॥ હરિ ૐ ॥
જ્યારે આપણે સંપૂર્ણ વિશ્ર્વાસ સાથે સમગ્ર જવાબદારી સદ્ગુરુને સોંપી દઈએ છીએ, ત્યારે ‘એ’ નિરંતર આપણું રક્ષણ કરતા રહે છે અને આ વાતનો અનુભવ પ્રત્યેક બાપુ ભક્તને થાય છે. આજે કળિયુગમાં મારા પરમાત્મા બાપુરાયાનું કામ ઘણુ વધી ગયું છે. આપણી ભૂલોનાં કારણે અથવા બેજવાબદારીભર્યા વર્તનનાં કારણે આપણે ‘એ’ને સાદ પાડીએ છીએ અને ‘એ’ આપણો સાદ સાંભળતાં જ ‘એ’ દોડતા આવે છે.
અહીં હું મારા અનુભવનું વર્ણન કરુ છું. અમે લંડનમાં રહીએ છીએ. હું વર્ષ ૨૦૦૫માં મારા સાત વર્ષનાં દીકરાને લઈને રજાઓમાં ભારત આવી હતી. પરંતુ આ આનંદની તરત જ સમાપ્તિ થઈ ગઈ હતી. મનેઅને મારા દીકરાને વાઇરલ ફીવર થયો હતો. પરિણામે અમે ૧૮ જૂલાઈને બદલે ૨૪ જૂલાઈ સુધી રોકાવવાનું નક્કી કર્યું હતું.
૨૨ જૂલાઈ સુધી અમારી બંનેની તબિયત સારી થઈ ગઈ હતી. તેથી હું મારા દીકરાને લઈને નાની મોટી ખરીદી કરવા માટે ગઈ હતી. અમે અમારા પરિવારનાં પરિચિત ટેક્ષીવાળા સાથે બહાર ગયા હતાં.
અમે શોપિંગ કરવા માટે ટેક્ષીમાંથી બહાર નીકળ્યાં ત્યારે મારુ પર્સ મારી સાથે જ હતું અને મારા પર્સમાં ૧૫ પાઉન્ડ, ક્રેડિટ કાર્ડસ તથા મહત્ત્વનાં ફોન નંબર હતાં. શોપિંગ કર્યા પછી ઘરે આવતા સમયે મારા ધ્યાનમાં આવ્યું કે મારુ પર્સ ક્યાંક પડી ગયુ છે. મને બરાબર યાદ હતું કે હું ટેક્ષીથી આગળ વધારેમાં વધારે દશ પગલા ચાલી હતી. હું મારા પિતાજી અને ભાઈ સાથે પુન: એ જ સ્થળે ગઈ હતી. પરંતુ મારુ પર્સ મળ્યું નહોતું.
ઘરમાં બધા નિરાશ થઈ ગયા હતાં. તે દિવસે ગુરુવાર હતો, તેથી અમે પ્રવચન સાંભળવા માટે ગયા હતાં. પ્રચચન પૂર્ણ થયાં પછી દર્શન કરતા સમયે હું બાપુને મનોમન કહેતી હતી કે બાપુ મારુ પર્સ ખોવાઇ ગયુ છે, મને કોઇ ફરિયાદ નથી, પરંતુ તમારી કૃપા અમારા પર સદા રહે એ જ તમારા ચરણોમાં પ્રાર્થના કરુ છું.
બીજા દિવસે હું રામરક્ષા સ્તોત્રનું પઠણ કરતી હતી ત્યારે ફોનની રીંગ વાગી હતી. ફોન મારી ભાભીએ ઉઠાવ્યો હતો અને મારા ભાઈનો હતો, તેથી તેમણે મને ફોન આપ્યો.
મારા ભાઈએ મારી સાથે જે વાત કરી તે તર્કથી વિશેષ હતી. તેની પર હેપીહોમમાંથી ફોન આવ્યો હતો કે એક બાપુભક્તને મારુ પર્સ કોઇક રેલ્વે સ્ટેશન પાસેથી રેલ્વે ટ્રેક પર પડેલું મળ્યું હતું. પર્સમાં બાપુનો ફોટો જોઇને તેણે આ પર્સ હેપીહોમમાં સિક્યોરીટી ગાર્ડને આપ્યું હતું.
હેપીહોમમાં રાજેન્દ્રસિંહ જાવલે અમારા પરિચિત હોવાથી પર્સમાં રહેલું વિઝિટીંગ કાર્ડ જોઇને તેમને ખબર પડી ગઈ કે પર્સ મારુ જ છે. તેથી તેમણે ફોન કરીને મારા ભાઈને આ સમાચાર આપ્યાં હતાં અને પર્સ લઈ જવા માટે કહ્યું હતું.
મારા પ્રારબ્ધમાં લખાયેલું કોઇ મોટુ નુકશાન હશે, તે આટલામાં જ પતી ગયુ હતું. હકીકતમાં મારુ પર્સ ખોવાઇ ગયુ હોવા છતાં મારુ મન બિલકુલ શાંત હતું. મારા મનમાં વિશ્ર્વાસ હતો કે બાપુ મને મારુ પર્સ મેળવી જ આપશે. બાપુજી આપણને હંમેશા સુંદર અનુભૂતિ કરાવે છે કે ‘એ’ સદૈવ આપણી સાથે જ રહે છે. આપણે શ્રદ્ધા અને સબૂરી બાપુને અર્પણ કરીશું તો ‘એ’ તેમનાં અકારણ કારુણ્યથી આજીવન આપણું રક્ષણ કરતા રહે છે.
આનંદનો આ મહાસાગર
પ્રેમકૃપા અપરંપાર
કરીને રક્ષણ નિરંતર
કરુણા અપાર વરસાવે
॥ હરિ ૐ ॥