સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અનુસાર, શ્રી ત્રિવિક્રમ મઠનાં ત્રણ વર્ષ પૂર્ણ થયા પછી તે મઠ ‘સિદ્ધ પાદુકાઓ’ પ્રાપ્ત કરવા માટે પાત્રતા ધરાવે છે. આ પાદુકાઓની સ્થાપના મઠમાં શ્રી ત્રિવિક્રમની તસવીર સમીપ કરવામાં આવે છે.
મઠમાં ઉપલબ્ધ સુગંધિત જળ (પવિત્ર જળ)થી શ્રદ્ધાવાનો પોતાની ઇચ્છા અનુસાર આ સિદ્ધ પાદુકાઓનો અભિષેક કરી શકે છે.
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અનુસાર, શ્રી ત્રિવિક્રમ મઠ એવું સ્થાન છે, જ્યાં શ્રદ્ધાવાનોને આધ્યાત્મિક શાંતિ, સ્થિરતા અને સંતોષ પ્રાપ્ત થાય છે. તેથી સિદ્ધ પાદુકાઓનો અભિષેક કરવો એ સદ્ગુરુ પ્રત્યે હૃદયપૂર્વક વ્યક્ત કરેલ કૃતજ્ઞતાનો ભાવ છે, તેમનાં ચરણકમળોમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવાની ક્રિયા છે અને તેમની કૃપા તથા આશીર્વાદોનું નિરંતર સ્મરણ કરવાનું એક માધ્યમ છે.

