સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ દ્વારા કરવામાં આવેલું લેખન માત્ર આધ્યાત્મિક ગ્રંથોનો સંગ્રહ નથી; પરંતુ સત્ય, પ્રેમ, ધૈર્ય અને આંતરિક સંતોષ પર આધારિત જીવન જીવવાની ઇચ્છા ધરાવતી પ્રત્યેક વ્યક્તિ માટે તે એક જીવંત માર્ગદર્શક છે. ‘શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ’ના ત્રણ ખંડો અર્થાત ‘સત્યપ્રવેશ’, ‘પ્રેમપ્રવાસ’ અને ‘આનંદસાધના’થી આરંભ કરીને સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ સત્ય, પ્રેમ અને આનંદ પર આધારિત આધ્યાત્મિક જીવનપદ્ધતિનો પાયો નાખ્યો.

બાપુ દ્વારા લખાયેલાં પ્રથમ બે પુસ્તકો, ‘આવાહનં ન જાનામિ’ અને ‘તદાત્માનં સૃજામ્યહમ્’, ભગવાન અને તેમનાં ભક્ત વચ્ચેનાં હૃદયસ્પર્શી સંવાદરૂપે અભિવ્યક્ત થાય છે. આ સંવાદમાંથી ભક્તની વ્યાકુળતા, ઉત્કટ લગની, શરણાગતિ તથા ભગવાન અને ભક્ત વચ્ચેનો અતૂટ પ્રેમ શબ્દોમાં પ્રગટ થાય છે.

શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ

આપણામાંથી મોટા ભાગના લોકોનો અધ્યાત્મ તરફ ઝુકાવ હોય છે. માત્ર ઝુકાવ જ નહીં, પરંતુ અનેક લોકોને અધ્યાત્મમાં ખરેખર રસ પણ હોય છે. પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો કેટલાક મૂળભૂત પ્રશ્નોને સમજી શકતાં નથી અને જો આપણે એ પ્રશ્નોને જ ન સમજી શકીએ, તો તેમનાં જવાબ કેવી રીતે શોધી શકીએ? સાથે જ અનેક ગ્રંથો એવો દાવો કરે છે કે તેમનાં દ્વારા પ્રતિપાદિત સત્ય જ એકમાત્ર સત્ય છે. આવા ગ્રંથો આપણા આધ્યાત્મિક માર્ગને વધુ મુશ્કેલ બનાવી દે છે.

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ દ્વારા લખાયેલાં ‘શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ’ના ત્રણ ખંડો માત્ર આપણું માર્ગદર્શન જ કરતા નથી, પરંતુ આપણને ધૈર્ય, સામર્થ્ય અને ભગવાનને શોધવા માટેનો એક સ્પષ્ટ નકશો પણ પ્રદાન કરે છે, આપણા જીવનમાં શાંતિ અને આનંદ લાવે છે તથા આપણાં મોટા ભાગનાં પ્રશ્નોનાં જવાબ સરળ અને સુંદર ભાષામાં આપે છે.

“જેવી રીતે મધમાખી વિવિધ ફૂલોમાંથી મધ એકત્ર કરીને મધપૂડામાં સંચિત કરે છે, એવી રીતે અનેક ઋષિઓ, મુનિઓ, આચાર્યો, સંતો, દાર્શનિક મહાપુરુષો અને સામાન્ય લોકોનાં ચિંતનરૂપી પુષ્પોમાંથી મેં આ મધ એકત્ર કર્યું છે અને આ ‘શ્રીમદ્‌પુરુષાર્થઃ’ (અર્થાત્ ‘સત્યસ્મૃતિઃ’) રૂપી મધપૂડામાં તેને એકરૂપ કરી દીધું છે”, એવું સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ આ ગ્રંથમાં લખે છે.

શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ - પ્રથમ ખંડ - ‘સત્યપ્રવેશ’

શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજનો આ પ્રથમ ખંડ ‘સત્યપ્રવેશ’ આપણાં જીવનપ્રવાસમાં નિર્મલ શાંતિ અને વિશુદ્ધ આનંદ પ્રાપ્ત કરવા માટે જરૂરી મૂળભૂત અને અનિવાર્ય સિદ્ધાંતો, પદ્ધતિઓ તથા શુદ્ધ અને પરિપક્વ જ્ઞાનનું વધુ વિસ્તૃત વિવેચન કરે છે અને સાથે જ આપણને આપણા ઇષ્ટદેવતા એટલે કે આપણાં પ્રિય ભગવાનનાં અસ્તિત્વનો બોધ કરાવે છે.

