|| હરિ ૐ ||
મારા પરમેશ્ર્વર ભકતનો સાદ સાભંળીને સ્વંય પ્રત્યક્ષ કેવી રીતે દોડતા આવે છે, એ વાતનો મેં સ્વયં અનુભવ કર્યો છે.
શુક્રવાર તારીખ ૮ જન્યુઆરી ૨૦૧૦ ના દિવસે હું મારી માતા અને મારો નાનો ભાણેજ અમે ત્રણેય જણાં નાસિક જીલ્લામાં આવેલ ‘નૈતાળે‘ ગામની યાત્રામાં રહેલી મારા પિતાજીની નાળિયેરની દુકાનમાં મદદ કરવા માટે ગયા હતાં. દિવસભર કામ કર્યા પછી અમે સાંજે ૪.૦૦ વાગ્યે માતાજીનાં દર્શન કરવા માટે ગયા હતાં. સાંજે સાત વાગ્યા સુધી અમારે કોપરગાંવ પહોંચવાનું હોવાથી અમે ઉતાવળ કરતા હતાં. પરંતુ દર્શન માટે વધારે ગિરદી થઈ હોવાથી અમને ત્યાંથી નીકળતાં મોડુ થઈ ગયું હતું.
‘નૈતાળ’ થી અમે વિંચુર ગામ પહોચ્યાં હતાં.પરંતુ ત્યાંથી કોપરગાંવ જવા માટે અમને બસ મળતી નહોતી. અહીં જ સાંજના સાત વાગી ગયા હતાં અને અમે સુમસામ રસ્તા ઉભા હતા. મને અને મારી માતાને ડર લાગતો હતો. અમે બાપુનું સ્મરણ કરતાં સહાયતા માટે પ્રાર્થના કરતાં હતાં.એટલામાં જ એક સફેદ રંગની ઇંડિકા કાર અમારી પાસે આવીને ઉભી રહી ગઇ. આગળ રસ્તા પર થોડા અંતરે ઉભો રહેલો એક જુવાન છોકરો ગાડી તરફ આવ્યો અને તેણે કહ્યું કે,‘મને ગાડીમા બેસાડી લો’.આ સમયે ગાડીમા બેઠેલા વ્યકિતએ તેને કહ્યુ કે,‘અરે, તુ તો જુવાન છે, તને શું જલ્દી છે?તને મોડુ થાય તો કોઇ ચિંતા જેવુ નથી.પરંતુ આ બે સ્ત્રી છે અને નાનુ બાળક પણ તેમની સાથે છે,એટલે હું પહેલાં તેમને લઇ જઇશ’.આ વાત સાંભળીને અમે બાપુનુ નામ લઇને તેમની ગાડીમાં તરત જ બેસી ગયા.
ગાડી બે-ત્રણ કિલોમીટર આગળ પસાર થયા પછી આગળ બેઠેલાં વ્યક્તિએ પાછળ જોઇને કહ્યુ કે‘તમારુ હમણા ઓપરેશન થયાં પછી તમે જે આયુર્વેદિક સારવાર ચાલુ કરી છે,તેને ચાલુ રાખજો,આ દવાથી તમને ધીરે ધીરે પરંતુ ચોકકસ ફાયદો થશે,તમે તેને બંધ કરશો નહી.’
તેમને આ વાત કેવી રીતે ખબર પડી? આવો વિચાર કરતાં જ મે તેમને પૂછ્યું કે તમને આ વિષે કેવી રીતે ખબર પડી? તેમણે અમને કહ્યું કે ‘હું કોણ છું તેની તમને ખબર પડી જશે, પરંતુ દવામા તમે જે ગોબર અને ગોમુત્રનો જે ઉપયોગ કરો છો તે યોગ્ય છે.આ ગોબરને તમે આઠ વખત ગાળી લો.ભગવાન અને ગોમાતાની કૃપાથી હવે પછીનાં દશ પંદર વરસ સુધી તમને કોઇ તકલીફ થશે નહી.ત્યારબાદ તેમણે અમારા ઘર વિષે પણ ઘણી બધી વાતો કરી હતી.
તેમની વાતોથી અમને વારંવાર એવુ લાગતુ હતુ કે ‘આ માણસ કોણ છે? આ વ્યકિત સારા તો લાગે છે, પરંતુ અમને ફસાવતાતો નથી ને? અમારા ઘરની વાતો વિષે તેમને કેવી રીતે ખબર પડી?’ જ્યારે આવા બધા વિચારો મારા મનમાં રમતા હતાં ત્યારે મેં તેમને ધ્યાનથી જોયાં ત્યારે મને સમજાયું કે તેમણે સફેદ શર્ટ, કાળુ પેન્ટ પહેર્યું છે અને તેમની સફેદ મૂછો છે તથા માથા પર કેસરી તિલક હતું. સંપૂર્ણ વાતચીત દરમ્યાન તેમણે મને વારંવાર એક જ વાત કરી કે તમારી માતાજીને ઝડપથી સારુ થઈ જશે.
વાતચીત કરતા કરતા અમે કોપરગાંવના બસ સ્ટેન્ડ પર આવી ગયા.ત્યારે રાતના નવ વાગ્યા હતા.ત્યારે તેમણે કહ્યુ કે,‘હું તમને ઘરે મૂકી જાઉં છું.’ અમને ઘરનું સરનામુ પૂછ્યા વગર જ તેઓ ગાડી અમારા ઘર તરફ લઈ જતાં હતાં.ત્યારબાદ ઘરે પહોંચ્યાં પછી મારી માતાએ તેમને પૂછ્યું કે કેટલા રુપિયા આપુ? તેમણે અમને કહ્યું કે ‘હું પૈસા લઈશ નહિં.’ પરંતુ મારી માતાનાં આગ્રહવશ થઈને તેમણે એક એક રુપિયાનાં બે સિક્કા અર્થાત બે રુપિયા લીધાં હતાં. ત્યારબાદ ગાડી વાળીને તેઓ નીકળી ગયા હતાં. પરંતુ અમે ઘરે આવ્યાં ત્યારબાદ થોડીવાર પછી તેઓ પુન: ઘરે આવ્યાં અને કહ્યું કે બેટા, થોડુ પાણી આપશે? હું પાણી લઈને બહાર આવી ત્યારે તેઓ ઘરમાં નહોતાં. અમે ગાડીમાં તેમની સાથે વાતો કરવામાં એટલાં બધા મશગૂલ થઈ ગયાં હતાં કે તેમને એટલું પણ પૂછ્યું નહોતું કે તેઓ કોણ છે? શું કરે છે?
થોડીવાર પછી આ ચમત્કારી ઘટના વિષે વિચાર કરતા હતાં ત્યારે સ્પષ્ટ સમજાતું હતું કે અમારી સહાયતા કરવા માટે આવનાર વ્યક્તિ એકમેવ પરમાત્મા જ હતાં અને મને આ વાતનો સંપૂર્ણ વિશ્ર્વાસ છે. જુઓ આ બાપુરાયા કેવા છે ... ગમે તેવા કપરા સંજોગો હોય, પરંતુ એ સદૈવ સહાયતા કરવા માટે દોડતા આવે છે અને સ્વયંની ઓળખાણ કરાવતા પહેલાં જ વાતોમાં લીન કરે છે.પરિણામે સામેવાળા તેમનું નામ સરનામુ પણ પૂછી શક્તા નથી. આવા છે આ નટખટ બાપુ ! બાપુ હંમેશા કર્તા કરવિતા હોવા છતાંય ક્યારે કર્તા ભાવ લાવતા નથી.
|| હરિ ૐ ||