અધ્યાત્મમાં ગુરુની ભૂમિકા અતિશય મહત્ત્વપૂર્ણ હોય છે. વિશ્વગુરુ સંત તુકારામ મહારાજ પોતાના અભંગમાં સ્પષ્ટપણે કહે છે -

‘सद्‍गुरुवाचोनी सापडेना सोय, धरावे ते पाय आधी आधी’

(સદ્‍ગુરુવાચોની સાપડેના સોય, ધરાવે તે પાય આધી આધી)

‘श्रीगुरु चरन सरोज रज निज मनु मुकुरु सुधारि ....’

(શ્રીગુરુ ચરન સરોજ રજ નિજ મનુ મુકુરુ સુધારિ)

આ શબ્દોથી સંતશ્રેષ્ઠ શ્રીતુલસીદાસજી શ્રીહનુમાન ચલીસાનો આરંભ કરે છે.

ગુરુના ચરણોની મહિમાને સુંદર રીતે વ્યક્ત કરનારી આ પંક્તિ વિશે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ ૧૬ જૂન ૨૦૧૧નાં પોતાનાં પ્રવચનમાં કહ્યું હતું -

‘સદ્‌ગુરુ-ચરણોની ધૂળથી હું મારા મનરૂપી દર્પણને સ્વચ્છ કરું છું. જો હૃદયમાં સદ્‌ગુરુનાં ચરણ હોય, તો મનનો દર્પણ ગમે એટલો મલિન કેમ ન હોય, તે સ્વચ્છ થાય જ છે.’

ભગવાન શિવ સ્વયં ‘ગુરુગીતા’માં માતા પાર્વતીને ગુરુચરણોનો મહિમા સમજાવે છે -

‘सप्तसागरपर्यन्ततीर्थस्नानादिकं फलम् । गुरोरंघ्रिपयोबिन्दुसहस्रांशे न दुर्लभम् ॥’

(સપ્તસાગરપર્યન્તતીર્થસ્નાનાદિકં ફલમ્ |
ગુરોરંઘ્રિપયોબિન્દુસહસ્રાંશે ન દુર્લભમ્ ||’)

અર્થાત સાતેય સાગરો સુધીનાં સમસ્ત તીર્થોમાં સ્નાન વગેરે કરવાથી જે ફળ મળે છે, એ સમગ્ર પુણ્યફળ પણ ગુરુના ચરણતીર્થના એક બિંદુના હજારમા અંશની સામે કંઈ જ નથી. ગુરુના ચરણતીર્થના એક બિંદુના હજારમા અંશની પ્રાપ્તિનું પુણ્યફળ પણ અતુલનીય છે - એવો ગુરુચરણતીર્થનો મહિમા છે.

સંતશ્રેષ્ઠ શ્રીતુલસીદાસજી દ્વારા રચિત ‘શ્રીરામચરિતમાનસ’ના ‘અરણ્યકાંડ’માં સ્વયં શ્રીરામભદ્ર માતા શબરીને નવવિધા ભક્તિ અર્થાત ભક્તિનાં નવ પ્રકારોનો ઉપદેશ આપે છે. એ સમયે તેઓ કહે છે -

‘गुर पद पंकज सेवा तीसरि भगति अमान।’

(ગુરુ પદ પંકજ સેવા તીસરિ ભગતિ અમાન)

અર્થાત ‘અહંકારરહિત થઈને સદ્‌ગુરુનાં ચરણકમળોની સેવા કરવી’ એ ત્રીજી ભક્તિ છે.

શ્રીમદ્‌ભાગવત મહાપુરાણના સ્કંધ ૧૧, અધ્યાય ૧૭, શ્લોક ૨૭માં ભગવાન શ્રીકૃષ્ણ ગુરુનાં મહિમાનું વર્ણન કરતાં ઉદ્ધવને ‘सर्वदेवमयो गुरु:’ (સર્વદેવમયો ગુરુ:) કહે છે -

‘आचार्यं मा विजानीयात् नावमन्येत कर्हिचित्। न मर्त्यबुद्धयाऽसूयेत सर्वदेवमयो गुरु:॥’

(આચાર્યં મા વિજાનીયાત્ નાવમન્યેત કર્હિચિત્|
ન મર્ત્યબુદ્ધયાઽસૂયેત સર્વદેવમયો ગુરુ:||’)

અર્થાત ‘ગુરુને મારું જ સ્વરૂપ સમજવું જોઈએ. ક્યારેય તેમનું અપમાન ન કરવું જોઈએ અને તેમને સામાન્ય મનુષ્ય સમજીને, માનવીય બુદ્ધિથી તેમનામાં દોષ ન શોધવા જોઈએ કે ન તો તેમની સાથે દ્વેષ કરવો જોઈએ. ગુરુદેવ સર્વદેવમય હોય છે.’

બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુનાં ચરણોમાં શરણ જવાનો નિર્દેશ મુણ્ડક ઉપનિષદમાં આપવામાં આવ્યો છે.

‘तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत्समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम्।’

(તદ્વિજ્ઞાનાર્થં સ ગુરુમેવાભિગચ્છેત્સમિત્પાણિઃ શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠમ્)

અર્થાત બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શિષ્યે વિનમ્ર થઈને, પૂર્ણ સમર્પણભાવથી ગુરુનાં ચરણોમાં શરણ લેવું જોઈએ.

ગુરુચરણોને વંદન કરતાં ગુરુગીતામાં કહેવામાં આવ્યું છે -

‘वन्दे गुरुपदद्वंद्वं वाङ्मनश्चित्तगोचरम्। श्वेतरक्तप्रभाभिन्नं शिवशक्त्यात्मकं परम्॥’

(વન્દે ગુરુપદદ્વંદ્વં વાઙ્મનશ્ચિત્તગોચરમ્|
શ્વેતરક્તપ્રભાભિન્નં શિવશક્ત્યાત્મકં પરમ્)

અર્થાત વાણી, મન અને ચિત્ત દ્વારા જેમનો બોધ કરી શકાય છે, એવા શ્રીગુરુનાં બંને ચરણોને હું વંદન કરું છું. શ્રીગુરુનાં બંને ચરણ શિવ અને શક્તિનું સ્વરૂપ છે અને તેઓ અનુક્રમે શ્વેત (શુભ્ર ધવલ) તથા રક્ત (લાલ) એવી ભિન્ન-ભિન્ન પ્રભાઓથી યુક્ત છે.

‘कृष्णं वन्दे जगद्‍गुरुम्’ (કૃષ્ણં વંદે જગદ્‍ગુરુમ્‌) આ શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણને ‘જગદ્‌ગુરુ’ તરીકે વંદન કરવામાં આવ્યું છે. મહાભારતમાં આપણે વાંચીએ છીએ કે ‘યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રીકૃષ્ણની અગ્રપૂજા કરવામાં આવી.’

‘तत्पादाववनिज्याप: शिरसा लोकपावनी: । सभार्य: सानुजामात्य: सकुटुम्बो वहन्मुदा ॥’

(તત્પાદાવવનિજ્યાપ: શિરસા લોકપાવની: |
સભાર્ય: સાનુજામાત્ય: સકુટુમ્બો વહન્મુદા ||)

શ્રીમદ્‌ભાગવત મહાપુરાણનાં આ શ્લોક (૧૦/૭૪/૨૭)માં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણોનું પૂજન કર્યું.

તેમણે અતિશય આનંદ અને આદર સાથે શ્રીકૃષ્ણનાં બંને ચરણ ધોયાં અને સમગ્ર જગતને પવિત્ર કરનાર એ ચરણામૃતને અત્યંત આનંદપૂર્વક પોતાના મસ્તક પર ધારણ કર્યું.

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં પવિત્ર ચરણ
સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં પવિત્ર ચરણ

ચરણકમળનો સ્પર્શ

આપણે સદ્‌ગુરુનાં ચરણો પર પોતાનું મસ્તક રાખીને તેમને વંદન કરીએ છીએ. બંને ભ્રમરો જ્યાં મળે છે, મસ્તકનું એ સ્થાન આપણા પ્રાણમય દેહના આજ્ઞાચક્ર સાથે સંબંધિત છે. મનુષ્યનું આજ્ઞાચક્ર બાહ્ય સ્પંદનો અને ઊર્જાને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે, જાણે તે કોઈ ગ્રહણ કેન્દ્ર એટલે કે રિસીવિંગ સ્ટેશનની જેમ કાર્ય કરતું હોય. જ્યારે ભક્ત સદ્‌ગુરુનાં ચરણો અથવા પાદુકાઓ પર મસ્તક નમાવે છે, ત્યારે તે સદ્‌ગુરુનાં ચરણો અને પાદુકાઓમાંથી પ્રવાહિત થનારા સ્પંદનોને સહજતાથી ગ્રહણ કરી શકે છે. તેથી જ આપણે કોઈ અનુચિત સ્થાને વંદન ન કરવું જોઈએ.

