બપોરે ડો.અટલકર ચેકઅપ માટે આવ્યા ત્યારે કહ્યું કે હવે બધુ બરાબર છે એટલે કહેવામાં કોઇ વાંધો નથી; જન્મ સમયે બાળક બિલકુલ હલનચલન કરતુ નહોતુ. આ કેસ હાથમાથી નીકળી ગયો હતો. સિઝેરિયન કરવા પછી પણ તમારે નિ:સંતાન રહેવાનો વારો આવી શકે એમ હતો પણ ચમત્કાર જ થઇ ગયો. બીજા ડોક્ટરે કહ્યું કે આ મેજિક બેબી છે.
પતિએ શ્રી પ્રવિણસિંહ વાઘને ફોન કરીને વાત કરી ત્યારે એમણે પાંચ વાર રામરક્ષાનું પઠણ કરવાનું કહ્યું. બાપુજીએ અમારી પાસે રામરક્ષાનું પઠણ પણ કરાવ્યું. બાપુજીની કૃપાથી અમને બાળક પ્રાપ્ત થયુ અને જન્મ પહેલા જ બાળકને બાપુજીનું કૃપાછત્ર પ્રાપ્ત થયું. બાપુજીના ચરણોમાં હું આ જ પ્રાર્થના કરુ છું કે અમને આપની ભક્તિસેવામાં રાખો.
બાપૂજીના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ !
- જ્યોતિ કુલકર્ણી, પુના