श्रीमद्पुरुषार्थ ग्रंथराज — सत्यप्रवेश
શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ - સત્યપ્રવેશ

શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ - દ્વિતીય ખંડ - ‘પ્રેમપ્રવાસ’

‘શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ’ના ત્રણ ખંડોમાંથી બીજો ખંડ છે ‘પ્રેમપ્રવાસ’. આ ‘પ્રેમપ્રવાસ’ ભગવાન દત્તગુરુ અને માતા પરાંબા પરમેશ્વરી પાસેથી પ્રત્યક્ષ પ્રાપ્ત થનારી તથા નિરંતર વહેતી નિરપેક્ષ, નિર્મળ અને દિવ્ય પ્રેમની એક પવિત્ર નદી અને અથાગ મહાસાગર છે.

દત્તગુરુની આજ્ઞા અને પરાંબા પરમેશ્વરીની ઇચ્છાથી આ જ પવિત્ર પ્રેમજળ હવે સર્વ શ્રદ્ધાવાનો માટે ઉપલબ્ધ અને સરળતાથી પ્રાપ્ય બન્યું છે, જેથી પ્રત્યેક સાચો શ્રદ્ધાવાન આ કામધેનુના સર્વોચ્ચ ક્ષીરસાગરમાં કામધેનુનાં દૂધનાં મહાસાગર અર્થાત ભક્તિભાવ ચૈતન્યનાં આ મહાસાગરમાં સ્વયંને સંપૂર્ણપણે તરબોળ કરી શકે.

આ ગ્રંથનું વાંચન કરવાથી તમને આ પ્રાપ્ત થશે.

श्रीमद्पुरुषार्थ ग्रंथराज — प्रेमप्रवास
શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ - પ્રેમપ્રવાસ

શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ - તૃતીય ખંડ - આનંદસાધના’

પ્રત્યેક જન્મમાં આપણું સમગ્ર જીવન વાસ્તવમાં, એટલે કે સાચા અર્થમાં, આપણી સાધના જ છે; એટલે કે આદિમાતા અને તેમનાં પુત્રનાં ચરણકમળ સાથે એકરૂપ થવાની આપણી આધ્યાત્મિક યાત્રા છે.

‘શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ’ના ત્રણ ખંડોમાં તૃતીય ખંડ ‘આનંદસાધના’ પરમાનંદ પ્રાપ્ત કરવા, જીવનને સુંદર બનાવવા અને આપણા વિશ્વને વધુ મંગલમય બનાવવા માટે આવશ્યક વિવિધ પદ્ધતિઓ, માર્ગો અને સાધનોનો અમૂલ્ય ખજાનો છે.

આનંદસાધનાના પ્રત્યેક પૃષ્ઠમાં ભગવાન દત્તગુરુ, માતા પરાંબા પરમેશ્વરી અને સ્વયંભગવાનની કૃપા, આશીર્વાદ તથા અસંખ્ય વરદાનોનો દિવ્ય ખજાનો ભરેલો છે.

આનંદસાધના બધા માટે એક દિવ્ય વૃક્ષ છે—આપણાં પોતાનાં આંગણા કે બગીચામાં ઉભુ રહેલું એક કલ્પતરુ છે.

ઉપાસના એટલે સાધના એક એવું વૃક્ષ છે, જેનાં પર ચઢવું ખૂબ સરળ છે અને તેનું ફળ છે આનંદ. શ્રીહરિગુરુનાં પ્રેમ અને આધારથી પરિપૂર્ણ નિર્મલ, શુદ્ધ અને સંપૂર્ણ આનંદ.

श्रीमद्पुरुषार्थ ग्रंथराज — आनंदसाधना
શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ - આનંદસાધના

માતૃવાત્સલ્યવિન્દાનમ્ (શ્રી જગદંબા ચરિત્ર)

‘માતૃવાત્સલ્યવિન્દાનમ્’ સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ દ્વારા લખાયેલો એક અમૂલ્ય આધ્યાત્મિક ગ્રંથ છે. આદિમાતા મહિષાસુરમર્દિની ચણ્ડિકા અસીમ માતૃપ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ છે. આ ગ્રંથ ભક્તોને તેમના દિવ્ય કાર્ય, સ્વરૂપ અને અવતારના ઉદ્દેશ્યનો માત્ર પરિચય જ કરાવતો નથી, પરંતુ તેનાથી આગળ વધીને શ્રદ્ધાવાનોને તેમના નિરપેક્ષ પ્રેમનો અનુભવ કરવો અને તેમની માતૃમયી મમતાના આધાર સાથે દૃઢતાપૂર્વક બંધાયેલાં રહેવું પણ શીખવે છે. તે પ્રત્યેક ભક્તને તેમના સંરક્ષણ, માર્ગદર્શન અને દૃઢ આધારનો વિશ્વાસ અપાવે છે.