બાપુએ ઘણી વાર કહ્યું છે કે ‘જો કોઈ સ્થાન વિશે સ્પષ્ટ જાણકારી ન હોય અને એ સ્થાને વંદન કરવાની પરિસ્થિતિ ઊભી થાય, તો ત્યાં વંદન કરતી વખતે પોતાના ઇષ્ટદેવતા અને સદ્‌ગુરુનું સ્મરણ કરતાં મનમાં એવો ભાવ રાખવો જોઈએ કે “હું તેમને વંદન કરી રહ્યો છું.” એમ કરવાથી એ વંદન તે સ્થાન અથવા ત્યાં ઉપસ્થિત વ્યક્તિને કરવામાં આવેલું વંદન ન રહેતાં સદ્‌ગુરુતત્ત્વ જ તેનો સ્વીકાર કરે છે.’

શ્રીહરિગુરુગ્રામમાં ચરણમુદ્રાઓ

અને તેથી જ શ્રદ્ધાવાનો સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં ચરણોમાં નતમસ્તક થાય છે. બાપુજીનાં પ્રવચનોનાં આરંભિક સમયમાં શ્રદ્ધાવાનો પ્રેમ અને આદરથી તેમનાં ચરણો પર મસ્તક રાખીને તેમને વંદન કરતા હતા. થોડા સમય પછી પ્રવચનમાં આવનારા લોકોની સંખ્યા વધતાં બધાને સદ્‌ગુરુનાં ચરણોનો સ્પર્શ મળી શકે, એ માટે સદ્‌ગુરુનાં ચરણોને હાથ લગાવીને તેમને વંદન કરવામાં આવતું.

આગળ જતાં ‘શ્રીહરિગુરુગ્રામ’માં બાપુનાં પ્રવચનમાં આવનારા શ્રદ્ધાવાનોની સંખ્યા જેમ જેમ વધતી ગઈ, તેમ તેમ સદ્‌ગુરુનાં ચરણોને પ્રત્યક્ષ સ્પર્શ કરીને વંદન કરવું શક્ય રહ્યું નહીં. તેથી થોડા અંતરેથી જ સદ્‌ગુરુને વંદન કરવામાં આવવા લાગ્યું અને શ્રદ્ધાવાનો સદ્‌ગુરુનાં ચરણો પર મસ્તક રાખીને વંદન કરી શકે, એ માટે ‘શ્રીહરિગુરુગ્રામ’માં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુની ચરણમુદ્રાઓ દર્શન માટે રાખવામાં આવવા લાગી.

શ્રદ્ધાવાનો સદ્‌ગુરુની આ ચરણમુદ્રાઓ પર અત્યંત પ્રેમપૂર્વક ‘ત્રિપુરારિ ત્રિવિક્રમ ચિહ્નો’ની માળાઓ (તોરણ) અર્પણ કરે છે. આપણાં મન, પ્રાણ અને પ્રજ્ઞા પર સદ્‌ગુરુનાં ચરણોની મુદ્રા અંકિત થઈ જાય આ પ્રાર્થના સાથે શ્રદ્ધાવાનો આ માળાઓ (તોરણ) અર્પણ કરે છે. જાણે શ્રદ્ધાવાનો મન-પ્રાણ-પ્રજ્ઞારૂપી ત્રિદલ બિલ્વપત્ર જ જ્ઞાનનો ઉપદેશ આપનારા સદ્‌ગુરુનાં ચરણોમાં અર્પણ કરે છે.

પિસાએ પોતાની ભક્તિરચનામાં કહ્યું જ છે -

‘मनः प्राणः प्रज्ञा माझे त्रिदल बिल्वपत्र।’

(મન: પ્રાણ: પ્રજ્ઞા માઝે ત્રિદલ બિલ્વપત્ર)

અર્થાત ‘મારું મન, પ્રાણ અને પ્રજ્ઞા જ ત્રિદલ બિલ્વપત્ર છે.’

‘जीव लावलासी इतुका, जाहलो मी वेडापिसा । पाहिले त्या बिल्वपत्री, उमटला तुझा ठसा ॥’

(જીવ લાવલાસી ઇતુકા, જાહલો મી વેડાપિસા | પાહિલે ત્યા બિલ્વપત્રી, ઉમટલા તુઝા ઠસા)

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં ચરણોનું વર્ણન કરતાં આદ્યપિપા કહે છે - ‘देख चरण सुमंगलमूला’,(દેખ ચરણ સુમંગલમૂલા) અર્થાત ‘એ ચરણોને જુઓ, જે સુમંગલ એટલે કે સુખ-સૌભાગ્ય, શુભ અને કલ્યાણનાં મૂળ છે.’ આદ્યપિપાની આ પંક્તિથી આપણને સમજાય છે કે આપણા જીવનમાં બધું મંગલમય બને એ માટે સદ્‌ગુરુનાં ચરણોનું રૂપધ્યાન કરવું આવશ્યક છે.

