૨૨ ડિસેમ્બર ૨૦૦૬, મારા દીકરા શ્રેયસનું નેશનલ ડિફેન્સ એકડેમીમાં સિલેક્શન થયાનો પત્ર આવ્યો હતો. ૨૬તારીખે અમે તેને ક્ષડકવાસલા સ્થિત કેમ્પમાં મૂકીને આવ્યાં હતાં. શરીરે પાતળા બાંધાનો અને ક્યારેય વ્યાયામ કરેલ ના હોવા છતાં માત્ર પરમેશ્ર્વરી કૃપા અને ઇચ્છાશક્તિનાં કારણે તેની પસંદગી કરવામાં આવી હતી. અહીંનાં આકરા પ્રશિક્ષણ વિષે સાંભળીને મન પર ભાર લઈને અમે જીવતા હતાં. શ્રેયસ ૧૭ વર્ષની આયુમાં, મારા વગર ક્યારેય એકલો રહ્યો નહોતો. પરિણામે અમે તેનું પ્રશિક્ષણ કુશળતાપૂર્વક પૂરુ થાય તે માટે બધા મંદિરોમાં જઈને માનતા રાખતા હતાં. આ સમય દમ્યાન દર અઠવાડ્યે અમે તેને મળવા માટે જતાં હતાં.
- સુરેખા ગાયધની