|| હરિ ૐ ||
આવો જ કંઇક અનુભવ અમને હોંગકોંગ એરપોર્ટ પર થયો હતો. હું ભારતથી પાછી લોસ એંજેલ્સ, યુ. એસ. એ. પાછી ફરતી હતી, ત્યારે હોંગકોંગથી વિમાન બદલવાનું હતું. બીજા વિમાનમાં જતાં સમયે સિક્યોરીટી ચેંકીંગ કરાવીને જવાનું હોય છે. આ સમયે સુરક્ષારક્ષકને મારી બેગમાં પ્લાસ્ટિકમાં લપેટેલી સંસ્થાની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ આપત્તિજનક લાગી હતી અને તેણે મને આ મૂર્તિ બહાર મૂકવા માટે કહ્યું હતું. લોસ એંજેલ્સ સુધી મૂર્તિ વ્યવસ્થિત રહે એ માટે સારુ એવુ પેંકિંગ કર્યું હતું. પરંતુ આ સુરક્ષારક્ષકે બધુ પેંકિંગ ખોલી નાખ્યું હતું અને તેને બરાબર અંગ્રેજી પણ આવડતુ નહોતું. હું તેને સમજાવતી હતી કે આ ભગવાનની મૂર્તિ છે, ઇકો ફ્રેન્ડલી છે, પરંતુ તેને કંઇ સમજાતુ નહોતું. થોડીવાર સુધી હું ઇશારાથી તેને સમજાવવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ તેણે તો સીધા બેગમાં હાથ નાખીને જેવી રીતે મૂર્તિને પકડી હતી, તે જોઇને મારા શ્ર્વાસ થંભી ગયા હોય એવુ લાગતુ હતું. હું તેને વારંવાર વિનંતી કરતી હતી, પરંતુ તે કંઇ સાંભળવા માટે તૈયાર નહોતો.
આવી રીતે તેણે મૂર્તિ બહાર કાઢ્યા પછી મૂર્તિની કેવી હાલત થઈ હશે? આવા ડર સાથે હું અસહાય થઈને બાપુનું સ્મરણ કરતા કહેતી હતી કે બાપુ, હવે તમે જ કંઇક કરો અને ગણપતિ બાપ્પાની મૂર્તિ બચાવો.
કોઇને વિશ્ર્વાસમાં ના આવે પરંતુ જે ક્ષણે હું બાપુને પ્રાર્થના કરતી હતી તે જ ક્ષણે આ સુરક્ષારક્ષકે મારી બેગમાંથી હાથ બહાર કાઢ્યો અને મને કહ્યું કે બધુ ચેંકીંગ થઈ ગયુ. માત્ર એક ક્ષણમાં તેનો વિચાર બદલાઇ ગયો હતો. ત્યારબાદ તેણે મારી બેગમાંથી બહાર કાઢેલી અન્ય વસ્તુઓને ફરીવાર અંદર મૂકવા માટે મારી મદદ પણ કરી હતી.
લોસ એંજેલ્સ પહોંચીને ઘરે જઈને સૌથી પહેલાં મેં ડરતા ડરતા મૂર્તિ બહાર કાઢી હતી. પેંકિંગ ખોલીને મૂર્તિ જોઇ તો બિલકુલ સલામત હતી.
બાપુની આવી સુંદર લીલા જોઇને મારી આંખ ભરાઈ આવી હતી. પેલા સુરક્ષારક્ષકે બાપ્પાની મૂર્તિ માથેથી પકડીને ખેંચીને બહાર કાઢવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ મૂર્તિને કંઇ થયું નહોતું.
આવી અદ્ભૂત લીલા માત્ર બાપુ જ કરી શકે છે. એકવાર સંકલ્પ કર્યો કે આ મૂર્તિ સાત સમુદ્ર પાર અમારા ઘરે વ્યવસ્થિત પહોંચવી જોઇએ એટલે તેને પૂર્ણ કરાવ્યા વગર બાપુ કેવી રીતે રહે.
હે દેવ ... સત્યસંકલ્પપ્રભુ બાપુરાયા ! તમારા ચરણોમાં કોટિ કોટિ વંદન. અમારા જેવા સર્વસામાન્ય ભક્તોને તમારા ચરણોથી ક્યારેય દૂર કરતા નહિં, એ જ પ્રાર્થના કરુ છું.
|| હરિ ૐ ||