સમસ્ત મંગલનું ઉદ્‌ગમસ્થાન

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં ચરણોનું વર્ણન કરતાં આદ્યપિપા કહે છે -

‘देख चरण सुमंगलमूला’

(દેખ ચરણ સુમંગલમૂલા)

અર્થાત ‘એ ચરણોને જુઓ, જે સુમંગલ એટલે કે સુખ-સૌભાગ્ય, શુભ અને કલ્યાણનાં મૂળ છે.’

આદ્યપિપાની આ પંક્તિથી આપણને સમજાય છે કે આપણા જીવનમાં બધું મંગલમય બને એ માટે સદ્‌ગુરુનાં ચરણોનું રૂપધ્યાન કરવું આવશ્યક છે.

‘સદ્‌ગુરુનાં ચરણોને હૃદયમાં કેવી રીતે સ્થાપિત કરવાં’, તેનું વર્ણન કરતાં સંતશ્રેષ્ઠ જ્ઞાનેશ્વર મહારાજ ‘જ્ઞાનેશ્વરી’ના પંદરમા અધ્યાયમાં કહે છે -

‘आतां हृदय हें आपुलें । चौफाळुनियां भलें । वरी बैसऊं पाउलें । श्रीगुरुंचीं ॥’

(આતાં હૃદય હેં આપુલેં |
ચૌફાળુનિયાં ભલેં |
વરી બૈસઊં પાઉલેં |
શ્રીગુરુંચીં)

‘હવે હૃદય આ આપણું, ચૌકી બનાવીને સુંદર, તેનાં પર બેસાડીએ ચરણ, શ્રીગુરુનાં.’

અર્થાત તેઓ કહી રહ્યા છે કે ‘પોતાના હૃદયને ચૌકી બનાવીને તેનાં પર શ્રીગુરુનાં ચરણોની સ્થાપના કરવી જોઈએ.’

પરમ પૂજ્ય સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનું પાદ્યપૂજન કરતાં પૂજ્ય સમીરદાદા
પરમ પૂજ્ય સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનું પાદ્યપૂજન કરતાં પૂજ્ય સમીરદાદા

લલકારી અને ચરણધૂળ

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ તેમનાં પંચગુરુઓનાં ચરણોમાં અનન્ય ભાવથી શરણાગત છે અને આવા સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં ચરણોમાં નતમસ્તક થતાં સમયે શ્રદ્ધાવાનો અતિશય પ્રેમ અને ભક્તિભાવથી પોતાનાં સદ્‌ગુરુની લલકારી બોલતાં કહે છે -

अनन्यप्रेमस्वरूप दत्तभक्तचूडामणि चरणाश्रितत्रितापहर महापापविमोचक सर्वपुरुषार्थप्रदायक शान्तिसिंहासनस्थ सद्‍गुरु श्रीअनिरुद्धसिंह की जय।

(અનન્યપ્રેમસ્વરૂપ દત્તભક્તચૂડામણિ ચરણાશ્રિતત્રિતાપહર મહાપાપવિમોચક સર્વપુરુષાર્થપ્રદાયક શાન્તિસિંહાસનસ્થ સદ્‍ગુરુ શ્રીઅનિરુદ્ધસિંહ કી જય)

શ્રદ્ધાવાનનો એ જ વિશ્વાસ હોય છે કે સદ્‌ગુરુનાં ચરણ મારા જીવનમાં બધું મંગલમય કરવા માટે અને મારો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે. આવા ચરણોની ચરણધૂળને અતિશય પ્રેમ કરનારા શ્રદ્ધાવાનનો ધ્યાસ હોય છે -

‘बापु चरणधूली मोहे अतिप्रेमा । तन मन धन सेवा द्रिढ़ नेमा ॥’

(બાપુ ચરણધૂલી મોહે અતિપ્રેમા |
તન મન ધન સેવા દ્રિઢ઼ નેમા)

શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ
શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્‌માં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)
Sadguru Shree Aniruddha Bapu's Lotus feet (Charan)