સદ્ગુરુનું સદૈવ (અખંડ) સાનિધ્ય
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ પાછળની ભાવના અત્યંત પ્રેમપૂર્ણ છે. દરેક શ્રદ્ધાવાનને પોતાના ઘરમાં જ સદ્ગુરુના નિરંતર સાનિધ્યનો અને તેમની અવિરત કૃપાનો અનુભવ પ્રાપ્ત થાય. ઘરના દેવઘરમાં અર્ચન પાદુકાઓની પ્રતિષ્ઠાપના કરીને તેમનું નિત્ય પૂજન કરી શકાય છે. તેમનાં પર પ્રેમપૂર્વક અભિષેક પણ કરી શકાય છે. આ અભિષેકથી પ્રાપ્ત થયેલા પવિત્ર જળને શ્રદ્ધાપૂર્વક પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાય છે.
અર્ચન પાદુકાઓનું નિત્ય પૂજન કે અભિષેક એ માત્ર એક ધાર્મિક વિધિ નથી. પરંતુ શ્રદ્ધાવાનો માટે પોતાના સદ્ગુરુ સાથેનાં આત્મીય, જીવંત અને આનંદમય સંબંધને વધુ દૃઢ કરવાનો એક અમૂલ્ય અવસર છે.
પાદુકાઓ સમક્ષ બેસતી વખતે, તેમનું પૂજન કરતી વખતે અથવા તેમનાં પર અભિષેક કરતી વખતે શ્રદ્ધાવાનનાં મનમાં સદ્ગુરુ પ્રત્યેનો ભાવ વધુ ને વધુ ઊંડાણપૂર્વક દૃઢ થતો જાય છે. આ ભાવ માત્ર બાહ્ય ઉપાસના પૂરતો મર્યાદિત ન રહેતાં અંતર્મનના પ્રેમ, કૃતજ્ઞતા અને વિશ્વાસને સ્પર્શવા લાગે છે.
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અનુસાર, આ પાદુકાઓ પ્રત્યે શ્રદ્ધાવાનનો ભાવ જેટલો ગહન, નિર્મળ, અસીમ અને સ્થિર થતો જાય છે, એટલી જ તીવ્રતાથી તે અર્ચન પાદુકાઓમાંથી પ્રગટ થતાં આધ્યાત્મિક સ્પંદનોનો અનુભવ કરી શકે છે અને જ્યારે આ જ ભાવ દૃઢ, અડગ વિશ્વાસમાં પરિવર્તિત થાય છે, ત્યારે શ્રદ્ધાવાનને એવી અનુભૂતિ થાય છે કે અર્ચન પાદુકાઓના માધ્યમથી અનુભવાતી સદ્ગુરુ-કૃપા અસીમ અને અનંત છે.
આ અર્ચન પાદુકાઓનો દૃઢ આશ્રય લઈને, તેમનાં ચરણોમાં પોતાનો ભાવ પ્રેમપૂર્વક અર્પણ કરીને અને સદ્ગુરુ પરનો પોતાનો વિશ્વાસ અડગ રાખવાથી આપણે સદ્ગુરુની કૃપાથી ક્યારેય દૂર નહીં રહીએ—આ જ આ પાદુકાઓની સાચી અનુભૂતિ છે.





