નિમિષ પણ દોડીને આવી ગયો. બસ મળી ગઇ. અમે ઉપાસના સ્થળે પહોંચી ગયા. ઉપાસના કરીને ઘરે પાછા ફર્યા તો જોયું તો દરવાજે તાળુ જ નહોતુ. ક્ષણવારમાં તો જાણે કેટલાંય વિચારોથી મન ઘેરાઇ ગયું. પરમ પૂજ્ય બાપુજીનું નામસ્મરણ કરતા કરતા ઘરમાં પ્રવેશ કર્યો. બધી જ વસ્તુ પહેલાની જેમ વ્યવસ્થિત હતી. સાંજે ૫.૦૦ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી દરવાજા ખુલ્લા જ રહ્યાં હતાં. સદ્ગુરુ જ ઘરમાં રહેતા હોય તો કોની હિમંત છે કે ઘરમાં પગ મૂકે.
શ્રધ્ધાવાન ભક્તોનું બધી બાજુએથી રક્ષણ કરનાર, અકારણ કારુણ્યના મહાસાગર, મારા શ્રી અનિરુધ્ધ બાપુજીના ચરણોમાં મારા શતશ: પ્રણામ!!!
- હેમચંદ્ર શ્રૃંગારપુરે