|| હરિ ૐ ||
પરમ પૂજ્ય બાપુ ૧૨ ડિસેમ્બર ૨૦૧૦નાં દિવસે ઔરંગાબાદ આવવાનાં હતાં, તેથી બધા ભક્તો અને કેન્દ્રનાં કાર્યકર્તાઓ જોરદાર તૈયારી કરતાં હતાં. કાર્યક્રમમાં પરમ પૂજ્ય બાપુનું પાદુકા પૂંજન, અનિરુદ્ધ મહિમા કથન, મુંબઈથી આવનારા પ્રવચનકારોનાં પ્રવચન, વ્યક્તિગત સ્તર પર પરમ પૂજ્ય બાપુની જાણકારી આપવી વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.
૨ ઓગસ્ટ ૨૦૧૦નાં દિવસે પ્રતાપનગરમાં એકપ્રવચન આયોજીત કરવામાં આવ્યું હતું. મુંબઈથી શ્રીવિનોદસિંહ વૈદ્ય અહીં પ્રવચન કરવાનાં હતાં. હું અને મારી પત્ની સાંજે ૬.૩૦ વાગ્યે બાઈક પર પ્રતાપનગર ગયા હતાં. અહીં બાપુ વિષે વ્યક્તિગત જાણકારી, પરિવારની જાણકારી, સદ્ગુરુતત્વનાં લક્ષણ, બાપુનાં સેવાકાર્ય તથા ભક્તિકાર્ય વિષે માહિતી આપી હતી અને લોકો આ માહિતી ઉત્સુકતાથી સાંભળતાં હતાં.
પ્રવચન પછી ૮.૩૦ વાગ્યે બધા ઘરે જવા માટે નીકળ્યાં હતાં. હું પણ મારી પત્ની સાથે બાઈક પર જવા માટે નીકળ્યો હતો. થોડે દૂર પહોંચતાં અમને ત્રણ સ્ત્રીઓ ચાલતી આવતા દેખાઈ હતી. મારી પત્નીએ તેમને હરિ ૐ કહ્યું અને અમે આગળ નીકળ્યાં. પરંતુ અચાનક હું વિચારવા લાગ્યો કે આ લોકો ચાલતા શા માટે જાય છે, તેમને રિક્ષા નહિં મળી હોય અને આવા વિચાર સાથે હું સાઇડ પર ઉભો રહી ગયો.
મારુ બાઇક ચાલુ હતું અને એક પગ જમીન પર ટેકવીને ઉભો હતો. હું પેલી ત્રણ સ્ત્રી બાઇક પાસે આવે તેની રાહ જોતો હતો. એટલામાં એક બીજુ બાઇક મારા બાઈક સાથે જોરદાર ટકરાયું. આ ટક્કર એટલી બધી જોરદાર વાગી હતી કે હું અને મારી પત્ની અમે બંને જોરદાર પડી ગયા હતાં. સામેની બાઇકનો ચાલક પણ પડી ગયો હતો. આ સમયે અમે સામેથી ફુલ સ્પીડમાં રિક્ષા આવતી જોઇ. આ બધુ એટલું બધુ ઝડપથી બની ગયું કે મને કંઇ સમજ પડતી નહોતી. રિક્ષા જોઇને અમને એવુ લાગતું હતું કે જો તે બ્રેક નહિં મારે તો અમને જોરદાર ટક્કર મારશે.
આવી સ્થિતીમાં બાપુ સિવાય કોણ તારે? આમ બે સેક્ધડ માટે વિચારતો થઈ ગયો હતો અને એટલામાં રિક્ષા અમારી પાસે આવી ગઈ હતી, હવે આ રિક્ષા અમારી પર ચઢી જશે એવા વિચાર માત્રથી મને ધ્રાસકો પડ્યો હતો. પરંતુ તે એક કટ મારીને પસાર થઈ ગઈ હતી. રિક્ષા અમારી પાસેથી એવી રીતે પસાર થઈ ગઈ કે જો તેનાં ચાલકનું થોડુ પણ નિયંત્રણ અસંતુલિત થયું હોત તો તેનાં પૈડંા અમારા માથા પર ફરી ગયા હોત. જીવ પર જ જોખમ આવ્યું હતું, પરંતુ થોડામાં જ ટળી ગયું હતું. હું ઉભો થઈને ગાડી ઉભી કરતો હતો. મારી પત્નીને થોડો આંચકો વાગ્યો હતો. પરંતુ મને બિલકુલ વાગ્યું નહોતું. મારુ બાઈક પણ વ્યવસ્થિત હતું. ખરેખર બાપુએ અમને સહેજ પણ તકલીફ થવા દીધી નહોતી. દુર્ઘટના અમારા પ્રારબ્ધમાં હતી, પરંતુ અમે પરમ પૂજ્ય બાપુની છત્રછાયામાં રહેતાં હોવાથી બચી ગયા હતાં અને આ ત્રિવાર સત્ય છે.
આજે આપણે ચારે બાજુ જોઇએ છીએ ત્યારે ખબર પડે છે કે કેટલી બધી દુર્ઘટનાઓ ઘટી રહી છે. પરંતુ આપણે બાપુની સાથે હોવાથી જીવલેણ દુર્ઘટનામાંથી પણ કેવી રીતે ઉગરતા રહીએ છીએ, એવાં અવનવા અનુભવો થતાં રહે છે. એકવાર માત્ર એટલું જ કહીએ છીએ, ‘મારા બાપુ’, ત્યારે બાપુનાં વચનપૂર્તિનો અનુભવ થાય છે - ‘હું તારો ત્યાગ કદાપિ કરીશ નહિં.’ બાપુ તેમણે આપેલું વચન હંમેશા નિભાવે જ છે.
|| હરિ ૐ ||