આ વેબસાઇટ પર શું પ્રાપ્ત થશે?
એક સામાન્ય ભક્ત માટે તેનો જવાબ એકદમ સરળ છે -
અહીં તમને તમારા “બાપુ” મળશે.
આ વેબસાઇટ પ્રત્યેક શ્રદ્ધાવાનના મનમાં એક અત્યંત પ્રેમપૂર્ણ અને આશ્વાસક અનુભૂતિ પ્રગટાગાવે છે -
“બાપુ મને પ્રેમ કરે છે... અને બાપુ સદૈવ મારા માટે છે.”
આપણે ક્યાંય પણ હોઈએ અને જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોઈએ - સુખમાં હોઈએ કે સંઘર્ષમાં, આનંદમાં હોઈએ કે દુઃખમાં - આ વેબસાઇટ પર આપણે વારંવાર બાપુને મળી શકીએ છીએ અને દરેક વખતે બાપુને નવા સ્વરૂપે અનુભવી શકીએ છીએ.
સંક્ષેપમાં, આ વેબસાઇટ માત્ર જોવા માટે નથી, પરંતુ અનુભવવા માટે છે. આ વેબસાઇટ તમારી છે... અને પ્રત્યેક શ્રદ્ધાવાનના મનમાં ઉદ્ભવતી ભાવના છે - “આ વેબસાઇટ એટલે મારા પોતાના બાપુ... જાણે ખાસ મારા માટે જ!”
અનિરુદ્ધ સ્પર્શ
આ વેબસાઇટ પ્રત્યેક શ્રદ્ધાવાનને બાપુના પ્રેમ અને તેમની શીખ સાથે જોડનાર એક માર્ગદર્શક દીપ છે! આ વેબસાઇટ પર રહેલી પ્રત્યેક વાતમાં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનો સ્પર્શ છે. તેમના નામ, રૂપ, ગુણ, લીલા અને ધામનો અનુભવ કરાવનાર આ એક અનોખો ઉત્સવ છે.
આ વેબસાઇટ અધ્યાત્મનો એક અમૂલ્ય ખજાનો છે, જે આપણને પ્રેમની હૂંફ અને આધાર આપે છે. જીવનમાં ક્યારેક ટીકાથી મનને આઘાત પહોંચે છે, લોકોના વર્તનનું બેવડાપણું વ્યથિત કરે છે, વિશ્વાસઘાતથી વિશ્વાસ ડગમગવા લાગે છે, તો ક્યારેક પ્રશંસાની પાછળનો દેખાડો પણ અનુભવાય છે. એવા સમયે મનનું સંતુલન બગડવા લાગે છે અને પોતાના પરનો વિશ્વાસ પણ ઓછો થવા લાગે છે. ત્યારે આ વેબસાઇટ એક સાચા મિત્રની જેમ આપણી સાથે ઊભી રહે છે - આપણા વ્યાકુળ વિચારોને શાંત કરે છે, મનની પીડાને હળવી કરે છે અને આપણી શ્રદ્ધાને ફરીથી બળ આપે છે.
કોઈ પણ શરત વગર, કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના અને પાત્રતાની કોઈ કસોટી વગર આ વેબસાઇટ મનને સંભાળે છે, આધાર આપે છે અને એક વિશ્વાસુ સાથીની જેમ સદૈવ આપણી સાથે રહે છે - આપણને હિંમત આપવા માટે, આપણું સંરક્ષણ કરવા માટે અને જીવનપથ પર સાચી દિશા બતાવવા માટે.
આ વેબસાઇટનું મૂળ છે ‘અનિરુદ્ધ સ્પર્શ’ - પ્રત્યેક શ્રદ્ધાવાન સુધી પહોંચતો સદ્ગુરુનો પ્રેમપૂર્ણ અને ચૈતન્યમય સ્પર્શ.
