|| હરિ ૐ ||
અનિરુદ્ધ તેરે દ્ધાર જો આયા,
ખાલી હાથ ન જાયેગા.
તેરી કૃપા સે નાશ હોગા,
મેરે એક એક સંકટકા.
સર્વપ્રથમ હું બાપુ, નંદાઇ અને સુચિતદાદાના ચરણોમાં નતમસ્તક થઇને તેઓ મારો હાથ પકડીને આ અનુભવ લખાવી રહ્યા છે એવુ માનુ છું. અમે છેલ્લા બે અઢી વરસથી બાપુના સત્સંગમાં સહભાગી થઈએ છીએ છે. સામાન્ય રીતે મને ક્યારેય કોઇ પણ ભગવાન પર વિશ્ર્વાસ થતો નહોતો.પરંતુ બાપુ પરિવારમાં શ્રી અનિરુદ્ધ ઉપાસના કેન્દ્રમાં સહભાગી થવાથી મારી શ્રદ્ધા આપોઆપ દ્રઢ થવા લાગી હતી. હવે તો મારુ સંપૂર્ણ જીવન બાપુકૃપાથી ભરાઈ ગયુ છે.
કૃપાસિંધુમાં આવતા બાપુભક્તોનાં અનુભવ વાંચીને મને પણ અનુભવ લખવાની ઇચ્છા થતી હતી. પરંતુ મારી પાસે લખવા માટે કોઇ અનુભવ નહોતો. આ સમયે મને ઘણીવાર એવુ થતું હતું કે બાપુનું મારા તરફ ધ્યાન છે ખરા?
પરંતુ જ્યારે મને સાક્ષાત અનુભવ થયો ત્યારે સમજાયું કે હું બિલકુલ ખોટુ જ વિચારતી હતી.
૨૭ જુલાઇ ૨૦૧૦ ના દિવસે મારા પિતાજીનું અવસાન થય હતું.ઘણાં દિવસો સુધી લોકો ઘરે સાંત્વન આપવા માટે આવતા રહેતા હતાં. આ સમયે મળવા માટે આવનારા લોકો મળીને જાય ત્યારબાદ મારા માથામાં અસહ્ય દુ:ખાવો થતો હતો અને દવા લેવા છતાં પણ મારો દુ:ખાવો ઓછો થતો નહોતો. આ સમય દરમ્યાન મને ચક્કર પણ આવતા હતા તથા આંખની સામે અંધારુ છવાતુ હતું. પરિણામે હું ખૂબ જ ગભરાઈ જતી હતી અને મનોમન બાપુનાં તારક મંત્રનું પઠણ કરતી હતી.
૧૪ ઓગસ્ટના દિવસે મારો દુ:ખાવો એટલો બધો વધી ગયો કે મારે હડપસર સ્થિત મોહીનીતારા હોસ્પિટલમાં એડમિટ થવુ પડ્યું હતું. અહીં ડોક્ટરે મને ઇન્જેક્ષન આપ્યાં હોવા છતાં મને તેની અસર થતી નહોતી. આ સમયે મારી આંખોની કીકીઓ ફરી ગઈ હતી અને મને દેખાતુ બંધ ગયું હતું. ત્યારબાદ ડોક્ટરની સલાહ અનુસાર સ્કેન પણ કરવામાં આવ્યું હતું. મારા બધા ટેસ્ટનાં રિપોર્ટસ નોર્મલ આવ્યાં હતાં. હકીકતમાં આવી પરિસ્થિતીમાં બધા રિપોર્ટસ નોર્મલ આવવા એ મારા બાપુની જ લીલા હતી.
મને દેખાતુ બંધ ગયુ હોવાથી ડોક્ટરે એમ.આર.આઇ.કરાવવા માટે સલાહ આપી હતી અને તેનાં રિપોર્ટસ અનુસાર કમરનાં હાડકામાંથી પાણી કઢાવવાનું હતું.
૧૯ ઓગસ્ટ ૨૦૧૦, ગુરુવારનાં દિવસે મારા ભાઈનાં ઘરે પાદુકા પૂંજન હતું. અહીં મેં સંસ્થાની ઉદી તથા પ્રસાદ લીધો હતો. ત્યારબાદ થોડીવારમાં મને એવુ લાગ્યું કે જાણે મને થોડુ થોડુ દેખાય છે. પરંતુ આ કદાચ મારો વહેમ હશે એવુ મને લાગ્યું. પરંતુ ધીરે ધીરે મને બધુ જ પહેલાં જેવુ સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું.
કેવી રીતે આ વાત શક્ય બને? ખરેખર મને કંઇ જ સમજાતું નહોતું. પરંતુ આ ઘટના સાથે મારો પુર્નજન્મ જ થયો છે.
હું અને મારો ભાઇ નજીકમાં જ રહીએ છીએ. તેથી અમે બાપુનાં કાર્યક્રમ પણ સાથે કરતા રહીએ છીએ. પરંતુ આ સમયે મારા ભાઈએ પાદુકા પૂંજન માટે તેનું જ નામ નોંધાવ્યું હતું, તેથી મને ખરાબ લાગ્યું હતું. ત્યારબાદ શાંતિથી વિચાર કરતા સમજાયું કે પરમ પૂજ્ય બાપુએ જ તેને આવી બુદ્ધિ આપી હતી, કારણ કે પાદુકા પૂંજનનાં સમયે અમે બધા હોસ્પિટલમાં હતાં.
મારી સારવાર દરમ્યાન આ હોસ્પિટલમાં એક બાપુ ભક્ત સેવા અર્થે આવ્યાં હતાં.તેથી મને એવુ લાગતું હતું કે જાણે બાપુ જ મારી સાથે છે. ખરેખર બાપુરાયા તેમણે આપેલાં વચનની પૂર્તિ કરે છે કે હું તારો ત્યાગ કદાપિ કરીશ નહિં. બાપુનાં કૃપા આર્શીવાદથી જ મારી આંખો સારી થઈ ગઈ હતી. આ અનુભવ થયાં પછી બાપુચરણોમાં મારી શ્રદ્ધા વધારે દૃઢ થવા લાગી છે.
આથી વિશેષ બાપુએ મારી પાદૂકા પૂંજન કરવાની ઇચ્છા પણ પૂરી કરાવી હતી. મારી બિમારીનાં કારણે જે અવસર સરી ગયો હતો તેની બાપુએ જ પ્રાપ્તિ કરાવી હતી.
ખરેખર આવી સુંદર લીલા એકમેવ બાપુરાયા જ કરી શકે છે. મારા જીવનમાં આવેલું સંકટ માત્ર બાપુની કૃપાથી જ ટળી ગયું હતું. હવે બાકીનું જીવન સદ્ગુરુની સેવામાં સમર્પિત થાય એવી બાપુનાં ચરણોમાં મન:પૂર્વક પ્રાર્થના કરુ છું.
|| હરિ ૐ ||