|| હરિ ૐ ||
૯ ઓગસ્ટ ૨૦૦૭નો દિવસ મારા જીવનનો સૌથી મહત્ત્વપપૂર્ણ અને ચિરંતન સ્મૃતિપૂર્ણ દિવસ છે. બાપુએ મારી પાસે ૧૭૧ રામનામ નોટ લખાવીને પૂર્ણ કરાવી હતી. તે દિવસે મને પરમ પૂજ્ય બાપુનાં ચરણ સ્પર્શ કરવાનાં અવસરની પ્રાપ્તિ થઈ હતી. મેં બાપુજીનાં સાષ્ટાંગ કરીને દર્શન કર્યાં હતાં અને સદ્ગુરુ બાપુએ મને આર્શીવાદ આપ્યાં હતાં. આ ક્ષણ ખરેખર આનંદમય હતી. આ સમયે મને એવુ લાગ્યું કે મારુ જીવન સાર્થક થઈ ગયું. હકીકતમાં આ દિવસ માટે મારી પત્ની અને મારી સાળીએ મને ઉત્સાહિત કર્યો હતો, પરંતુ આ વાત પણ એટલી જ સાચી છે કે તેમને પ્રેરણા પરમ પૂજ્ય બાપુએ જ આપી હતી.
જીવનનાં કપરા સમયની યાદોનો ચરણસ્પર્શથી જ અંત આવ્યો હોય એવુ લાગતું હતું. ખરેખર એ દિવસો ખૂબ જ કપરા હતાં. ઓગસ્ટ ૨૦૦૬માં હું બિમાર હતો. સોલાપુરનાં ડોક્ટરે કહ્યું હતું કે મારી બિમારી અતિશય ભયંકર છે અને મારા બચવાની શક્યતા પણ નહિવત છે. તેથી મારા ઉચિત ઇલાજ હેતુસર મને મુંબઈ જવા માટે સલાહ આપવામાં આવી હતી. મુંબઈનાં વિશેષજ્ઞોની સલાહ અનુસાર મારા વિભિન્ન ટેસ્ટ તથા એમ.આર.ઇ. કરાવવામાં આવ્યું હતું. આ બધા રિપોર્ટસ અનુસાર મારા મગજનાં નીચલા ભાગમાં ઇન્ફેક્ષન થયું હતું. આ સમય દરમ્યાન એક મહિનામાં મારુ ૧૫ કિલો વજન ઘટી ગયું હતું. પરિસ્થિતી ખરેખર ગંભીર હતી. આ બિમારીમાંથી સારા થવુ જાણે અશક્ય જ થઈ ગયું હતું.
જ્યારે હું મુંબઈ સારવાર માટે આવ્યો હતો ત્યારે પરમ પૂજ્ય બાપુનાં દર્શન કરવા માટે ગયો હતો. બાપુએ મને આર્શીવાદ આપ્યાં હતાં તથા મેં ઉદીપ્રસાદ પણ લીધો હતો. ત્યારબાદ સોલાપુરમાં ડો. સમીરે મારી સારવાર કરી હતી અને પરમ પૂજ્ય બાપુનાં આર્શીવાદથી મને બિલકુલ સારુ થઈ ગયુ હતું. આ સમયે મુંબઈનાં વિશેષજ્ઞોએ કહ્યું હતું કે ‘આ માત્ર પરમેશ્ર્વરી કૃપા જ છે; નહિંતર આવી બિમારીમાંથી બચવાની શક્યતા રહેતી નથી.’ ખરેખર આ સુંદર અનુભૂતિએ મને નવુ જીવન પ્રદાન કર્યું છે.
મને થયેલો બીજો અનુભવ આ પ્રમાણે છે. ઉસ્માનાબાદ જીલ્લામાં એક ગામમાં અમારી ખેતીવાડી હતી. હું અહીં ખેતી માટે પાણી મળી રહે એ માટે પ્રયાસ કરતો હતો, પરંતુ અહીં પાણી મળવાની સંભાવના ઓછી હતી. મને બાપુજી પર સંપૂર્ણ વિશ્ર્વાસ હતો, તેથી બોરનું કાર્ય શરુ કરતા સમયે બાપુની ઉદી મૂકીને તારકમંત્રનો જપ કર્યો હતો. બાપુનાં આર્શીવાદથી આશરે ૪૫૦ ફૂટ ઉંડે મોટી માત્રામાં પાણી મળ્યું હતું.
હકીકતમાં માત્ર પરમ પૂજ્ય બાપુજીનાં કૃપા- આર્શીવાદથી જ મારુ જીવન ખુશીભર્યું તથા આનંદમય બન્યું છે.
|| હરિ ૐ ||