આજે પણ આ ઘટનાની યાદ આવતાં જ શરીર કંપી ઉઠે છે. મનમાં વિચાર ઉદ્ભવે છે કે આટલા બધા ભયાનક અકસ્માત દ્વારા અમારા કુટુંબ પર હુમલો કરનાર મહાકાળને કોણ રોકી શકે છે? કોનામાં આટલી બધી શક્તિ છે? કન્ટેનર શા માટે ઉભુ રહી ગયુ હશે? ત્યારબાદ અમારી મદદ કરવા માટે મારુતિ ઝેન કેવી રીતે ઉભી રહી હશે? આ ઉપરાંત આ જીવલેણ દુર્ઘટના પછી અમે બધા માત્ર આઠ જ દિવસમાં કેવી રીતે સ્વસ્થ થઈ ગયાં આ બધા સવાલોનો માત્ર એક જ જવાબ છે... આ બધી માત્ર આપણાં સદ્ગુરુ બાપુજીની જ લીલાં છે ને!
- અરુણ કુલકર્ણી