આ સમય દરમ્યાન એક દિવસ દહાણુ ઉપાસના કેન્દ્રનાં પ્રમુખ સેવક શ્રી જોષીજી અમારા ઘરે આવ્યા હતાં અને તે સમયે હું હનુમાનજીની ઉપાસના કરતો હતો, તે ધ્યાનથી મને જોતા હતાં. થોડીવાર પછી તેમણે મને પૂજ્ય બાપુજી વિષેની માહિતી આપી અને બાપુજીનાં દર્શન કરવાનું કહ્યું.અમે એક ગુરુવારે બાપુજીના દર્શન કરવા માટે ગયાં. બાપુજીનાં દર્શન કર્યા બાદ હું બાપુજીના મંત્ર જાપ કરવા લાગ્યો. જ્યારે હું બાપુજીનાં સૌ પ્રથમવાર દર્શન કરવા માટે બાંદ્રા ગયો હતો અને હજી બાપુજીનાં દર્શન પણ નહોતા કર્યા એ પહેલાં જ જ મારું મન ભક્તિમય બની ગયું હતું. બાપુજીની ભક્તિને કારણે મારા જીવનમાં થયેલાં બે અદભૂત ચમત્કારોની હું અહીં રજુઆત કરુ છું.
- વૈભવ પોતદાર, નેરળ