|| હરિ ૐ ||
ભક્તોનો સાદ સાંભળીને દોડી આવનાર નહિં, પરંતુ સાદ પાડતા પહેલાં જ ભક્તની ચોતરફ રહેનાર તથા સર્વ સંકટમાંથી બહાર ઉગારનાર એકમાત્ર બાપુ જ છે.
બાપુનાં આર્શીવાદથી ફેબ્રુઆરી ૨૦૧૦માં મારી બહેનના વેવિશાળ કરવામાં આવ્યાં હતાં અને ૧૮ મે ૨૦૧૦ના દિવસે લગ્ન નક્કી કરવામાં આવ્યાં હતાં. અમે બધા ખુશ હતાં. ઘરમાં લગ્નની તૈયારીઓ શરુ થઈ ગઈ હતી. એટલામાં અચાનક મારા દાદીમાની તબિયત ખરાબ થઈ ગઈ હતી, તેથી સારવાર માટે તેમને સાંગલી લાવવામાં આવ્યાં હતાં. અહીં સમગ્ર તપાસ કર્યા પછી માલૂમ પડ્યું કે તેમને ફેફસાનું કેન્સર થયુ છે અને ફેફસામાંથી પાણી બહાર કાઢવુ પડે તેમ હતું. આ વાત સાંભળીને બધા ગભરાઈ ગયા હતાં. પરંતુ ખરેખર ધક્કો આથીય આગળ હતો...
ડોક્ટરે સૌથી ભયાનક વાત કરી કે દાદીમા વધારેમાં વધારે ૮-૧૫ દિવસ જ કાઢી શકે એમ છે.તેથી તેમની સારવાર કરવાથી લાભ થશે નહિં, તેથી તમે તેમને ઘરે લઈ જઈ શકો છો.
આ વાત સાંભળીને મારા માતાપિતા નિરાશ થઈ ગયા હતાં. ત્યારબાદ સમગ્ર રિપોર્ટ આવ્યાં પછી અમે સમીરદાદા સાથે આ વિષે વાત કરી હતી. દાદાએ અમને બાપુજીને પૂછીને કહ્યું કે, ‘દરરોજ બપોરે બાર વાગ્યા પહેલાં બાર વખત દત્તબાવનીનું પઠણ દાદીમાને સંભળાય એ રીતે કરો, અને તમારે લગ્નની અથવા દાદીમાની બિલકુલ ચિંતા કરવાની નથી.’ બાપુજીનો આ સંદેશ મળતાં જ અમે બધા નિશ્ર્ચિંત થઈ ગયા હતાં. અમે પ્રતિદિન દત્તબાવનીનું પઠણ કરતા હતાં.ખરેખર સદ્ગુરુનાં પ્રત્યેક શબ્દ પત્થરની લકીર સમાન જ હોય છે. પરિણામ સ્વરુપે દાદીમાની તબિયત સુધરવા લાગી હતી. અમે સાંગલીમાં હતાં, ત્યારે તેમનાથી બેસી શકાતુ નહોતું, પરંતુ ઘરે આવ્યાં પછી તેઓ સ્વંય ચાલે છે અને જમે છે. સાંગલીમાં બે વખત ફેફસામાંથી પાણી બહાર કાઢવુ પડ્યું હતું, પરંતુ ઘરે આવ્યા પછી બે મહિનામાં એક વાર પણ પાણી કાઢવાની આવશ્યકતા પડીનહોતી.
લગ્નના દિવસે દાદીમાએ આવીને બંનેને આર્શીવાદ પણ આવ્યાં હતાં. સમગ્ર પ્રસંગ દરમ્યાન તેમને કંઇ જ તકલીફ થઈ નહોતી અને શાંતિથી લગ્ન થઈ ગયા હતાં.
સત્ય છે... બાપુરાયાની મહાન કૃપા, બાપુની કૃપા સિવાય આ કાર્ય અન્ય કોઇ જ કરી શકે એમ નથી. ખરેખર બાપુ તમે કેવી કેવી રીતે ભક્તોની સહાયતા કરતા રહો છો. અનિરુદ્ધા ! હું તારો કેટલો બધો ઋણી છું !
|| હરિ ૐ ||