આ માત્ર એક વેબસાઇટ નથી; પરંતુ મનને શાંતિ અને વિશ્રામ આપનારી એક અનુભૂતિ છે—માતાના ખોળામાં નિશ્ચિંત થઈને વિશ્રામ કરતા શિશુને મળતી મમતાની હૂંફ જેવી અને કોઈ પણ અપેક્ષા વગર ભરપૂર આપનારા બાપુના પ્રેમપૂર્ણ આલિંગન જેવી!
આ વેબસાઇટનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું?
જ્યારે તમારું મન આનંદથી છલકાઈ ઉઠે અને એ આનંદ કોઈની સાથે વહેંચવાની ઇચ્છા થાય, ત્યારે કોઈ પણ ઈર્ષ્યા વગર તમારા આનંદમાં હૃદયપૂર્વક સહભાગી થનારા એક સાચા મિત્રની જેમ આ વેબસાઇટ તમારી સાથે હશે.
આ જ ‘અનિરુદ્ધવિશ્વ’ આપણને વિશ્વાસ અપાવે છે કે બાપુ આપણાથી ક્યારેય દૂર નથી અને આપણે ક્યારેય એકલા નથી... અર્થાત “હું તારો ત્યાગ કદાપિ કરીશ નહિં” - બાપુનાં આ પ્રેમપૂર્ણ અને આશ્વાસક વચનની અનુભૂતિ કરાવે છે. દૈનિક જીવનની દોડધામ અને કોલાહલમાં પણ બાપુની પ્રેમપૂર્ણ દૃષ્ટિ સદૈવ આપણી પર રહે છે - દરેક પગલે આપણને માર્ગ બતાવતી, આપણું સંરક્ષણ કરનારી અને પ્રેમથી આપણું ધ્યાન રાખનારી - આ વાતનો અહેસાસ આ વેબસાઇટ આપણને નિરંતર કરાવે છે.
1. જ્યારે તમને અંદરથી ખાલીપો અનુભવાશે, ત્યારે આ વેબસાઇટ તમને ભરપૂર આપશે.
2. જ્યારે તમે મૂંઝવણમાં હશો, ત્યારે આ વેબસાઇટ તમને સાચો માર્ગ બતાવશે.
3. જ્યારે તમને લાગશે કે તમારી પાસે કશું જ નથી, ત્યારે પણ આ વેબસાઇટ તમને ભરપૂર આપશે.
4. જ્યારે તમને એકલતા અનુભવાશે, ત્યારે આ વેબસાઇટ એક ઘનિષ્ઠ મિત્રની જેમ તમારી સાથે હશે, તમારા મનની વાત સાંભળશે અને તમને આધાર આપશે.
5. અને જ્યારે તમારું મન આનંદથી છલકાઈ ઊઠે અને એ આનંદ કોઈની સાથે વહેંચવાની ઇચ્છા થાય, ત્યારે તમારા આનંદમાં હૃદયપૂર્વક આનંદિત થનારા એક સાચા મિત્રની જેમ આ વેબસાઇટ તમારી સાથે હશે.
આ માત્ર કથનો નથી; આ વેબસાઇટમાં આધાર શોધનારા પ્રત્યેક શ્રદ્ધાવાનને પ્રેમપૂર્વક આપવામાં આવેલાં આશ્વાસક વચનો છે..., જે એક સત્યને વારંવાર મનમાં દૃઢ કરે છે કે બાપુ મારા છે; બાપુ મારા માટે છે; બાપુ મારા માટે જ છે.....
કારણ કે આ વેબસાઇટનાં પ્રત્યેક શબ્દ, પ્રત્યેક ચિત્ર અને પ્રત્યેક અનુભવમાંથી જે અનુભવાય છે, તે છે - ‘અનિરુદ્ધ ભક્તિભાવ ચૈતન્ય’.
આ વેબસાઇટ બીજું કશુંય નથી... સાક્ષાત્ બાપુ જ છે. અર્થાત...
ઇથે પ્રેમ કૃપા આહે, માયેચા સોહળા... ઇથે નયની ભાવ આહે, ભક્તીચા સોહળા...
અર્થ - અહીં પ્રેમ કૃપા છે, મમતાનો ઉત્સવ... અહીં નયનોમાં ભાવ છે, ભક્તિનો ઉત્સવ...