|| હરિ ૐ ||
મારા સાળાએ તેનું ઘર રંગાવીને ભાડે આપવા માટે ઘણાં પ્રયાસ કર્યા હતાં, પરંતુ તેને સફળતા મળતી નહોતી. તે અમારી સાથે રહેતો હતો અને તેનાં કારણે અમારા ઘરમાં ઘણી સમસ્યાઓ નિર્માતી હતી તથા ઝઘડા પણ થતાં હતાં. નાની નાની વાતોમાં પણ દરરોજ ઝઘડા થવાથી અમે પરેશાન થઈ ગયા હતાં.
આવે રીતે છ - સાત મહિના પસાર થઈ ગયા હોવા છતાં પરિસ્થિતીમાં કોઇ ફરક પડ્યો નહોતો. અંતમાં નિરાશ થઈને બાપુનાં ફોટા સમક્ષ બેસીને મન:પૂર્વક પ્રણામ કરતા કરુણાની યાચના કરી હતી. આ સંકટમાંથી બહાર આવવા માટે બાપુને મનોમન પ્રાર્થના કરતો હતો. ત્યારબાદ તણાવ થોડો ઓછો થઈ ગયો હતો.
બે મહિના પછી મારા સાળાએ તેનું ઘર એક ગૃહસ્થને ૧૪ હજાર રુપિયામાં ભાડે આપ્યું હતું, અને આ પૈસામાંથી તેણે ડોંબીવલીમાં પોતાનાં માટે ભાડે ઘર રાખ્યું હતું.
આવી રીતે બાપુએ મારી પ્રાર્થના સાંભળીને મને સંકટમાંથી મુક્તિ અપાવી હતી.
બાપુરાયાએ ‘દીનદયાલ બિરિદુ સંભારી’નું બ્રીદ નિભાવ્યું હતું.
મારો બીજો અનુભવ આ પ્રમાણે છે -
વ્યવહારિક જગમાં આપણે ઘણીવાર સંપૂર્ણ ન્યાય આપી શક્તા નથી. કાર્યાલયમાં આપેલાં લક્ષને પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરીએ તો પણ પૂર્ણ કરી શક્તા નથી અને ‘અસફળ’નું લેબલ લગાવીને સાઈડ પર મૂકી દે છે. પરંતુ આપણે શ્રદ્ધાવાન બનીને પ્રામાણિકતાથી પ્રયાસ કરીએ ત્યારે સદ્ગુરુ આપણી અસફળતાને દૂર કરવા માટે અવસર આપે છે. દુનિયાની નજરમાં લંગડો દેખાતો ઘોડો જીવનની રેસમાં જીતી જાય એ માટે અવસર અને શક્તિ પણ સદ્ગુરુ સ્વયં પ્રદાન કરે છે.
હું ઇન્સ્યુરન્સ કંપનીમાં એજન્ટ તરીકે કાર્ય કરુ છું. દર વર્ષે બાર પોલીસીનો કોટા પૂરો કરવાનો રહે છે. એક વર્ષે હું આ કોટા પૂરા કરી શક્યો નહોતો. મેં ૧૪ મેંબર કર્યા હતાં, પરંતુ એક મેંબરની ચેક પર સહીમાં પ્રોબ્લેમ થયો હતો અને બીજા બે મેંબર શારિરીક સમસ્યાનાં કારણે નામંજૂર થયાં હતાં પરિણામે માત્ર ૧૧ મેંબર થયાં હતાં. અમારા મેનેજરનો સ્વભાવ ખૂબ જ કડક હતો અને તે કોઇનું સાંભળતો નહોતો. મેં તેમને સમજાવવા માટે પ્રયાસ કર્યા, પરંતુ તે માનવા માટે તૈયાર નહોતાં.
તેમણે મને કહ્યું કે જો હું છ મહિનામાં નવા ૨૦ પ્રપોઝલ લાવીશ તો તેઓ મારી એજન્સી ચાલુ રાખશે. પરિણામે હું ખૂબ જ ચિંતાતુર રહેવા લાગ્યો હતો કારણ કે સ્પર્ધાત્મક યુગમાં આ વાત સરળ નહોતી. હવે મને મારી એજન્સી જોખમમાં દેખાતી હતી.
આવા સમયે આપણને બાપુ સિવાય બીજુ કોણ તારી શકે છે? મને બાપુ પર સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે બાપુ જ મને આ સંકટમાંથી બહાર કાઢશે. હું નિત્ય બાપુનાં તારક મંત્રનું પઠણ કરતો હતો. આ સમય દરમ્યાન અમારા બ્રાન્ચ મેનેજરની બદલી થઈ ગઈ અને તેમની જગ્યાએ એક સમજુ મેનેજર આવ્યાં હતાં. એકદિવસ મેં હિંમત કરીને મારી પરિસ્થિતી વિષે વાત કરી. તેમણે મારી વાત સાંભળીને કહ્યું કે ચિંતા કરશો નહિં, તમે તમારા પ્રયાસ ચાલુ રાખો, તમારી એજન્સી બંધ થશે નહિં. તેમણે મારી મુદત્ પણ વધારી આપી હતી. જે ચિંતાથી મારી એક મહિનાની ઉંઘ ઉડી ગઈ હતી, તે બાપુની કૃપાથી અચાનક દૂર થવાથી મને ખૂબ જ ખુશી થઈ હતી. મારા માથા પરથી ચિંતાનો ભાર હળવો થઈ ગયો હતો. ત્યારબાદ હું બાપુએ આપેલાં અવસરનો ઉપયોગ કરવામાં લીન થઈ ગયો હતો.
ખરેખર, બાપુરાયા તમારી લીલા અપરંપાર છે.
|| હરિ ૐ ||