આટલું વિશાળ મુંબઇ ! આટલી મોટી ભીડભાડ ! એમ છતાં મારુ પાકીટ સહી સલામત હતું. માત્ર રુપિયા જ કાઢી લેવાયા હતા. બાકીની બધી વસ્તુઓ બરાબર વ્યવસ્થિત જ હતી. એ સમયે મનમાં વિચાર આવ્યો કે બાપુ, કદાચ મારા પાકીટના એ ૫૦૦ રુપિયાની એ વ્યક્તિને જરુર હશે. બધાને ખુશ રાખો. બધાને તમારો જ સહારો છે. હું પરમ પૂજ્ય અનિરુધ્ધ બાપુજીનો ઋણી છું. એમના કૃપાશીર્વાદને કારણે જ હું આજે અમેરિકામાં ત્રણ મહિનાની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને કુશળતાથી સુખરુપે પાછો આવ્યો છું. મારા બાપુજીને મારા શતશ: પ્રણામ !!!
- ભૂષણ કાશીકર