|| હરિ ૐ ||
હું એક સમાચારપત્રકમાં આવતાં શ્રીઅનિરુદ્ધબાપુનાં અનુભવ હંમેશા વાંચતી હતી. લોકોને થતાં બાપુનાં અનુભવો વાંચવામાં મને આનંદ આવતો હતો. ધીરે ધીરે મારી પણ બાપુ પ્રત્યેની શ્રદ્ધા દૃઢ થવા લાગી. મને મનમાં હંમેશા એવુ થતું હતું કે આ બધા લોકોને અનુભવ થાય છે, એવો અનુભવ ક્યારેક મને પણ થશે ?
અને આ દિવસ આવી ગયો જ્યારે મારા સદ્ગુરુની સર્વવ્યાપકતાનો મને સાક્ષાત અનુભવ થયો. બન્યું એવું હતું કે મારી બહેનનો દીકરો સુજય અચાનક ઘરેથી રિસાઈને ભાગી ગયો હતો. મારી બહેને રડતા રડતા આ વાત મને ફોન પર કહી હતી. તેની વાત સાંભળીને હું પણ રડવા લાગી હતી. આટલાં મોટા શહેરમાં કેવી રીતે તેને શોધીશું અને કંઇક અજુગતુ બની ગયુ તો? આવા કેટલાંય વિચારો મનમાં ઉદ્ભવતા હતાં.
અંતમાં તકલીફમાં ફસાયેલાં એવાં આપણને બાપુનો જ સહારો હોય છે. હું બાપુનો મંત્ર ૐ મન: સામાર્થ્યદાતા શ્રીઅનિરુદ્ધાય નમ: સતત જપતી હતી. રાત્રે બાપુનાં ફોટા સમક્ષ ખૂબ જ રડી હતી અને પ્રાર્થના કરતા કહ્યું કે બાપુ, ગમે તેમ કરીને સુજયને ઘરે પાછા લઈ આવો. માત્ર તમે જ તેને ઘરે લાવી શકો એમ છો.
હું બાપુ પર આ ભાર નાખીને મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. થોડીવાર પછી બારણે ટકોરા પડ્યાં હતાં. આ સમયે કોણ આવ્યું હશે, એવુ વિચારીને મેં દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતાં જ મને આશ્ર્ચર્ય થયું. કારણ કે દરવાજા પર સુજય ઉભો હતો. આટલાં મોટા શહેરમાં તે સુરક્ષિત રુપે કેવી રીતે અમારી પાસે આવ્યો? અમે થોડા સમય પહેલાં જ ડોબિંવલીમાં રહેવા આવ્યાં હતાં અને સુજય પાસે અમારુ સરનામુ પણ નહોતું અને તે તેનાં ઘરને બદલે અમારા ઘરે કેવી રીતે આવ્યો? મને કંઇ સમજ પડતી નહોતી. ધીરે ધીરે મને એટલું જ સમજાયું કે આ બધી બાપુની જ લીલા છે ! બાપુજીએ જ સુજયને મારા ઘર સુધી પહોંચાડ્યો હતો.
બાપુની કૃપાથી સુજય વ્યવસ્થિત ઘરે પાછો આવ્યો હોવાથી અમે બધા ખુશ હતાં. બાપુરાયા તમારી કૃપા અમારા બની રહે એવી તમારા ચરણોમાં પ્રાર્થના કરુ છું અને અમારી પાસે અધિકાધિક ભક્તિ સેવા કરાવતા રહેજો.
|| હરિ ૐ ||