જુલાઈ ઢ્ઢ ૨૦૦૯ ની આ વાત છે. એકવાર રાત્રે સૂતા સમયે મને છાતીમાં ડાબી બાજુએ અસહ્ય દુ:ખાવો થયો હતો. લગભગ અડધી મિનીટ સુધી આ દુ:ખાવો રહ્યો હતો. જેવી રીતે હેંડ પંપની મદદથી પાણી બહાર કાઢતા હોય તેમ આ દુ:ખાવાને કોઇક મારા શરીરમાંથી બહાર કાઢતા હોય તેવુ લાગતુ હતું. મારી ઉંધ ઉડી ગઈ હતી. મારી છાતીમાં કોઇ તકલીફ હોવાની પ્રતીતિ થતી હતી. થોડીવારમાં હું પુન: સૂઇ ગઈ હતી.
- પ્રિયા સાખરદાંડે