadguru Shree Aniruddha Bapu at Dehu–Alandi Rasayatra held in the year 1998.
Sadguru Shree Aniruddha Bapu at Dehu–Alandi Rasayatra held in the year 1998.