મારા જીવનની સૌથી આનંદની પળ કઇ? પંચમી પરીક્ષાના પરિણામની જાહેરાત કરતા સમયે સદ્ગુરુનાં સુમુખેથી મારા જેવા ગરીબ ભક્તનું નામ જાહેર કર્યુ! આ વિશ્ર્વમાં આથી વધુ ખુશીની વાત કઇ હોય શકે?આ સાંભળીને મારા પરિવારજનો પણ ખુશ થયાં.ઉપાસના કેન્દ્રમાં પણ બધા ભક્તાએ મને અભિનંદન આપ્યાં.
એ ઉપરાંત પારિતોષિક સમારોહમાં આનંદ ચરમસીમાં પર જ હતો. ન્યુ ઇંગ્લીશ સ્કુલમાં પારિતોષિક વિતરણ સમારોહમાં મારુ પ્રમાણપત્ર સ્વીકારતા સમયે મારા ભગવાને મારા સદ્ગુરુએ તાળી પાડીને મને પ્રોત્સાહિત કર્યો. એક પ્રેમાળમાતા એનાં વ્હાલાં બાળકને વ્હાલ કરે છે, એનાથી અનંતગણો વધારે પ્રેમ મને મારા સદ્ગુરુએ એ ક્ષણે આપ્યો. એમની પ્રેમભરી નજરની વર્ષા થતાં જ મારી આંખમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. મારા જીવનની અવિસ્મરણીય અને અવર્ણનીય એ ક્ષણ હતી. એ સમયે સદ્ગુરુ બાપુજીના મુખે જે તેજ હતું એનું વર્ણન કરી શકાય એમ નથી. એ જ ક્ષણે મેં પ્રાર્થના કરી કે ... આ યશથી અપભ્રષ્ટ ના થતાં આપની સેવા - ભક્તિમાં સ્વંયને અર્પણ કરુ છું.
- વિશ્ર્વનાથ રાઉત