બાપુ સ્પષ્ટ કરે છે કે આદિમાતાનો પ્રેમ ઉચિત વાતનો સ્વીકાર કરવા, અનુચિત વાતનો ત્યાગ કરવા તથા પોતાની ભક્તિ અને નૈતિક મૂલ્યોને દૃઢ કરવા માટે જરૂરી સામર્થ્યનો સ્રોત છે; અને આ જ પ્રેમને કારણે આપણે પરમેશ્વરની વધુ ને વધુ નજીક જઈ શકીએ છીએ. આદિમાતા ભલે પોતાનાં સૌમ્ય સ્વરૂપમાં પ્રગટ થાય કે ઉગ્ર સ્વરૂપમાં, તેમનું પ્રત્યેક સ્વરૂપ માત્ર પોતાનાં ભક્તો પ્રત્યેના પ્રેમ અને તેમનાં કલ્યાણ માટે જ પ્રગટ થાય છે; જેના કારણે સદૈવ સત્ય અને મંગલનો જ વિજય થાય છે.

मातृवात्सल्यविंदानम्‌
માતૃવાત્સલ્યવિન્દાનમ્

માતૃવાત્સલ્ય ઉપનિષદ (શ્રી જગદંબા લીલા પ્રસંગ)

‘માતૃવાત્સલ્ય ઉપનિષદ’ સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ દ્વારા પ્રત્યેક શ્રદ્ધાવાનનાં જીવનને યોગ્ય દિશા મળે એવી ઉત્કટ ઇચ્છાથી પોતાના શ્રદ્ધાવાનોને આદિમાતાના અસીમ પ્રેમ અને કૃપાનું હૃદયપૂર્વક આપવામાં આવેલું આશ્વાસન છે. આ પવિત્ર ગ્રંથના માધ્યમથી બાપુ આદિમાતાની ક્ષમા, સંરક્ષણ અને દૃઢ આધારનું વચન આપે છે. તેનાથી ભક્તોને ભય પર વિજય મેળવવામાં, મનને સતાવતી શંકાઓનું સમાધાન કરવામાં તથા પોતાની ભક્તિ અને મનોનિગ્રહને દૃઢ કરવામાં સહાયતા મળે છે. આ ગ્રંથ માત્ર માર્ગદર્શક ન રહેતાં આધ્યાત્મિક સામર્થ્યનો સ્રોત બની જાય છે અને ચણ્ડિકાકુળનાં પ્રેમના માધ્યમથી ભક્તોને આદિમાતા તરફ આગળ વધવાનું બળ આપે છે. પ્રેમ અને શ્રદ્ધાથી આદિમાતા પાસે આવનારી કોઈ પણ વ્યક્તિ માટે તેમના સુધી પહોંચવાનો માર્ગ સદૈવ ખુલ્લો છે અને તેમનાં દ્વાર ક્યારેય કોઈના માટે બંધ થતાં નથી, એ વાતનો બોધ આ ગ્રંથ કરાવે છે.

मातृवात्सल्य उपनिषद्‌
માતૃવાત્સલ્ય ઉપનિષદ

શ્રીરામરસાયન

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ દ્વારા લખાયેલાં અનેક અમૂલ્ય ગ્રંથોમાં ‘શ્રીરામરસાયન’ ગ્રંથનું શ્રદ્ધાવાનોનાં મનમાં વિશેષ સ્થાન છે. આ માત્ર રામાયણની મહત્ત્વપૂર્ણ ઘટનાઓનું ચિત્રણ નથી; પરંતુ તે એક આધ્યાત્મિક રસાયન છે, જેનાં માધ્યમથી ભગવાન શ્રીરામના ચિરંતન જીવન અને આદર્શોને પ્રત્યેક ભક્ત પોતાનાં જીવનમાં પ્રત્યક્ષ રીતે ઉતારી શકે છે.

