તે દિવસે કોર્ટનું કામ પતાવીને હું સાંજે લગભગ પાંચ-સાડા પાંચ વાગ્યે ઘરે આવી હતી. ઘરે આવતા સમયે મારી નજર મીટર બોક્સ પર પડી હતી. મને કંઇ હલચલ થઈ હોય તેવું લાગ્યું હતું, હું નજીક જઈને જોઉ તે પહેલાં જ કોઇ પ્રાણી સરકીને અદ્રશ્ય થઈ ગયું હતું. મને માત્ર તેની પૂંછડી જ દેખાઈ હતી. હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મારી ઘરમા જવાની હિંમત થઈ નહોતી. પરંતુ ઘરમાં જવુ પડે તેમ જ હતું. હવે હું શું કરીશ? હું મન:પૂર્વક બાપુજીનું સ્મરણ કરતી હતી. ખરેખર આપણું રક્ષણ કરનાર બાપુજી સિવાય અન્ય બીજું કોઇ જ નથી.
- સુનિતા યેરમ