ફોનની ઘંટડી વાગી. ફોન પર પહેલાં મારુ નામ પૂછ્યું. પછી મને પૂછ્યું કે મારુ પર્સ ક્યાં ખોવાઈ હતું ? સમગ્ર પૂછપરછ કર્યા બાદ તેમણે મને કહ્યું કે તમારુ પર્સ મળી ગયું છે અને ટાટા હોસ્પીટલની સિક્યોરીટી ઓફીસમાં છે.
ટાટા હોસ્પીટલાં પહોંચીને પહેલાં મારી માતાની સારવાર કરાવી અને પાછા ફરતી વખતે હું સિક્યોરીટી ઓફીસમાં મારુ પર્સ લેવા ગઈ, તેમણે ફરીવાર મારી સમગ્ર પૂછપરછ કરી ને મારુ પર્સ પાછું આપ્યું. પર્સમાં પૈસા નહોતા પરંતુ બાકીની બધી વસ્તુઓ બરાબર વ્યવસ્થિત હતી. ત્યાંના કર્મચારીએ મને કહ્યું કે આજે તમારુ પર્સ માત્ર તમારા બાપુજીને કારણે જ તમને મળ્યું છે.
- ઉષા પડિયાર