॥ હરિ ૐ ॥
આનંદ મનમાં ના સમાય, કેવી રીતે સમજાવુ, ઉડાણ ભરવી છે આ પંખીને...
આજે બાપુનાં સાંનિધ્યમાં રહીને અમારા પરિવારને અનેક વાર બાપુની કૃપા અને અકારણ કારુણ્યનાં સુંદર અનુભવો થયાં છે. અન્ય બીજાનાં અનુભવો સાંભળીને અથવા વાંચીને પણ આપણને આનંદ થાય છે તથા આપણી શ્રદ્ધા દૃઢ થાય છે.
બાળપણનાં સમયે કોઇ સવાલ આવડતો ના હોય અને અચાનક તેનો જવાબ સમજાય જાય ત્યારે જેવો આનંદ થાય છે એવાં જ આનંદની અહીં અનુભૂતિ થાય છે. આવી જ એક અનુભવેલી અનુભૂતિની આપની સાથે વહેંચણી કરુ છું.
આ અનુભવ માતૃવાત્સલ્યવિંદાનમ્ ગ્રંથરાજનાં ઘંટનાદની કથાની યાદ અપાવે છે.
હું અને મારા પતિ થોડા સમય પહેલાં બેલગામથી મુંબઈ રેલયાત્રા કરી રહ્યાં હતાં. અમારુ રિઝર્વેશન મિરજથી મુંબઈ સુધીનું હતું. મિરજ જનારી બસ વિલંબથી ચાલતી હતી. તેથી અમે કોલ્હાપુરથી ટ્રેઇન પકડવાનું નક્કી કર્યું હતું. કોલ્હાપુરથી મિરજ આવતા સુધીમાં અમે આઘિઊક અને દત્તબાવનીનું પઠણ કર્યું હતું.
મિરજ સ્ટેશન પર અમારી ટ્રેઇન આવતાં અમે ટ્રેઇનમાં બેસી ગયાં હતાં. આ સમયે મારુ અને મારા પતિનું રિઝર્વેશન એક સાથે નહોતું. તેથી અમે બંને અલગ અલગ બેઠાં હતાં. હું ઉપરનાં બર્થ પર મારી જગ્યાએ બેસી હતી. અહીં સાથેનાં છ પ્રવાસીઓ પુરુષ હતાં અને તેઓ નશામાં ગંદી ગાળો બોલતા હતાં, પત્તા રમતા હતાં, દારુ પીવાની વાતો કરતા હતાં.
મારા પતિ બીજા ડબ્બામાં તેમની જગ્યાએ સૂઇ ગયા હતાં. તેમની સાથે જગ્યા બદલવા સિવાય મારી પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો.
પરંતુ આ સમયે મારા મનમાં વિચાર આવ્યો કે હું શા માટે આવા લોકોથી ડરુ? મારી સાથે મારા બાપુ છે. હું રામનામ નોટ લખતી હતી અને બાપુને પ્રાર્થના કરતી હતી કે બાપુ, આ લોકોની ગાળો મારાથી સંભળાતી નથી. આ લોકો જલ્દી લાઇટ બંધ કરીને સૂઇ જાય તો સારુ.
હું મનોમન બાપુનાં મંત્રજાપ કરતી હતી અને આ લોકોની ગાળો બોલવાનું તથા ખરાબ વર્તન કરવાનું ચાલુ હતું. મારા મંત્રજાપની ગતિ આપોઆપ વધવા લાગી હતી અને થોડા સમયમાં તો જાણે ચમત્કાર જ થઈ ગયો હતો. તેમાંથી એક વ્યક્તિએ બાકીનાં લોકોને કહ્યું કે ગાળો બોલશો નહિં. ત્યારબાદ તેઓ જમીને શાંતિથી
સૂઇ ગયા હતાં.
ઘટનાસ્થળથીસેંકડો માઇલ દૂર મારા સદ્ગુરુનાં સામર્થ્યની આ અનુભૂતિ મૃત્યુમુખમાંથી બચાવે એવી રોમાચંક લાગતી હતી. ખરેખર મને નામસ્મરણનું આ પરિણામ રોમાચંક લાગતું હતું. માતૃવાત્સલ્યવિંદાનમ્માં આદિમાતાનાં ઘંટનાદથી દૈત્યોનું બળ ક્ષીણ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવીરીતે કળિયુગમાં નામસ્મરણ - મંત્રજાપથી સામેની વ્યક્તિનાં ખરાબ વિચાર નાશ પામે છે અને જે તે સમય માટે તે ઉચિત વર્તન કરે છે. આ જોઇને મારો આનંદ સમાતો નહોતો.
ઉંમર વધવાથી કેવી રીતે વાનરસૈનિકનાં કાર્ય કરી શકાય, એવો સવાલ મનમાં રમતો હતો.પરંતુ આ અનુભવથી મારી આ ચિંતા પણ દૂર થઈ ગઈ હતી. હવે હું સંપૂર્ણ વિશ્ર્વાસ સાથે કહી શકુ છું કે સદ્ગુરુની આજ્ઞા અનુસાર મંત્રપઠણ, રામનામ નોટ લખીશું ત્યારે વાતાવરણમાં સારા સ્પદંનનું નિર્માણ થશે તથા બીજાનાં મનનાં ખરાબ વિચારો દૂર થશે.
બાપુજી મને હંમેશા તમારુ સ્મરણ રહે એવી તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું.
॥ હરિ ૐ ॥