સરળ અને સુંદર ભાષામાં લખાયેલો તથા રામાયણના મહત્ત્વપૂર્ણ પ્રસંગોને ચિત્રિત કરતાં ચિત્રોથી સમૃદ્ધ ‘શ્રીરામરસાયન’, ભગવાન શ્રીરામના જીવનની શીખને તમામ વયજૂથના લોકો માટે સહજતાથી સમજવા અને આચરણમાં ઉતારવા યોગ્ય બનાવે છે.

તેમાં વર્ણવાયેલાં પાત્રોના પ્રેરણાદાયી જીવનના માધ્યમથી આ ગ્રંથ વાચકોને ઉદાત્ત મૂલ્યો, ધર્માચરણ, આંતરિક સામર્થ્ય અને અડગ ભક્તિ વિકસાવવાની દિશામાં સહજતાથી માર્ગદર્શન આપે છે.

બાપુ આ ગ્રંથ વિશે કહે છે -

“આ ગ્રંથનો પ્રત્યેક અક્ષર, પ્રત્યેક શબ્દ અને આ અક્ષરો વચ્ચેનું પ્રત્યેક સ્થાન આ બધું જ મંત્રમય છે. તેથી જ્યારે આપણે તેને હૃદયપૂર્વક, પ્રેમથી વાંચીશું, ત્યારે આ સંપૂર્ણ રામકથા ‘રામરસાયન’ બનીને આપણા જીવનમાં ઊતરી આવશે. આપણે આ ગ્રંથને ઘરમાં, પ્રવાસમાં, ગાડીમાં ક્યાંય પણ વાંચી શકીએ છીએ. કારણ કે આ ગ્રંથને શ્રદ્ધા અને પ્રેમથી વાંચતી વખતે એ રામકથા આપણી સમક્ષ સાકાર થશે, એ શ્રીરામ આપણા જીવન, મન અને પ્રાણમાં સંપૂર્ણપણે ઊતરી આવશે.”

श्री रामरसायन
શ્રીરામરસાયન

આવાહનં ન જાનામિ અને તદાત્માનં સૃજામ્યહમ્

મનુષ્યને પોતાનાં જીવનમાં સંઘર્ષ કરવો પડે છે અને સંઘર્ષ વગર વિકાસ થઈ શકતો નથી. જીવનપથ પર અનેક ચઢાવ ઉતાર આવે છે; ક્યારેક સુખની છાયા મળે છે, તો ક્યારેક પ્રારબ્ધનો તાપ સહન કરવો પડે છે. આ જીવનયાત્રામાં શ્રદ્ધાવાન મનુષ્યને અનેક વખત અનુભવ થાય છે કે મારા સંકટમાં મને આધાર આપનાર, દુઃખમાં મારાં આંસુ લૂછનાર, મારા પરિશ્રમની કદર કરવા માટે મારી પીઠ થાબડનાર અને આશીર્વાદરૂપે સદૈવ મારા મસ્તક પર રહેનાર કૃપાનો એક હાથ નિરંતર મારી સાથે છે. આ ‘તેમનો’ હાથ, ‘તેમનો’ આધાર, ‘તેમનો’ હસ્તક્ષેપ - આ બધું એ ભગવાનનો, એ સદ્‌ગુરુતત્ત્વનો મારા પ્રત્યેનો નિષ્કામ પ્રેમ છે, તેમની અકારણ કરુણા છે અને તેમની અપાર ક્ષમા છે. મારાથી જેવી બને એવી ભક્તિ હું કરું છું; મારા આચાર, વિચાર, આહાર અને વિહાર સદૈવ યોગ્ય જ હોય એવું પણ નથી; હું હંમેશા તેમનું સ્મરણ રાખું છું એવું પણ નથી; તેમ છતાં તેઓ મને ભૂલતા નથી. પોતાનાં પ્રેમ, કૃપા અને સહાય સાથે તેઓ નિરંતર મારી પાછળ દૃઢતાથી ઊભા રહે છે. પરંતુ એ ભગવાન સાથે કેવી રીતે વાત કરવી, તેમનું આવાહન કેવી રીતે કરવું, તેમનું પૂજન કેવી રીતે કરવું, તેમને કેવી રીતે પ્રાપ્ત કરવા અને સૌથી મહત્ત્વની વાત એ કે તેમનાં ચરણોમાં કૃતજ્ઞતા કેવી રીતે વ્યક્ત કરવી - એ ભક્તને જ્ઞાત હોતું નથી અને અહીંથી જ ભક્તનો એ ભગવાન, એ સદ્‌ગુરુતત્ત્વ સાથેનો સંવાદ શરૂ થાય છે.

