|| હરિ ૐ ||
૨૧ નવેમ્બર ૨૦૧૦, અનિરુદ્ધ પૂર્ણિમાની આ વાત છે. મારી ૧૫૧ રામનામ નોટ લખાઇને પૂર્ણ થઈ હતી. ૧૪૨ નોટ પહેલેથી જમા કરી હતી. બાકીની ૯ નોટ અનિરુદ્ધ પૂર્ણિમાનાં દિવસે સવારે ૧૧.૦૦ વાગ્યે લઈને હું ઉત્સવ સ્થળે જવા માટે નીકળ્યો હતો. રામનામ બેંકની પાસબુક પણ આમાંથી એક નોટમાં મૂકી હતી.
મારા નીકળતા થોડીવાર પહેલાં મારી બહેન ઘરેથી નીકળી હતી. તેથી મારા કરતા પહેલાં તેને લોકલ ટ્રેન મળતાં તે દાદર પહોંચી હતી. ત્યાંથી તેણે થાણે જવા માટે ગાડી પકડી હતી. પરંતુ વિક્રોલી સ્ટેશન પર કોઇ દુર્ઘટના થવાથી રેલ્વે વ્યવસ્થા દોઢ કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. અમારી ગાડી પણ કુર્લા સ્ટેશન પાસે ઉભી હતી. આ સમયે મારી બહેને મને ફોન કરીને કહ્યું કે સમય વ્યર્થ કર્યા વગર રિક્ષામાં મુલુંડ પહોંચી જવુ જોઇએ. હું કુર્લા ઉતરીને હાઇવે પર બસની રાહ જોતો હતો. થોડીવારમાં મને ખબર પડી કે ટ્રેન પુન: ચાલુ થઈ ગઈ છે. તેથી હું પાછો કુર્લા સ્ટેશન ગયો. હું મુંલુંડ પહોંચ્યો ત્યારે સાંજનાં સાત વાગી ગયા હતાં.
હું ભક્તિગંગામાં ઉભો હતો અને રામનામની નોટ જમા કરવાની હોવાથી હું આનંદિત પણ હતો. ત્યારબાદ નોટ કાઉન્ટર પર જમા કરાવવા માટે ગયો ત્યારે મને ખબર પડી કે મારી પાસબુક નથી. હવે મને કંઇ સમજાતુ નહોતું કે મારી પાસબુક ક્યાં ખોવાઈ ગઈ હશે? પરંતુ જ્યારે માનવીય ઉપાય થાકી જાય છે ત્યારે સદ્ગુરુતત્વ શ્રદ્ધાવાનની સહાયતા કરવા માટે દોડીને આવે છે. ત્યારબાદ એવી ઘટના બની કે જે માત્ર સદ્ગુરુમાઉલી જ કરી શકે છે.
મારી પાસબુક જેને મળી હતી તેણે ડોંબીવલિ સ્ટેશન પર એક બેન્ચ પર મૂકી હતી અને ત્યાં એક મહિલા બેઠી હતી. પાસબુકમાં મારા ઘરનો ફોન નંબર લખેલો હતો. તેથી તેણે ફોન કરીને કહ્યું કે દશ મિનીટમાં અહીં આવીને તમારી પાસબુક લઈ જાવ. મને આ સમાચાર મળતાં મુલુંડથી ડોંબીવલિ દશ મિનિટમાં મારાથી પહોંચી શકાય તેમ નહોતું. આ સમયે મને અચાનક યાદ આવ્યું કે ડોંબિવલીમાં મારા એક માસી રહે છે. તેથી બાપુનાં નામસ્મરણ સાથે મેં તેમને ફોન કર્યો. આ સમયે પણ આશ્ર્ચર્ય થાય એવી વાત બની હતી કે મારા માસી ડોંબીવલિ સ્ટેશન પર જ હતાં. હકીકતમાં આ બાપુરાયાની જ લીલા હતી. જે મહિલાને મારી પાસબુક મળી હતી તે કલ્યાણ જઈ રહી હતી પરંતુ તેને કોઇક કારણસર ડોંબીવલિ ઉતરવુ પડ્યું હતું.
બાપ રે ...બાપુરાયા ! આપણાં માટે કેટલું બધુ ભાગતા રહે છે. ખરેખર આ સમયે મને મારા પર શરમ આવતી હતી. મારા માસીએ થોડીવારમાં પેલી મહિલા પાસેથી મારી પાસબુક લઈ લીધી હતી. આ સમય દરમ્યાન હું ખરેખર ડઘાઈ ગયો હતો અને અહીં કાર્યકર્તાઓ મારી ધીરજ બંધાવતા હતાં. અંતમાં મારી નોટો જમા થઈ ગઈ હતી અને ૧૫૧ ની એન્ટ્રી પણ થઈ ગઈ હતી.
આવા છે આપણાં બાપુ ! કાચબીની દૃષ્ટિએ આપણું રક્ષણ કરતા રહે છે.
|| હરિ ૐ ||