॥ હરિ ૐ ॥
અકસ્માત જાય ટળે અકારણ મરણ મદદ થાય સંકટે મળે આધાર મનને આ વચનની પ્રચિતી કરાવતો આ અનુભવ છે.
૧૧ જૂલાઈ ૨૦૦૬, ગુરુપૂર્ણિમાની વાત છે. મારા પિતાજી બાપુનાં દર્શન કરવા માટે બોરીવલીની ટ્રેઇનમાં વિલેપાર્લા સ્ટેશનથી બેઠાં હતાં. તેમને અણસાર પણ નહોતો કે હવે શું થવાનું છે? જોગેશ્ર્વરી સ્ટેશન આવતાં જ એટલો બધો ભયંકર અવાજ આવ્યો કે કંઇ સમજાતુ નહોતું. પરંતુ આ અવાજ બોંબ વિસ્ફોટનો હતો. બોંબ એટલોબધો શક્તિશાળી હતો કે લોકલ ટ્રેઇનનાં ડબ્બાનાં છજીયા ઉડી ગયા હતાં. મારા પિતાજી પણ ટ્રેક પર ફેંકાઈ ગયા હતાં. પરંતુ સદ્ગુરુ બાપુએ મારા પિતાનું ધ્યાન રાખ્યું હતું. તેમને બિલકુલ વાગ્યું નહોતું. બહાર લોકોની ધક્કામુકી જોરદાર ચાલુ હતી. મદદ અને રાહતનાં કાર્યો ચાલુ થઈ ગયા હતાં. એટલામાં એક વ્યક્તિએ મારા પિતાજી સાથે પૂછપરછ કરી અને તેમણે કહ્યું કે, ‘મારે ખારમાં હેપીહોમમાં મારા સદ્ગુરુ નિવાસમાં જવુ છે.’ આ ધમાકામાં તેમનાં પૈસા અને ટિકીટ પણ પડી ગયા હતાં. તેમની સાથે પૂછપરછ કરનાર વ્યક્તિ પણ ગરીબ હતો. પરિણામે બંને ચાલતાં ચાલતાં હેપીહોમ ગયા હતાં. ત્યારબાદ અહીં ડો. પૌરષસિંહે તેમની સાથે વાતચીત કરી હતી અને સિક્યુરિટી ગાર્ડની સાથે સાયનમાં રહેતી મારી બહેનનાં ઘરે તેમને પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી હતી.
અમારા જેવાં સામાન્ય ભક્તની સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ મદદ કરીને મારા પિતાજીનો જીવ બચાવ્યો હતો. ભક્ત માટે હંમેશા દોડીને આવનારા બાપુએ અમને સુંદર પ્રચિતી કરાવી છે અને હકીકતમાં નવજીવનની ભેટ ધરી છે. આવા સદ્ગુરુરાયા હંમેશા આપણુ ધ્યાન રાખે છે અને તેમની અગાધ શક્તિનો અમે સ્વંય અનુભવ કર્યો છે. હવે આ જ પ્રાર્થના કરુ છું કે બાપુ ક્યારેય તમારુ વિસ્મરણ થાય નહિં અને જન્મોજનમમાં તમે જ મારા માતાપિતા રહો અને સદા અનિરુદ્ધ નામ મારા મુખમાં રહે !
॥ હરિ ૐ ॥