‘આવાહનં ન જાનામિ’ પુસ્તક વાંચતી વખતે પ્રત્યેક ભક્તને લાગે છે કે આ તો મારી જ વર્તમાન સ્થિતિ છે, આ મારી જ લાગણીઓ છે, આ જ તો મારા મનના વિચારો છે. પ્રત્યેક ભક્ત પોતાના મનની લાગણીઓ વ્યક્ત કરીને પોતાના ભગવાન સાથે સંવાદ કરવા ઇચ્છે છે અને ‘આવાહનં ન જાનામિ’ પુસ્તક આ જ ભાવને પ્રગટ કરે છે. આવી રીતે પોતાની વર્તમાન સ્થિતિથી આગળ વધીને એ ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવા અને એ માટે તેમના પ્રેમનો સ્વીકાર કરતાં, તેમને પ્રેમ કરતાં કરતાં યાત્રા કેવી રીતે કરવી, એ પણ ‘આવાહનં ન જાનામિ’ સ્પષ્ટ કરે છે. તેથી ‘આવાહનં ન જાનામિ’ પુસ્તક ભક્તનો એ ભગવાન, સ્વયંભગવાન સાથે થનારો સંવાદ છે અને સાથે સાથે ભક્તનો પોતાના ‘સ્વ’ સાથે થનારો સંવાદ પણ છે. ‘આવાહનં ન જાનામિ’ પુસ્તક ભક્તને તેના ભક્તિમાર્ગની યાત્રા માટે આશ્વાસન આપે છે, આધાર આપે છે, દિશા આપે છે, ગતિ આપે છે અને યાત્રા માટે આવશ્યક બળ પણ પૂરું પાડે છે.

જ્યારે ભક્ત એ ભગવાનને ‘આવાહનં ન જાનામિ’ની ભૂમિકામાંથી પ્રેમપૂર્વક પોકારે છે, તેમની સાથે પ્રેમપૂર્વક સંવાદ કરતાં કૃતજ્ઞ રહે છે, ત્યારે એ ભક્તનો સમગ્ર જીવનવિકાસ કરવા માટે, ભક્તના દુષ્પ્રારબ્ધનો નાશ કરવા માટે અને તેને પોતાની કૃપાની પાંખો નીચે લેવા માટે ભગવાન એ ભક્તનાં જીવનમાં કેવી રીતે અવતરિત થાય છે, એ આપણે ‘તદાત્માનં સૃજામ્યહમ્’ પુસ્તકમાં વાંચીએ છીએ. ‘આવાહનં ન જાનામિ’ કહેનારા ભક્તની પ્રેમપૂર્ણ પોકારને ભગવાન દ્વારા આપવામાં આવેલો પ્રતિસાદ છે - ‘તદાત્માનં સૃજામ્યહમ્’. ‘તદાત્માનં સૃજામ્યહમ્’ એ ભગવાનની વાણી છે, એ ભગવાન દ્વારા પોતાનાં ભક્ત સાથે કરવામાં આવેલો પ્રેમસંવાદ છે, ભક્તની પોકારનાં ઉત્તરમાં આપવામાં આવેલી તેમની ‘હા’ છે, એ ભગવાન દ્વારા ભક્તનો કરવામાં આવેલો સ્વીકાર છે. ‘તદાત્માનં સૃજામ્યહમ્’ પુસ્તક આપણને સમજાવે છે કે અનંતકોટિ બ્રહ્માંડોનાં સંચાલક એ ભગવાન સર્વવ્યાપક હોવા છતાં પણ એ જ સમયે દરેકનાં હૃદયમાં બિરાજમાન છે. તેઓ બધાનાં આત્મા છે અને શ્રદ્ધાવાનોનાં આત્મારામ છે. તેથી તેમનું આવાહન કેવી રીતે કરવું, એવો ભાવ ભક્તનાં મનમાં ઊમટે છે અને તેમાંથી જ ભક્તનો અવાજ નીકળે છે - ‘આવાહનં ન જાનામિ’.

Aniruddha Bapu Writings
Aniruddha Bapu Writings
Ramrajya
Ramrajya
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings
Aniruddha Bapu writings