બંનેમાથી કોઇને પણ ઇજા થઈ નહોતી. મોટરસાઇકલ પર પણ ઘસારાના કોઇ નિશાન પડયા નહોતા. સાઇડ ગ્લાસ અને હેડલાઇટ પણ વ્યવસ્થિત હતાં.
સામાન્ય રીતે વધુ ટ્રાફિક રહેતા આ પુના-મુંબઈના ઝડપી ગતિના મહામાર્ગ પર આટલો મોટો અકસ્માત થયો હોવા છતાં અમને છોલાયુ પણ નહોતું. આ ઘટના માટે કોઇ પણ વિશ્ર્વાસ કરી શકે એમ નહોતા, પરંતુ અમારા મૃત્યુને બાપુજી સિવાય અન્ય કોઇ ટાળી શકે એમ નહોતું.
આ ઘટનાના સાક્ષી પણ બાપુજી જ છે. મને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે મૃત્યુના માથે પગ મુકનાર અને બધા વાહનોને એમની જ જ્ગ્યા પર રોકનાર મારા બાપુજી જ હતાં. અસંભવને સંભવ કરનાર ! આપણને ફુલોની જેમ સાચવનાર... આપણા સદ્ગુરુ શ્રી અનિરુધ્ધ ! એમના ચરણોમાં શતશ: પ્રણામ!
- રમેશ મ્હાત્રે