બાપુની તસવીર સામે કરવામાં આવેલી પ્રત્યેક પ્રાર્થના બાપુ સુધી પહોંચે જ છે!
શ્રદ્ધાવાનો માટે બાપુની તસવીર તેમનાં સચેતન અસ્તિત્વનું પ્રતીક હોય છે; કારણ કે શ્રદ્ધાવાનોનાં અનુભવો અનુસાર, બાપુની તસવીર સમક્ષ બોલાયેલા પ્રત્યેક શબ્દ બાપુ સાંભળે જ છે. બાપુની તસવીર સામે શ્રદ્ધાવાનની આંખોમાંથી વહેતા પ્રત્યેક આંસુ પાછળની ભાવના બાપુ સમજે જ છે. બાપુની તસવીર સામે કરવામાં આવેલી દરેક પ્રાર્થના બાપુ સુધી પહોંચે જ છે.
નિરાશાની ગહનતામાં કે કોઈ નાજુક ક્ષણે બાપુની તસવીર આપણી સામે આવી જાય છે. ક્યારેક તે સોશિયલ મીડિયાની કોઈ પોસ્ટમાં દેખાય છે, ક્યારેક રસ્તા પર કોઈ વાહનના પાછળના કાચ પર નજરે પડે છે, તો ક્યારેક એવી જગ્યાએ અચાનક દેખાય છે, જ્યાં તેના હોવાની આપણે કલ્પના પણ કરી ન હોય. એ જ ક્ષણે આપણા અંતર્મનમાં આ સંકેત સ્પષ્ટ થઈ જાય છે કે આ માત્ર સંયોગ નથી; પરંતુ એ ક્ષણ સહજ રીતે આપવામાં આવેલી એક યાદ છે. જાણે કે બાપુએ સ્વયં પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવવા માટે એ ક્ષણ પસંદ કરી હોય.
હકીકતમાં શ્રદ્ધાવાનો માટે બાપુની તસવીર ક્યારેય સ્વયં બાપુથી અલગ હોતી નથી; એ તસવીર તેમની સમીપતા અને તેમના સાનિધ્યનો અનુભવ કરવાનું એક વધુ માધ્યમ હોય છે. બાપુ નિઃશબ્દ રુપે આપણો સાથ આપતા રહે છે અને જાણે આપણને સતત યાદ અપાવતા રહે છે કે "એ" હંમેશા આપણી સાથે જ છે.















