॥ હરિ ૐ ॥
બાપુજીનાં સત્સંગમાં આવ્યાં પછી ડગલે અને પગલે તેમની કૃપા અને પ્રેમનો અનુભવ થાય છે. પછી ભલે નિત્યજીવનની વાત હોય કે અપઘાત ... બાપુ હંમેશા સંકટમાંથી ઉગારતા જ રહે છે. ૨૫ એપ્રિલ ૨૦૧૦નાં દિવસે હું ટુવ્હીલર પર મારા એક મિત્ર સાથે કલ્યાણ બજાર તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં ટ્રાફિક હોવાનાં કારણે અમારી ગાડી ધીરે ચાલતી હતી અને અન્ય વાહનોની વચ્ચેથી રસ્તો કાઢીને અમે જતાં હતાં.
આ સમયે અચાનક એક સેન્ટ્રો કાર સાઇડ લાઈટ બતાવ્યા વગર વળાંક લેતી હતી, તેથી અમે બ્રેક મારી હતી. પરંતુ ગાડી સ્લીપ થઈ ગઈ હતી અને સેન્ટ્રો સાથે ટકરાતા અમે સાઈડ પરથી પસાર થતી બસની નીચે ફેંકાઈ ગયા હતાં. બસનું પાછલું પૈંડુ મારા પર અડધુ ચઢી ગયુ અને આ સાથે જ મને એવુ લાગ્યું કે હવે બધુ પુરુ થઈ ગયું. હવે બાપુ સિવાય કોનો સહારો ?
અંતમાં બાપુએ જ તેમનું ચક્ર ફેરવ્યું. બસ ડ્રાયવરે તરત જ બ્રેક મારીને બસ થોડી પાછળ કરી અને શરીર પર ચઢેલું ટાયર નીચે ઉતાર્યું. રસ્તામાં ભેગા થયેલાં લોકોએ મને ખેંચીને બહાર કાઢ્યો હતો. બસનાં ટાયરનાં નિશાન મારી કમર પર પડી ગયા હતાં. થોડી જ ક્ષણમાં તે મારી કમર પર આવવાની સંપૂર્ણ શક્યતા હતી. આવો વિચાર કરવાથી પણ ધ્રુજારી છુટે છે.
ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ થયાં બાદ એકસરે રિપોર્ટ કઢાવ્યો હતો. તેમાં પણ ટાયરનાં નિશાન સ્પષ્ટ દેખાતાં હતાં. પરંતુ લીવર અથવા કીડનીને બિલકુલ નુકશાન થયું નહોતું. ડોક્ટર પણ રિપોર્ટસ જોઇને અચંભિત થઈ ગયા હતાં. કારણ એક જ હતું ... બસ ડ્રાયવરે સમયસર બ્રેક મારવાની પ્રેરણા અને શક્તિ આપનારા બાપુ હતાં, ટાયર શરીર પર ચઢી ગયું હોવા છતાં આંતરિક અંગોને સુરક્ષિત રાખનારા બાપુ હતાં. એક જ સમયે મેં બાપુને કેટલી બધી તકલીફ આપી હતી. મને લેવા માટે કાળ આવ્યો હતો, પરંતુ બાપુ વચ્ચે આવી ગયા હતાં અને આ અનુભવ લખવા માટે હું બચી ગયો હતો.
॥ હરિ ૐ ॥