જીવનમાં જ્યારે બધી ઘટનાઓ પોતાની મરજી અનુસાર જ થતી હોય, ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે પરમેશ્ર્વરની સદૈવ આવી જ કૃપાદ્રષ્ટિ રહે. અહીં બધા લોકો ભક્તિ તો કરે છે, પરંતુ તેમાં આર્તતા હોતી નથી. જ્યારે આપણે પ્રારબ્ધવશ કોઇ ચક્રમાં ફસાઈ જઈએ છીએ, ત્યારે આપણે આર્તતાથી ભગવાનને યાદ કરીએ છીએ. કહેવાનો અર્થ એ છે કે સંકટ સમયે આર્તતા પણ આવે છે. સંકટ દૂર થતાં જ આપણે પરમાત્માને ‘થેંક્સ’ કહેતા આભાર માનીએ છીએ. પરંતુ સંકટમાંથી મુક્તિ ના મળે ત્યારે સંકટગ્રસ્ત અવસ્થામાં પણ પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા કાયમ રાખતા તેમની ભક્તિ અને સેવામાં અખંડતા રાખનાર સામાન્ય ભક્ત હકીકતમાં ‘અસામાન્ય’ જ હોય છે.
- પ્રકાશ નાઈક