મારી છત્રી પણ તૂટી ગઈ હતી અને મારા મોઢામાં તથા નાકમાં પણ વરસાદનું પાણી ભરાઈ જતુ હતું. રસ્તાની ડાબી બાજુએ પાણી છલોછલ ભરાયેલું નાળુ હતું અને હવાનાં ધક્કા સાથે હું નાળા તરફ ખેંચાઈ રહી હતી. સામેથી કંઇ જ નજરે આવતુ નહોતું. હવે મને એવુ લાગતુ હતુ કે હું ચોક્કસ નાળામાં પડી જ જઈશ. આ વિચાર સાથે જ મેં જોરથી બૂમ પાડી, ‘બાપુ’! મને કંઇ જ સમજ પડતી નહોતી. પરંતુ બાપુજીએ એક પણ ક્ષણનાં વિલંબ વગર મારી બૂમ સાંભળી હતી.
- લીના બેટદૂર